Home /News /lifestyle /Glowing Skin Tips: ચહેરા પર તરત નિખાર લાવવા ઘરે બનાવો પપૈયાનો આ ફેસ પેક, ક્યારે નહીં કરાવવું પડે ફેશિયલ
Glowing Skin Tips: ચહેરા પર તરત નિખાર લાવવા ઘરે બનાવો પપૈયાનો આ ફેસ પેક, ક્યારે નહીં કરાવવું પડે ફેશિયલ
આ ફેસ પેકથી ચહેરા પર લાવો તરત ગ્લો
Glowing Skin Tips: ચહેરા પર ગ્લો લાવવા માટે અને ખીલ જેવી અનેક સમસ્યાઓ દૂર કરવા માટે છોકરીઓ અનેક પ્રકારની ટ્રિટમેન્ટ કરાવતી હોય છે. પરંતુ આ બધી ટ્રિટમેન્ટથી લાંબા ગાળે સ્કિનને અનેક પ્રકારનું નુકસાન થાય છે.
લાઇફ સ્ટાઇલ ડેસ્ક: ચહેરા પર ગ્લો લાવવા માટે છોકરીઓ અનેક પ્રકારની બ્યૂટી ટ્રિટમેન્ટ લેતી હોય છે. આ સાથે જ ઘણી છોકરીઓ ઘરેલું નુસ્ખાઓથી પણ પોતાની સ્કિન પર નિખાર લાવતી હોય છે. ઘરેલું નુસ્ખાઓ તમારી સ્કિન પર કોઇ પણ પ્રકારનું નુકસાન થવા દેતા નથી, જ્યારે કેમિકલ પ્રોડક્ટ્સ તમારી સ્કિનને અનેક રીતે નુકસાન પહોંચાડે છે. જો તમે પણ તમારા ચહેરાને ક્લિન કરીને મસ્ત ગ્લો લાવવા ઇચ્છો છો તો આ ઘરેલું ફેસ પેક તમારા માટે સૌથી બેસ્ટ છે. આ પેક તમારી અનેક સમસ્યાઓને દૂર કરવાની તાકાત ધરાવે છે. તો તમે પણ ઘરે બનાવો આ પેક અને લગાવો ચહેરા પર..
પપૈયુ ખાવામાં જેટલું ફાયદાકારક છે એટલું જ સ્કિન માટે બેસ્ટ છે. પપૈયુ ખાવાથી કબજીયાતથી લઇને બીજી અનેક ઘણી સમસ્યાઓ દૂર થાય છે. આ માટે જો તમે ચહેરા પર નેચરલ ગ્લો લાવવા ઇચ્છો છો તો પપૈયાનો આ ફેસ પેક તમારા માટે સૌથી બેસ્ટ છે. આ પેક તમને તરત રિઝલ્ટ આપવાનું કામ કરે છે.
આ રીતે પપૈયામાંથી ફેસ પેક બનાવો
પપૈયામાંથી ફેસ પેક બનાવવા માટે સૌ પ્રથમ એક ચમચી કાચુ દૂધ લો અને એમાં પાંચથી છ પપૈયાના ટુકડા નાંખો. હવે આને બ્લેન્ડરથી ક્રશ કરી લો અને પેસ્ટ બનાવી લો. તો તૈયાર છે પપૈયાનો ફેસ પેક.
પપૈયાનો આ ફેસ પેક લગાવવા માટે સૌ પ્રથમ તમે તમારો ચહેરો પાણીથી ધોઇ લો. ત્યારબાદ આ પેક તમારા ફેસ પર લગાવો અને 20 મિનિટ સુધી રહેવા દો. પેક થોડો સુકાઇ જાય પછી 5 મિનિટ માટે મોં પર મસાજ કરો. હવે ચહેરાને પાણીથી ધોઇ લો. આ પેક તમારે અઠવાડિયામાં ત્રણ વાર લગાવવાનો રહેશે. જો તમે આ પેક રેગ્યુલર ચહેરા પર લગાવો છો તો સ્કિન સોફ્ટ થાય છે.
જાણો ફાયદાઓ
આ પેક ચહેરા પર લગાવવાથી ખીલ દૂર થઇ જાય છે. આ સાથે જ તમારા ચહેરા પર કરચલીઓ પણ પડતી નથી. જો તમે આ ફેસ પેક રેગ્યુલર ચહેરા પર લગાવો છો તો વધતી ઉંમરની અસર દેખાતી નથી.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર