Home /News /lifestyle /હાઇ બ્લડ પ્રેશરના દર્દીઓ માટે લાભકારી છે મધ અને લસણ, જાણો આ ફાયદાઓ અને સેવન કરો

હાઇ બ્લડ પ્રેશરના દર્દીઓ માટે લાભકારી છે મધ અને લસણ, જાણો આ ફાયદાઓ અને સેવન કરો

લસણ-મધના હેલ્થ બેનિફિટ્સ

Health Benefits of Garlic and Honey: લસણ અને મધ સ્વાસ્થ્ય માટે અનેક રીતે ફાયદાકારક છે. આર્યુવેદમાં પણ લસણ અને મધનું અનેક રીતે મહત્વ રહેલું છે. લસણ અને મધનું તમે આ રીતે સેવન કરો છો તો હેલ્થને સૌથી મોટા ફાયદા થાય છે.

    લાઇફ સ્ટાઇલ ડેસ્ક: અનેક ઘરોમાં લસણનો ઉપયોગ લોકો રસોઇમાં કરતા હોય છે. લસણ અને મધના આ ઘરેલું નુસ્ખા હેલ્થ અને સ્કિન માટે અનેક રીતે ફાયદાકારક છે. હેલ્થ એક્સપર્ટ અને ડોક્ટર્સ પણ મધ અને લસણ ખાવાની સલાહ આપતા હોય છે. શરીરમાં કોઇ ઇજા થઇ હોય તેમજ મોં પર ખીલ થયા હોય તો તમે લસણ અને મધથી સરળતાથી દૂર કરી શકો છો. લસણ અને મધનું આર્યુવેદિકમાં પણ અનેક ઘણું મહત્વ રહેલું છે. લસણ અને મધને ઔષધિની સાથે-સાથે રેગ્યુલર ફુડ આઇટમની જેમ પણ ઉપયોગ કરવામાં આવે છે. તો જાણો તમે પણ લસણ અને મધથી હેલ્થને થતા આ બેનિફિટ્સ વિશે..

    આ પણ વાંચો: જાણો હેલ્ધી બેબી માટે આલિયાનો શું હતો ડાયટ પ્લાન

    હાર્ટ હેલ્થ માટે વરદાનરૂપ


    હેલ્થ લાઇન ડોટ કોમના જણાવ્યા અનુસાર લસણ બોડીમાં હાઇ બ્લડ પ્રેશર અને કોલેસ્ટ્રોલ લેવલને કંટ્રોલ કરવામાં મદદ કરે છે જેનાથી હાર્ટ હેલ્થ ઇમ્પ્રુવ થાય છે. આ સાથે જ બ્લડ અને બ્લડ વેસલ્સ ફ્લોને સ્મૂધ રાખવામાં મદદ કરે છે. આ સાથે જ મધમાં એન્ટી ઓક્સિડન્ટ્સ હોય છે જે હાર્ટની બીમારીઓથી પણ બચાવે છે.

    બ્રેનમાં થાય ફાયદો


    લસણ અને મધનું સેવન અલ્ઝાઇમરની બીમારી સામે રક્ષણ કરવામાં મદદ કરે છે. આ સિવાય ભ્રમ અને ડિપ્રેશન જેવી બીમારીઓ સામે લડવામાં મદદ કરે છે. આમાં રહેલું એન્ટી ઓક્સિડન્ટ્સ અને બીજા ન્યૂટ્રીએન્ટ્સ મેમરી યાદશક્તિની તેજ બનાવવાનું કામ કરે છે.

    આ પણ વાંચો: રોજ આ સમયે એક ચમચી ખાઓ ચીયા સીડ્સ

    એન્ટીબેક્ટેરિયલ ગુણોથી ભરપૂર


    ન્યૂમોનિયા જેવા બેક્ટેરિયલ ઇન્ફેક્શન પણ લસણ અને મધ સામે હારી જાય છે. આનું કોમ્બિનેશન બેક્ટેરિયાના ગ્રોથને રોકવાનું કામ કરે છે. આમ કહેવાય છે કે તમે રોજ સવારમાં લસણ અને મધ ખાઓ છો તો તમે અનેક બીમારીઓથી બચી જાવો છો. આ સાથે જ તમારી ઇમ્યુનિટી સિસ્ટમ પણ સ્ટ્રોંગ થાય છે.


    વાયરસથી બચાવે


    હાલમાં અનેક લોકો વાયરલની ઝપેટમાં આવી જતા હોય છે. ઠંડી અને ગરમીની આ સિઝનમાં વાયરલની સમસ્યા વધુ પ્રમાણમાં થતી હોય છે. આમ, વાત કરવામાં આવે તો વાયરસથી થતી શરદી-ઉધરસને ઠીક કરવામાં મધનો ઉપયોગ કરવામાં આવે છે. મધ પણ બજારમાં અનેક પ્રકારના મળે છે જેમાં અમુક મધ એવા હોય છે જે દુર્લભ વાયરલ ઇન્ફેક્શનની સમસ્યાને પણ દૂર કરવાની તાકાત ધરાવે છે.
    Published by:Niyati Modi
    First published:

    Tags: Benefits of honey, GARLIC, Life style

    विज्ञापन
    विज्ञापन