Home /News /lifestyle /ભૂલ્યા વગર રોજ આ સમયે 1 ગ્લાસ ભીંડાનું પાણી પીઓ, કબજીયાતથી લઇને અનેક બીમારીઓ દૂર થશે

ભૂલ્યા વગર રોજ આ સમયે 1 ગ્લાસ ભીંડાનું પાણી પીઓ, કબજીયાતથી લઇને અનેક બીમારીઓ દૂર થશે

જાણો ભીંડાના પાણી પીવાના ફાયદાઓ

benefits of ladies finger water: ભીંડા સ્વાસ્થ્ય માટે અનેક રીતે ફાયદાકારક છે. ભીંડાનું પાણી તમે આ રીતે ઘરે બનાવો છો અને પીઓ છો તો હેલ્થને લગતી અનેક બીમારીઓમાંથી છૂટકારો મળે છે. તો તમે પણ રોજ પીઓ ભીંડાનું પાણી..

    લાઇફ સ્ટાઇલ ડેસ્ક: ભીંડા સ્વાસ્થ્ય માટે અનેક રીતે ફાયદાકારક છે. એમાં પણ ખાસ કરીને તમે ભીંડાનું પાણી પીઓ છો તો હેલ્થને અનેક ઘણાં ફાયદાઓ થાય છે. ભીંડાનું પાણી ઘરે બનાવવું ખૂબ સરળ છે. ભીંડામાં વિટામીન એ, બી, સી, ડી, કેલ્શિયમ, મેગ્નેશિયમ, પોટેશિયમ, ફોસ્ફરસ અને આયર્નથી ભરપૂર હોય છે જે તમારી અનેક બીમારીઓને દૂર કરે છે. ભીંડામાં રહેલા આ ગુણો તમારા શરીરમાં તાકાત લાવવાનું કામ કરે છે. ભીંડામાંથી તમે અનેક પ્રકારની વાનગીઓ બનાવી શકો છો. તો જાણો તમે પણ ભીંડાનું પાણી કેવી રીતે બનાવશો અને આ પાણી પીવાથી શું થાય છે ફાયદાઓ.

    આ પણ વાંચો: શિયાળામાં આ યોગા કરવાથી સ્વાસ્થ્યને થાય છે લાભ

    આ રીતે ઘરે બનાવો ભીંડાનું પાણી


    ભીંડાનું પાણી બનાવવા માટે સૌ પ્રથમ 10 થી 12 ભીંડા લો અને વચ્ચેથી કાપીને આખી રાત બે ગ્લાસ પાણીમાં પલાળી રાખો. બીજા દિવસે સવારમાં ભીંડાને નિચોવીને એનું ગાળીને ગ્લાસમાં પાણી લઇ લો. તો તૈયાર છે ભીંડાનું પાણી.

    રોગપ્રતિકારક શક્તિ વધે


    ભીંડામાં વિટામીન સીનું પ્રમાણ ભરપૂર હોય છે. ભીંડાનું આ પાણી તમે પીઓ છો તો ઇમ્યુનિટી સિસ્ટમ સ્ટ્રોંગ થાય છે. આ પાણી પીવાથી તમે બીમાર ઓછા પડો છો.

    આ પણ વાંચો: રોજ ખાઓ આટલું પપૈયુ અને બચો અનેક બીમારીઓથી

    હાર્ટને હેલ્ધી રાખે


    ભીંડાનું પાણી પીવાથી હાર્ટને તમે હેલ્ધી રાખી શકો છો. ભીંડાના પાણીમાં પેક્ટિન નામનું તત્વ હોય છે જે કોલેસ્ટ્રોલને ઓછુ કરવામાં અને સાથે હાર્ટને હેલ્ધી રાખવામાં મદદ કરે છે.

    ડાયાબિટીસ માટે ફાયદાકારક


    તમને ડાયાબિટીસ છે તો તમે રોજ ભીંડાનું પાણી પીઓ. ભીંડાનું પાણી પીવાથી સુગર કંટ્રોલમાં રહે છે. એક અહેવાલ મુજબ તમને ડાયાબિટીસ છે અને તમે રેગ્યુલર ભીંડાનું પાણી પીઓ છો તો ઇન્સ્યુલીન પણ લેવાની જરૂર પડતી નથી. જો કે ડોક્ટરની સલાહ પછી આ પાણી પીઓ.


    કબજિયાત દૂર થાય

    ભીંડાના પાણીમાં ફાઇબરનું પ્રમાણ ભરપૂર હોય છે. પાણીમાં રહેલું ફાઇબર કબજિયાતની તકલીફ દૂર કરે છે. તમને રોજ સવારમાં પેટ સાફ થતુ નથી તો તમે રોજ આ પાણી પીઓ. આ પાણી પીવાથી પેટ સાફ થઇ જશે.

    નોંધ: ભીંડાનું પાણી તમારે જમવાના અડધો કલાક પહેલાં પીવાનું રહેશે. આ પાણી પીતા પહેલાં તમે ડોક્ટરની સલાહ લઇ લો.
    Published by:Niyati Modi
    First published:

    Tags: Health care tips, Life style

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन