Home /News /lifestyle /દરરોજ માત્ર એક ચમચી ખાઓ ચીયા સીડ્સ, ખાસ જાણો કયા સમયે ખાવાથી હેલ્થને થાય છે ફાયદાઓ

દરરોજ માત્ર એક ચમચી ખાઓ ચીયા સીડ્સ, ખાસ જાણો કયા સમયે ખાવાથી હેલ્થને થાય છે ફાયદાઓ

જાણો ચીયા સીડ્સ ખાવાના ફાયદા

Benefits of chia seeds: ચીયા સીડ્સને અનેક લોકો તખમરીયાથી ઓળખતા હોય છે. ચીયા સીડ્સ રોજ તમે એક ચમચી ખાઓ છો તો હેલ્થને અનેક ઘણાં ફાયદાઓ થાય છે. ચીયા સીડ્સ જેટલા ગુણકારી છે એટલું જ એનું પાણી પણ સ્વાસ્થ્ય માટે અસરકારક છે.

    લાઇફ સ્ટાઇલ ડેસ્ક: દરેક લોકો ચીયા સિડ્સ વિશે જાણે છે. ચીયા સીડ્સ અનેક તત્વોથી ભરપૂર હોય છે. ચીયા સિડ્સમાં કેલ્શિયમ, ફોસ્ફરસ, મેગ્નેશિયમ જેવા તત્વો રહેલા છે ડાયાબિટીસ, કેન્સર જેવી અનેક બીમારીઓથી તમને બચાવવાનું કામ કરે છે. ચીયા સિડ્સ તમે અનેક રીતે ખાઇ શકો છો. ચીયા સિડ્સ તમે રોજ સવારમાં એક ચમચી ખાઓ છો તો કેન્સર જેવી અનેક ભયંકર બીમારીઓમાંથી તમે બચી શકો છો. ચીયા સિડ્સ તમારે એક ચમચીથી વધારે ખાવાના નથી. ઘણાં લોકો ચીયા સિડ્સ વધુ પ્રમાણમાં ખાતા હોય છે. જો તમે પણ એક ચમચીથી વધારે ખાઓ છો તો તમારે બંધ કરી દેવા જોઇએ.

    ચિયા સિડ્સ તમારે દરરોજ માત્ર એક જ ચમચી ખાવાના રહેશે. આ ચીયા સીડ્સ તમારે દરરોજ સવારમાં 6 થી 7 વાગ્યાની વચ્ચે ખાવાના રહેશે.  ચીયા સિડ્સને અનેક લોકો તકમરિયા પણ કહેતા હોય છે. તખરમીયાનો ઉપયોગ ફાલુદામાં કરવામાં આવે છે. તો જાણો તમે પણ ચીયા સિડ્સના આ ફાયદાઓ વિશે.

    આ પણ વાંચો: આ રસથી બાળકોને 3 દિવસમાં મટી જાય છે શરદી-ઉધરસ

    • ચિયા સિડ્સ કાળા કલરના હોય છે. આ સિડ્સનો મોટાભાગે સારા પ્રમાણમાં ફાલુદામાં ઉપયોગ થતો હોય છે. તખમરીયાને તમે પાણીમાં નાંખો છો તો એ ફુલે છે અને એ ચીકણાં થઇ જાય છે. આ ચીકાશ તમારી અનેક સમસ્યાઓને દૂર કરવાની તાકાત ધરાવે છે.

    • ચીયા સીડ્સ તમે રોજ એક ચમચી ખાઓ છો તો કેન્સર જેવી મોટી બીમારીથી તમે બચી શકો છો. ચીયા સીડ્સમાં એન્ટી એન્જિંગ ગુણ હોય છે જે કેન્સર સામે લડવામાં મદદરૂપ બને છે.


    આ પણ વાંચો: આ લોકોએ ભૂલથી પણ ના ખાવા જોઇએ મૂળા



      • ચીયા સિડ્સમાં કેલ્શિયમનું પ્રમાણ ભરપૂર હોય છે જે ખાવાથી હાડકાં મજબૂત બને છે. આ માટે તમે ચીયા સિડ્સને રાત્રે 5 થી 6 કલાક માટે પાણીમાં પલાળી રાખો અને પછી સવારમાં પી લો. આ પાણી તમારા હાડકાંને મજબૂત કરવાનું કામ કરે છે.

      • તમને જાણીને નવાઇ લાગશે કે ચીયા સિડ્સમાં આયર્નનું પ્રમાણ બહુ હોય છે જે શરીર માટે સૌથી બેસ્ટ છે.






    • તમારામાં વિટામીન સીની ઉણપ છે તો તમે રોજ એક ચમચી ચીયા સિડ્સ ખાઇ લો. આ તમે કોઇ પણ સમયે ખાઇ શકો છો.

    • કબજિયાતની સમસ્યા છે તો તમે ચીયા સિડ્સને રાત્રે પલાળી દો અને પાણી સાથે ખાઇ લો. આમ કરવાથી કબજિયાત જેવી સમસ્યામાંથી છૂટકારો મળી જાય છે.

    Published by:Niyati Modi
    First published:

    Tags: Health Tips, Life style

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन