આયુર્વેદમાં ખાવા-પીવા માટે વર્ણવાયા છે આ 5 નિયમો, પાચનક્રિયા પણ બનશે મજબૂત

પ્રતિકાત્મક તસવીર

આપણા વડવાઓ કહેતા હતા જેવું અન્ન તેવું મન અને જેવું મન તેવું તન એટલે કે આપણા શરીરની તાજગી-તંદુરસ્તીનો આધાર આપણા ભોજન પર રહેલો છે

 • Share this:
  આપણા વડવાઓ કહેતા હતા જેવું અન્ન તેવું મન અને જેવું મન તેવું તન એટલે કે આપણા શરીરની તાજગી-તંદુરસ્તીનો આધાર આપણા ભોજન પર રહેલો છે. આયુર્વેદમાં ખાવા-પીવા માટે નોંધપાત્ર સૂચનો આપવામાં આવ્યા છે, જે માત્ર તમારી રોગપ્રતિકારક શક્તિને જ મજબૂત નહીં, પરંતુ વજનને પણ કાબૂમાં રાખશે અને પાચનશક્તિ પણ મજબૂત બને છે.

  અપચો - ના કહી શકાય અને ના રહી શકાય તેવી સ્થિતિ. જોકે આપણા આયુર્વેદમાં પાચનશક્તિ માટે પણ અનેક ટીપ્સ આપવામાં આવેલ છે. પાચનક્રિયા ઝડપી બનાવવા, પાચનશક્તિ મજબૂત બનાવવા અને અપચો થતા રોકવા માટે સૂચનો આપવામાં આવ્યા છે. તો આવો જાણીએ ખાવા-પીવામાં કઈ બાબતોનું ધ્યાન રાખીને આપણે સ્વસ્થ-તંદુરસ્ત જીવન જીવી શકીએ છીએ.

  શાકભાજીને બાફી-ઉકાળીને ખાવ

  શાકભાજી વધારે રાંધશો નહીં. વધારે બાફવાથી કે ઉકાળવાથી શાકભાજીના પોષક તત્વો ઘટે છે. જોકે આહારમાં લેતા શાકભાજી જો કાચાં રહી ગયા તો પણ તે તમારા સ્વાસ્થ્યને નુકસાનકારક રહેશે. તેથી ભોજનમાં શાકભાજી બનાવતી વખતે ધ્યાન રાખો કે શાકભાજીને વધુ રાંધશો નહીં, કાચા છોડા નહીં, અડધા બાફીને ખાઓ કે પછી સ્ટીમ કરેલ શાકભાજી ખાઓ.

  આ પણ વાંચો - ગુજરાત સરકારના 13 મંત્રીઓ છે 60 વર્ષથી વધુ વયના, ક્યારે લેશે કોરોના વેક્સીન?

  મસાલાનો યોગ્ય ઉપયોગ

  રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે કાચા મસાલાને તવા પર શેકી લો અને તેને પીસીને વપરાશમાં લો. ખાસ કરીને બદલાતી સિઝનમાં એટલેકે ડબલ ઋતુમાં આદુ શેકીને ખાઈ શકો છો.

  લોટનો ઉપયોગ સાવચેતીથી

  ઘઉંમાં ફાઇબર હોય છે પરંતુ તેનું મોટાભાગનું ફાઈબર બ્રાલાઉનના ભાગમાં હોય છે, તેથી લોટને દળ્યા બાદ છાંણવો નહીં. ચોકર વાળો લોટ આપણા હેલ્થ માટે સારો ગણાય છે.

  ઠંડો ખોરાક ટાળો

  ખોરાકને ઠંડો કરીને જમવાનું ટાળો. ઠંડું ભોજન તમારા પાચનને આડઅસર કરે છે. બીજી મહત્વની વાત એ છે કે ક્યારેય ભરપેટ ન ખાવું જોઈએ. આયુર્વેદમાં કહેવાયું છે કે ભરપેટ ન ખાવાથી પાચન પ્રક્રિયા સરળતાથી થઈ શકે છે.

  મીઠાશ ઘટાડો

  આયુર્વેદ અનુસાર ખોરાકમાં મીઠું ઓછામાં ઓછું ખાવું જોઈએ. મીઠાશે માટે મધ અથવા ગોળનો વિકલ્પ તરીકે ઉપયોગ કરી શકો છો જેથી તમે ડાયાબિટીઝ જેવા રોગોથી બચી શકો છો.

  (Disclaimer: અહીં આપવામાં આવેલ તમામ માહિતી સામાન્ય જાણકારીઓને આધારે આપવામાં આવી છે. ન્યૂઝ 18 તેની પુષ્ટિ કરતું નથી. તેનો અમલ કરતા પહેલા નિષ્ણાતનો સંપર્ક જરૂરથી કરો)
  Published by:Ashish Goyal
  First published: