Home /News /lifestyle /happy birthday Virat Kohli: કોહલીની જેમ સ્ટ્રેંથ ટ્રેનિંગ કરીને પોતાને ફિટ રાખો, જોઇ લો VIDEO

happy birthday Virat Kohli: કોહલીની જેમ સ્ટ્રેંથ ટ્રેનિંગ કરીને પોતાને ફિટ રાખો, જોઇ લો VIDEO

વિરાટ કોહલીની જેમ આ રીતે ફિટ રહો

happy birthday virat kohli: વિરાટ કોહલીનો ફેન્સ વર્ગ બહુ મોટો છે. વિરાટ કોહલી પોતાને ફિટ રાખવા માટે અનેક ઘણી મહેનત કરતા હોય છે. આ સાથે જ વિરાટ પોતાની દિનચર્યામાં અનેક ઘણાં બદલાવ લાવીને પોતાને ફિટ એન્ડ ફાઇન રાખે છે.

    happy birthday virat kohli: ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન વિરાટ કોહલી એમના શાનદાર ખેલની સાથે જબરજસ્ત ફિટનેસને કારણે હંમેશા ચર્ચામાં રહે છે. વિરાટ કોહલી એમના ફિટનેસનું અનેક રીતે ધ્યાન રાખે છે. જો તમે ફિટનેસ ફ્રીક છો અને વિરાટ કોહલીની જેમ ફિટ રહેવા ઇચ્છો છો તો આ ટિપ્સ તમારા માટે સૌથી બેસ્ટ છે. વિરાટ કોહલીએ સોશિયલ મિડીયા પર વર્કઆઉટ કરતો એક વિડીયો શેર કર્યો છે જેમાં તમે જોઇ શકો છો વિરાટનો અંદાજ. આ વિડીયો એમના સાથી ક્રિકેટર સૂર્ય કુમારે યાદવે બનાવ્યો હતો. આ વિડીયો જોઇને તમે પણ ઘરે આ રીતે વર્કઆઉટ કરો અને ફિટ રહો.

    આ પણ વાંચો: આ ફની જોક્સ વાંચીને ખડખડાટ હસી પડશો

    સ્ટ્રેંથ ટ્રેનિંગથી ફિટ રહો


    દરેક વ્યક્તિ ઇચ્છે છે કે એ ફિઝિકલી ફિટ હોય. ફિઝિકલી ફિટ રહેવા માટે સ્વાસ્થ્યનું અનેક ઘણું ધ્યાન અને એક્સેસાઇઝ કરવી ખૂબ જરૂરી છે. એક ડગલું આગળ વાત કરીએ તો હાડકાં અને મસલ્સને મજબૂત કરવા માટે સ્ટ્રેંથ ટ્રેનિંગ કરવી ખૂબ જરૂરી છે. હેલ્ધી, સ્ટ્રોંગ અને શરીરમાંથી ચરબીને દૂર કરવા માટે સ્ટ્રેંથ ટ્રેનિંગ કરવી ખૂબ જરૂરી છે.

    આ પણ વાંચો:  ઇન્ટરવ્યૂમાં એક સેકન્ડમાં સિલેક્ટ થવા ફોલો કરો આ ટિપ્સ

    ઉંમરની સાથે મસલ્સ નબળા પડવા લાગે છે, એવામાં ઠીક રહેવા માટે સ્ટ્રેંથ ટ્રેનિંગ એક પરફેક્ટ વર્કઆઉટ તમારા માટે સાબિત થાય છે. આમ, જો તમે ફિટનેસ ફ્રિક છો અને પોતાને ફિટ રાખવા ઇચ્છો છો તો રોજ જીમમાં જાઓ અને ટ્રેનરના અનુસાર કસરત કરો. આ સાથે જ રૂટિનમાં તમે એક્સેસાઇઝ કરવાની આદત પાડો. તો જાણી લો તમે પણ આ ફાયદાઓ.


    હાડકાંઓ મજબૂત બને


    સ્ટ્રેંથ ટ્રેનિંગ હાડકાંઓના વિકાસમાં મહત્વપૂર્ણ ભુમિકા નિભાવે છે. જ્યારે તમે કોઇ વજન ઉઠાવો છો ત્યારે તમારા બોન્સ મજબૂત બને છે. આ માટે તમે પણ રૂટિનમાં એ એક્સેસાઇઝ કરો જેમાં તમારા હાડકાં મજબૂત થાય અને ઉંમર વધવાની સાથે કોઇ તકલીફ ના પડે.

    કેલરી


    સ્ટ્રેંથ ટ્રેનિંગથી શરીરની કેલરી ઝડપથી બર્ન થાય છે. આનાથી શરીરની વધારાની ચરબી પણ ઝડપથી ઓગળે છે. સ્ટ્રેંથ ટ્રેનિંગથી મેટાબોલિક રેટ વધે છે જેના કારણે કેલરી બર્ન કરવામાં મદદ મળે છે.








    View this post on Instagram






    A post shared by Virat Kohli (@virat.kohli)





    હાર્ટ સ્વસ્થ રહે


    સ્ટ્રેંથ ટ્રેનિંગથી તમે તમારા હાર્ટને સ્વસ્થ રાખી શકો છો. આનાથી બ્લડ પ્રેશરને ઓછુ કરવામાં મદદ મળે છે. સ્ટ્રેંથ ટ્રેનિંગથી બ્લડ સર્કુલેશન સારું થાય છે અને સાથે બેડ કોલેસ્ટ્રોલ ઓછુ થાય છે.
    Published by:Niyati Modi
    First published:

    Tags: Captain virat kohli, Happy Birthday

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन