Home /News /lifestyle /Benefits Of Yoga: શિયાળામાં આ યોગા કરવાથી સ્વાસ્થ્યને થાય છે અઢળક લાભ, આ રીતે ઘરે કરો

Benefits Of Yoga: શિયાળામાં આ યોગા કરવાથી સ્વાસ્થ્યને થાય છે અઢળક લાભ, આ રીતે ઘરે કરો

યોગ કરવાના ફાયદા

Benefits of yoga: સારા શરીર માટે યોગા કરવા ખૂબ જરૂરી છે. જો તમે નિયમિત યોગા કરો છો તો હેલ્થને અનેક ઘણાં ફાયદાઓ થાય છે. નિયમિત યોગા કરવાથી અનેક બીમારીઓથી તમે દૂર રહો છો.

    લાઇફ સ્ટાઇલ ડેસ્ક: આજની આ ફાસ્ટ લાઇફમાં સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે. સ્વાસ્થ્યનું ધ્યાન તમે પ્રોપર રીતે રાખતા નથી તો અનેક બીમારીઓ શરીરમાં એન્ટ્રી કરી જાય છે. ઘણાં બધા લોકો એવા હોય છે જે રુટિનમાં યોગ કરતા હોય છે. રુટનિમાં યોગ કરવાથી સ્કિનથી લઇને હેલ્થને લગતી અનેક બીમારીઓ દૂર થઇ જાય છે. આ માટે દરેક વ્યક્તિએ રુટિનમાં યોગ કરવા જોઇએ. યોગા કરવાથી મન, તન અને આત્મા એમ ત્રણેય વસ્તુઓને અઢળક ફાયદાઓ મળે છે.

    એવામાં જરૂરી છે કે તમે કેટલાક યોગાસનનો અભ્યાસ કર્યો જેથી કરીને અનેક બીમારીઓથી બચી શકો. ઘણાં બધા લોકો એવા હોય છે કે જે ઠંડીમાં ચાલવાનું, યોગા જેવી એક્સેસાઇઝ બંધ કરી દેતા હોય છે જેના કારણે સ્વાસ્થ્યને લગતી અનેક તકલીફો થવા લાગે છે. તો જાણી લો તમે પણ શિયાળામાં કયા યોગ કરવાથી સ્વાસ્થ્યને ફાયદો થાય છે.

    આ પણ વાંચો: અથાણાની બરણી પર વારંવાર પડી જાય છે ગંદા ડાઘ?

    બામ ભસ્ત્રિકા


    બામ ભસ્ત્રિકા યોગ કરવાથી શરદી, તાવ જેવી અનેક સમસ્યાઓમાંથી રાહત મળે છે. આ યોગા કરવાથી બપોરે ડાબા હાથના અંગુઠાથી જમણી બાજુનું નાક બંધ કરો અને ડાબી બાજુથી તેજ શ્વાસ લો અને છોડો. આ પક્રિયા તમારે દસ વાર કરવાની રહેશે. શ્વાસ લેતી વખતે તમારું પેટ અંદર લો અને શ્વાસ છોડો ત્યારે પેટ બહાર લાવો.

    વજ્રાસન


    વજ્રાસન કરવાથી હેલ્થને અનેક ઘણાં ફાયદાઓ થાય છે. વજ્રાસન કરવા માટે સૌથી પહેલાં ઘૂંટણ પર બેસો અને એડી પર તમારી જાંઘને સેટ કરો. ત્યારબાદ હાથને તમારી જાંઘ પર મુકો અને પીઠને બિલકુલ સીધી રાખો. ત્યારબાદ આ ઊંડા શ્વાસ લો અને ધીરે-ધીરે છોડો અને લગભગ 10 મિનિટ સુધી આ સ્થિતિમાં રહો અને પછી આરામથી બેસવાની સ્થિતિ સુઇ જાવો.

    આ પણ વાંચો: જાણો સારા સ્વાસ્થ્ય માટે રોજ કેટલું પપૈયુ ખાવુ જોઇએ

    સુખાસન


    માનસિક શાંતિ માટે અને થાક દૂર કરવા માટે નિયમિત રૂપથી તમે ઓછામાં ઓછા પાંચ મિનિટ સુધી સુખાસનનો અભ્યાસ કર્યો.



    આ આસન કરવાથી હાડકાં મજબૂત થાય છે અને સાથે મનને શાંતિ મળે છે. શિયાળામાં તમે આ 3 ટાઇપના આસન કરો છો તો હેલ્થને અનેક ઘણાં ફાયદાઓ થાય છે અને સાથે તમારા શરીરની અંદરની સિસ્ટમ પણ સ્ટ્રોંગ કરે છે.
    Published by:Niyati Modi
    First published:

    Tags: Health care tips, Life style

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन