હાડકા ખોખલા થતા અટકાવવા છે? તો આજથી જ બદલી નાંખો આ આદતો

હાડકા ખોખલા થતા અટકાવવા છે? તો આજથી જ બદલી નાંખો આ આદતો
પ્રતિકાત્મક તસવીર Image Credit : Shutterstock

શરીરના હાડકા પણ મજબૂત હોય તે જરૂરી છે. જો હાડકા નબળા હશે, તો શરીરમાં અનેક પ્રકારની તકલીફ ઉભી થઇ શકે છે.

 • Share this:
  શરીરની તંદુરસ્તી હાડકા (Bones) સાથે સંકળાયેલી છે. જેથી તંદુરસ્ત શરીર (Physical fitness) માટે શરીરના હાડકા પણ મજબૂત હોય તે જરૂરી છે. જો હાડકા નબળા હશે, તો શરીરમાં અનેક પ્રકારની તકલીફ ઉભી થઇ શકે છે. ઊઠવા બેસવાથી લઈ હલનચલન માટેના પડકાર સામે આવી શકે છે. આર્થરાઇટિસની (Arthritis) સમસ્યા સામાન્ય રીતે ઉંમર વધવાની સાથે સંકળાયેલી અથવા આનુવાંશિક હોય છે. પરંતુ ખરાબ જીવનશૈલીના કારણે પણ આ સમસ્યા ઉભી થઇ શકે છે. વર્તમાન ભાગમભાગવાળી જીવનશૈલીના કારણે લોકો પાસે ખાવા-પીવા અને તંદુરસ્તીનું (Health) ધ્યાન રાખવા બાબતે ટાઈમ નથી. પરિણામે હાડકા એટલા નબળા પડી જાય છે કે અણધાર્યું ફ્રેક્ચર થવાનો ખતરો પણ ઉભો થઈ શકે છે.

  એવરડેહેલ્થના મત મુજબ આપણી જીવનશૈલીમાંથી (Life Style) કેટલીક આદતોને કાઢી નાંખીએ તો હાડકાને તંદુરસ્ત રાખવામાં મદદ મળી શકે છે. તો ચાલો કઈ કઈ આદતો એવી છે જે છોડી દેવી જરૂરી છે તે અંગે જાણીએ.  1) ધુમ્રપાન

  જે લોકો તમાકુનું સેવન કરતા હોય તેમના હાડકાની ડેન્સિટી (ઘનતા) ખૂબ ઓછી થઈ જાય છે. પરિણામે હાડકાંને લગતી અનેક પ્રકારની બિમારીની દહેશત ઊભી થાય છે. ધુમ્રપાન કરવાથી ફ્રી રેડિકલ્સ વધે છે. આ રેડિકલ્સ હાડકાનું નિર્માણ કરતાં સેલ્સને મારી નાખે છે. તમાકુના સેવનથી એવા હોર્મોન રિલીઝ થાય છે, જે હાડકાને નબળા પાડતા રહે છે.

  2) પ્રવૃત્તિનો અભાવ

  જે લોકોનું જીવન બેઠાડુ હોય અને કસરત પણ ન કરતા હોય તેમને હાડકાના રોગ થવાની સંભાવના વધુ હોય છે. સામાન્ય રીતે કસરત કરવાથી હાડકા પણ સ્નાયુની જેમ મજબૂત બને છે. જેથી તમારે દિનચર્યામાં વોકિંગ જોગિંગ કસરત યોગા સામેલ કરવા જોઇએ.

  3) મીઠાનું વધુ પડતું સેવન

  વધુ પડતા નમકનું સેવન પણ હાડકા માટે ખતરનાક છે. શરીરમાં સોડિયમ ઇન્ટેક વધુ પડતું વધી જાય તો હાડકાની ડેન્સિટીમાં ઝડપથી ઘટાડો થવા લાગે છે, તેવું નિષ્ણાંતોનું કહેવું છે. આવી સ્થિતિમાં 1500 મિલીગ્રામથી વધુ ઇન્ટેક હોવું જોઈએ નહીં.

  4) તડકો ન લેતા હોય

  જો તમે આખો દિવસ ઘરમાં રહેતા હોય, તો પણ તમારા હાડકા પર ખતરો ઊભો થઈ શકે. તડકામાં વિટામિન D હોય છે. વિટામીન-Dનો સૌથી મોટો સોર્સ તડકો જ છે. જો વિટામીન-Dની ઉણપ થાય તો હાડકા પાતળા અને નબળા થવા લાગશે. જો તમે બહાર નીકળતા ન હોય તો વિટામીન Dનું સેવન ખોરાક અથવા સપ્લિમેન્ટના માધ્યમથી કરો.

  5) કેલ્શિયમ અને વિટામિન Dની ઉણપ

  તંદુરસ્ત હાડકાં માટે કેલ્શિયમ અને વિટામિન D સપ્લિમેન્ટ ખૂબ જરૂરી છે. જે મેળવવા માટે વિટામિન D અને કેલ્શિયમથી ભરપુર ખોરાક લો.
  Published by:News18 Gujarati
  First published:Invalid date

  ટૉપ ન્યૂઝ