Home /News /lifestyle /Pregnancy Diet: ભાત ખાવાથી ગર્ભમાં રહેલા બાળકને નુકસાન થાય? જાણો Expertsની આ વાત

Pregnancy Diet: ભાત ખાવાથી ગર્ભમાં રહેલા બાળકને નુકસાન થાય? જાણો Expertsની આ વાત

પ્રેગનન્સીમાં ભાત ખાવા જોઇએ કે નહીં?

pregnancy care tips: પ્રેગનન્સીના સમયમાં મહિલાઓએ નાની-નાની બાબતોનું ખાસ ધ્યાન રાખવુ જોઇએ. આ સમયમાં મહિલાઓએ ભાત ખાવા જોઇએ કે નહીં એ વિશે અનેક ઘણાં વિચારો લોકોના મનમાં થતા હોય છે.

    લાઇફ સ્ટાઇલ ડેસ્ક: દરેક મહિલા માટે પ્રેગનન્સીનો સમય સૌથી મહત્વનો હોય છે. આ સમયે મહિલાઓએ અનેક નાની-નાની બાબતોનું ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે. પ્રેગનન્સીના સમયમાં ખાસ કરીને ખાવા-પીવાની બાબતમાં અનેક ઘણું ધ્યાન રાખવું જરૂરી છે. ખાવામાં તમે ધ્યાન રાખો છો તો ગર્ભમાં રહેલાં બાળકને અનેક ઘણો ફાયદો થાય છે. આ સમયગાળો એવો છે જેમાં તમારે ડોક્ટરની સલાહથી લઇને તમારું પોતાનું ધ્યાન રાખવુ ખૂબ જરૂરી છે. વાત કરવામાં આવે તો અનેક પ્રેગનન્ટ મહિલાઓને આ સમયમાં ભાત ખાવા જોઇએ કે નહીં એ વિશે અનેક ઘણાં પ્રશ્નો થતા હોય છે. તો જાણો તમે પણ આ વિશે વધુમાં.

    આ પણ વાંચો: શરીરમાં રહેલી ગંદકીને બહાર કાઢવા પીઓ આ ચા

    પ્રેગનન્સીમાં ભાત ખાવાથી કોઇ નુકસાન થાય?


    પ્રેગનન્સી દરમિયાન મહિલાઓને જાતજાતના પ્રશ્નો મનમાં થતા હોય છે. આ સમયમાં ડાયટનું પણ અનેક રીતે ધ્યાન રાખવું પડે છે જેથી કરીને બાળક હેલ્ધી આવે. આમ, જો વાત કરવામાં આવે તો પ્રેગનન્સી સમયમાં બ્રાઉન અને સફેદ ભાત ખાવાથી કોઇ પણ પ્રકારનું નુકસાન થતુ નથી.

    તમે કેટલી માત્રામાં ભાત ખાઓ છો એ બહુ મહત્વનું છે. તમે વઘારે માત્રામાં ભાત ખાઓ છો તો તમારું વજન ઝડપથી વધવા લાગે છે. ભાતમાંથી મેગ્નેશિયમ જેવા જરૂરી પોષક તત્વો મળે છે જે ગર્ભમાં રહેલા બાળક માટે ફાયદાકારક છે. આ સાથે જ આ તત્વો માતાના સ્વાસ્થ્યને સારું રાખવામાં સપોર્ટ કરે છે. આ સમયમાં એક બાઉલથી વધારે ભાત ખાવા જોઇએ નહીં.

    આ પણ વાંચો: આ દિવસોમાં રિલેશન રાખવાથી પ્રેગનન્સી થાય છે કન્સિવ

    બ્રાઉન રાઇસ સ્વાસ્થ્ય માટે ફાયદાકારક


    સામાન્ય રીતે પ્રેગનન્સીમાં મહિલાઓને કબજીયાતની તકલીફ થતી હોય છે. આ માટે તમે બ્રાઉન રાઇસ ખાઓ છો તો સૌથી બેસ્ટ છે. બ્રાઉન રાઇસ ખાવાથી કબજીયાતની તકલીફમાંથી રાહત મળે છે. બ્રાઉન રાઇસમાં ફાઇબરની માત્રા સારી હોય છે.



    આ સાથે જ બ્રાઉન રાઇસમાં ગ્લાઇસેમિક ઇન્ડેક્સની માત્રા સારી હોય છે. આ માટે તમે બ્રાઉન રાઇસનું સેવન સીમિત માત્રામાં કરો છો તો હેલ્થને અનેક ઘણાં ફાયદાઓ થાય છે. પ્રેગનન્ટ મહિલાઓ ભાતની સાથે માછલીનું સેવન કરી શકે છે. સાલ્મન માછલીમાં ઓમેગા-3 ફેટી એસિડ પ્રચુર માત્રામાં હોય છે જેનાથી બાળકનો માનસિક વિકાસ થાય છે.
    Published by:Niyati Modi
    First published:

    Tags: Health care, Life style, Pregnancy

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन