શું તમે ક્યારેય સફેદ ચા પીધી છે? જાણો તેના ફાયદા વિશે

વ્હાઇટ ટીના ફાઇલ તસવીર

Life Style : શું તમે ક્યારેય સફેદ ચાનો (White Tea) સ્વાદ ચાખ્યો છે? શું તમે જાણો છો કે તે શેનાથી બને છે અને તેના પીવાના સ્વાસ્થ્ય લાભો શું છે? જો તમને ખબર નથી, તો આજે અમે તમને તેના વિશે જણાવીશું.

 • Share this:
  તમે અવારનવાર સામાન્ય ચા (Tea), એટલે કે દૂધની ચા પીતા હશો. સાથે જ તમે લેમન ટી, ગ્રીન ટી અને બ્લેક ટીનું પણ સેવન કર્યું હશે. પરંતુ શું તમે ક્યારેય સફેદ ચાનો (White Tea) સ્વાદ ચાખ્યો છે? શું તમે જાણો છો કે તે શેનાથી બને છે અને તેના પીવાના સ્વાસ્થ્ય લાભો શું છે? જો તમને ખબર નથી, તો આજે અમે તમને તેના વિશે જણાવીશું.

  જાણો, શું છે સફેદ ચા

  સફેદ ચા કેમેલીયા(Camellia) છોડના પાંદડામાંથી બનાવવામાં આવે છે. તે છોડના સફેદ પાંદડામાંથી તૈયાર કરવામાં આવે છે. જે નવા પાંદડા અને તેની આસપાસના સફેદ તંતુઓથી રચાય છે. આ ચા હળવા ભુરા અથવા સફેદ રંગની હોય છે, જેના કારણે તેને સફેદ ચા કહેવામાં આવે છે. તેમાં ટેનીન, ફ્લોરાઇડ્સ, ફ્લેવોનોઈડ્સ અને એન્ટી ઓક્સિડેન્ટ ગુણ હોય છે. વ્હાઇટ ટીમાં ગ્રીન ટી કરતા ઘણી ઓછી કેફીન હોય છે. આ ચા સ્વાસ્થ્યને ઘણા ફાયદા પહોંચાડે છે.

  આ પણ વાંચો : Stock Market Tips : 50 રૂપિયાના આ શેરમાં રોકાણ કરવાથી થઈ શકે છે લાખોનો ફાયદો

  સોજો ઘટાડવામાં કરે છે મદદ

  સફેદ ચા સોજો ઘટાડવામાં મદદ કરે છે. આ ચામાં પોલિફેનોલ્સ ભરપુર માત્રામાં હોય છે, જે એન્ટી ઓક્સિડેન્ટ્સનું કામ કરે છે. તે શરીરને ઓક્સિડેટિવ નુકસાનથી સુરક્ષિત કરે છે અને બળતરા ઘટાડવામાં ઘણી મદદ કરે છે.

  ડાયાબિટીસને કરે છે નિયંત્રિત

  સફેદ ચા ડાયાબિટીસને નિયંત્રણમાં રાખવામાં મદદ કરે છે. તેમાં એન્ટીઓકિસડન્ટ ગુણધર્મો છે, જે ઇન્સ્યુલિન પ્રતિકારનું જોખમ ઘટાડવામાં મદદ કરે છે. તેમાં હાજર કુદરતી ગુણધર્મો લોહીમાં શર્કરાનું સ્તર ઓછું રાખે છે. ઉપરાંત તેઓ સ્નાયુઓમાં પણ ગ્લુકોઝનું સ્તર વધવા દેતું નથી. જે લોકોનું શુગર વધારે છે, તેમના માટે સફેદ ચાનું તેનું સેવન કરવું યોગ્ય છે, પરંતુ જે લોકોનું શુગર ઓછી છે એટલે કે હાઈપોગ્લાયકેમિઆની સમસ્યા હોય તેવા લોકોએ આ ચા ન પીવી જોઈએ.

  આ પણ વાંચો : જાણવા જેવું : વિશ્વનો પ્રથમ લાકડાનો ઉપગ્રહ 2021ના અંત સુધીમાં થઈ શકે છે અંતરિક્ષમાં લોન્ચ

  ત્વચા માટે પણ ફાયદાકારક

  સફેદ ચા ત્વચા માટે પણ ફાયદાકારક છે. તેમાં એન્ટી એજિંગ અને એન્ટી ઓક્સિડેન્ટ ગુણ હોય છે. તે ત્વચાને ટાઇટ અને ગ્લોઇંગ કરવામાં મદદ કરે છે. તે વય પહેલાં ત્વચા પર કરચલીઓ પણ નથી થવા દેતી.

  (Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી સૂચના સામાન્ય ધારણાઓ પર આધારિત છે. ગુજરાતી ન્યૂઝ 18 તેની પુષ્ટિ નથી કરતુ. તેનો અમલ કરતાં પહેલાં સંબંધિત નિષ્ણાતનો સંપર્ક કરો.)
  First published: