Home /News /lifestyle /માત્ર 15 દિવસમાં વાળની અનેક સમસ્યાઓ દૂર કરો, જાણો આ માટે શું રાખશો ખાસ ધ્યાન

માત્ર 15 દિવસમાં વાળની અનેક સમસ્યાઓ દૂર કરો, જાણો આ માટે શું રાખશો ખાસ ધ્યાન

ખરતા વાળ બંધ કરો

Tips For Healthy Hairs: આજની આ ફાસ્ટ લાઇફની સૌથી મોટી અસર સ્કિન અને હેલ્થ પર થતી હોય છે. આ સાથે જ ફાસ્ટ લાઇફની અસર વાળ પર જોવા મળે છે. આજના આ સમયમાં અનેક લોકો વાળને લગતી સમસ્યાઓથી કંટાળી ગયા છે.

    લાઇફ સ્ટાઇલ ડેસ્ક: સારા, લાંબા અને કાળા વાળ દરેક લોકોની પહેલી પસંદ હોય છે. આજના આ સમયમાં મોટાભાગના લોકો વાળ ખરવાની સમસ્યાથી કંટાળી જતા હોય છે. વાળ ખરવા પાછળ અનેક કારણો જવાબદાર હોય છે. વાળ તૂટવા, વાળ ખરવા, વાળમાં ખોડો થવો આ અનેક સમસ્યાઓ લોકોમાં દિવસેને દિવસે વધી રહી છે. વાળને લગતી સમસ્યાઓ પાછળ અનેક કારણો જવાબદાર છે. આજની આ ફાસ્ટ લાઇફને કારણે પણ અનેક લોકોને વાળને લગતી સમસ્યાઓ થતી હોય છે. જો તમે પણ વાળને લગતી અનેક સમસ્યાઓમાંથી છૂટકારો મેળવવા ઇચ્છો છો તો આ ટિપ્સ તમારા માટે સૌથી બેસ્ટ છે. તો જાણો તમે પણ આ વિશે વધુમાં.

    આ પણ વાંચો: પાંપણોને લાંબી+ભરાવદાર બનાવવા લગાવો આ તેલ

    વાળ ખરવાના કારણ


    વનગ્રીનપ્લેનેટ ડોટ ઓઆરજીમાં છપાયેલી એક ખબર અનુસાર પર્યાવરણ, વાતાવરણ અને વારસાગત કારણોને કારણે વાળની ગુણવત્તા અને સંપૂર્ણ સ્વાસ્થ્યને પ્રભાવિત કરે છે. આનાથી બચવા માટે તમે વાળમાં શેમ્પુ કરવું, કાંસકો ફેરવવો, વાળ સુકાવવા પાછળ અનેક ધ્યાન રાખવુ પડે છે.

    આ સાથે જ તમે વાળમાં કેમિકલ ડાઇ, હેર કલર, હેર ડ્રાયર, હેર હીટ જેવી ટ્રિટમેન્ટ વધારે પ્રમાણમાં લેશો નહીં. આ પ્રકારની ટ્રિટમેન્ટ તમારા વાળને ડેમેજ કરવાનું કામ કરે છે. એવામાં જરૂરી છે કે તમે કેટલાક ન્યુટ્રિએન્ટ્સનું નિયમિત રીતે સેવન કરો.

    આ પણ વાંચો: આ ફ્રૂટ ફેશિયલથી ચહેરા પર આવે છે મસ્ત ગ્લો

    પ્રોટીન


    શરીરમાં પ્રોટીનની ઉણપથી સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ થવા લાગે છે. આ કારણે વાળ પણ વધારે પ્રમાણમાં ખરે છે. પ્રોટીનની ઉણપથી વાળ ખરવા, વાળમાં ખોડો પડવો, વાળ રફ થઇ જેવા જેવી અનેક સમસ્યાઓ થતી હોય છે. આ માટે તમે રૂટિનમાં ટોફુ, બીન્સ, દાળ, નટ્સ જેવી વગેરે વાનગીઓનું સેવન કરો.

    ઝિંક

    ઝિંક પણ વાળ માટે ખૂબ જરૂરી છે. ઝિંક તમારા વાળ અને સ્કૈલ્પને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. વાળમાં ટિશ્યુના વિકાસ માટે ઝિંક મહત્વનો ભાગ ભજવે છે.



    વિટામીન એ

    તમને જાણીને નવાઇ લાગશે કે શરીરમાં વિટામીન એની ઉણપથી વાળ વધુ પ્રમાણમાં ખરવા લાગે છે. આ માટે તમે રૂટિનમાં એવો ખોરાક ખાઓ જેમાંથી તમને વિટામીન એ ભરપૂર પ્રમાણમાં મળી રહે. આ માટે તમે ડાયટમાં ગાજર, શક્કરિયા, સરગવો જેવી અનેક વસ્તુઓને સામેલ કરો.
    Published by:Niyati Modi
    First published:

    Tags: Black Long Hair, Hair care, Life style

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन