Home /News /lifestyle /સરસિયાનું તેલ અસલી છે કે બનાવટી? આ રીતે ફ્રિજમાં અને હથેળીમાં મુકીને કરી લો ચેક

સરસિયાનું તેલ અસલી છે કે બનાવટી? આ રીતે ફ્રિજમાં અને હથેળીમાં મુકીને કરી લો ચેક

સરસિયાનું તેલ અસલી કે નકલી

Tricks to check mustard oil: સરસિયાનું તેલ સ્વાસ્થ્ય માટે અનેક રીતે ફાયદાકારક છે. સરસિયાના તેલથી બાળકોને માલિશ કરો છો તો હાડકાં મજબૂત થાય છે અને સાથે તાકાત પણ આવે છે. પરંતુ આજકાલ માર્કેટમાં સરસિયાનું તેલ પણ ડુપ્લીકેટ મળે છે.

    લાઇફ સ્ટાઇલ ડેસ્ક: અનેક ઘરોમાં લોકો સરસિયાનું તેલ રસોઇ બનાવવામાં ઉપયોગ કરતા હોય છે. સરસિયાનું તેલ સ્વાસ્થ્ય માટે અનેક રીતે ફાયદાકારક છે. સરસિયાના તેલથી તમે બાળકોને માલિશ કરો છો તો સૌથી બેસ્ટ છે. સરસિયાનું તેલ સ્વાદની સાથે-સાથે હેલ્થ માટે પણ અનેક રીતે ગુણકારી છે. આ તેલનો ઉપયોગ શરીરના દુખાવાને દૂર કરવાથી લઇને બીજી અનેક રીતે કરવામાં આવે છે. પરંતુ છેલ્લા ઘણાં સમયથી માર્કેટમાં સરસિયાનું તેલ બનાવટી એટલે કે ભેળસેળવાળુ મળે છે. આ તેલ હેલ્થને ફાયદો નહીં પરંતુ નુકસાન પહોંચાડે છે. તો જાણી લો તમે પણ કેટલીક એવી ટિપ્સ વિશે જેની મદદથી તમે જાણી શકો છો કે સરસિયાનું તેલ શુદ્ધ છે કે નહીં. તો જાણો આ વિશે તમે પણ...

    આ પણ વાંચો: જાણો Colorectal Cancerનાં લક્ષણો અને સારવાર

    સુગંધથી ઓળખો


    સરસિયા તેલની શુદ્ધતાની અસલી ઓળખાણ એની સ્મેલ પરથી આવે છે. અસલી સરસિયાના તેલની સુગંધ બહુ તેજ હોય છે. એવામાં સ્મેલ તેજ નથી તો તમે સમજી લો કે આ તેલ બનાવટી છે એટલે કે નકલી છે. તમે સરળ રીતે આ ટાઇપની સ્મેલથી સરસિયાના તેલની ઓળખ કરી શકો છો.

    ફ્રિજમાં રાખીને ચેક કરો


    સરસિયાના તેલને ઓળખવા માટે તમે એક બાઉલમાં આ તેલ લો અને ફ્રિજમાં મુકી દો. તેલ જામી જાય તો સમજી લો કે આ તેલ તમે નકલી લઇને આવ્યા છો. અસલી તેલ ક્યારે પણ જામી જતુ નથી.

    આ પણ વાંચો:  શું ખરેખર હુંફાળુ પાણી પીવાથી વજન ઉતરે?

    હથેળી પર મુકો


    સરસિયાનું તેલ અસલી છે કે નકલી એ ચેક કરવા માટે તમે કેટલાક ટીપાં હથેળી પર મુકો. આમ, જો તેલમાંથી રંગ છુટી જાય તો સમજી લો કે એ નકલી છે.

    રંગ પરથી ઓળખો


    શુદ્ધ સરસિયાના તેલનો રંગ ઘાટ્ટો પીળો હોય છે. જો તેલ નકલી છે તો આ તેલનો કલર આછો પીળો હશે. આમ તમે રંગ પરથી પણ સરસિયાના તેલને ઓળખી શકો છો.


    ટેસ્ટ ટ્યૂબથી ઓળખ કરો


    સરસિયાના તેલની ઓળખ કરવા માટે તમે કેટલાક ટીપાં ટેસ્ટ ટ્યૂબમાં નાંખો. પછી આમાં નાઇટ્રિક એસિડના કેટલાક ટીપાં નાંખો. હવે આને સારી રીતે મિક્સ કરીને ગરમ કરી લો. જો આ લાલ રંગ થઇ જાય તો સમજી લો કે તેલ બનાવટી છે.
    Published by:Niyati Modi
    First published:

    Tags: Life style, Mustard oil tips

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन