Home /News /lifestyle /કેમિકલ વગર માત્ર 5 રૂપિયામાં આ રીતે ઘરમાંથી ભગાડી દો બધા મચ્છરોને, આ છે દેસી ઉપાયો

કેમિકલ વગર માત્ર 5 રૂપિયામાં આ રીતે ઘરમાંથી ભગાડી દો બધા મચ્છરોને, આ છે દેસી ઉપાયો

ઘરમાંથી મચ્છરો ભગાડો

mosquitoes will disappear: ઘરમાંથી મચ્છરો ભગાડવા માટે આ સૌથી બેસ્ટ રસ્તો છે. આ ઉપાય કેમિકલ ફ્રી છે જે તમારા સ્વાસ્થ્યને કોઇ પણ રીતે નુકસાન પહોંચાડતુ નથી. આ માટે તમે પણ મચ્છરોમાંથી બચવા આ ઉપાય અજમાવો.

    લાઇફ સ્ટાઇલ ડેસ્ક: નવેમ્બર મહિનાની શરૂઆત થઇ ગઇ છે તો પણ મચ્છરોમાંથી છૂટકારો મળતો નથી. મચ્છર કરડવાથી વધતા રોગોનું પ્રમાણ વધી રહ્યું છે જેમાં ખાસ કરીને ડેન્ગ્યુ, ચિકનગુનિયા, વાયરલ તેમજ બીજા અનેક પ્રકારના ઇન્ફેક્શન લોકોમાં જોવા મળી રહ્યા છે. ખાસ કરીને ડેન્ગ્યુ અને ચિકનગુનિયાના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે. આમ, વાત કરીએ તો બજારમાં અનેક પ્રકારના સ્પ્રે એવા મળે છે જેની મદદથી તમે મચ્છરોને ઘરમાંથી બહાર ભગાડી શકો છો અને મચ્છર તમને કરડતા બચી જાય છે. પરંતુ આ ટાઇપના સ્પ્રે તમારા સ્વાસ્થ્યને અનેક રીતે નુકસાન કરે છે. તો આજે અમે તમને એવા ઉપાય વિશે જણાવીશું જેની મદદથી તમે સરળતાથી મચ્છરને ભગાડી શકશો અને સાથે તમે અનેક બીમારીઓથી બચી પણ જશો.

    આ પણ વાંચો: શિયાળામાં ખાઓ આ ફુડ અને રહો હેલ્ધી

    કપૂર


    કપૂરનો ઉપયોગ પૂજામાં કરવામાં આવે છે. કપૂરની મદદથી તમે મચ્છરોમાંથી સરળતાથી છુટકારો મેળવી શકો છો. આ માટે એક બાઉલમાં પાણી લો અને એમાં થોડુ કપૂર નાંખીને રૂમના એક ખુણામાં મુકી દો. આમ કરવાથી કપૂરમાંથી આવતી સુગંધથી મચ્છરો દૂર ભાગે છે.

    અજમો


    અજમો ખાવાનો સ્વાદ વધારે છે અને સાથે-સાથે મચ્છરોને ભગાડવામાં પણ મદદ કરે છે. આ માટે તમે અજમાને પીસી લો અને એમાં થોડુ સરસિયાનું તેલ મિક્સ કરો. આમાં કપડુ પલાળીને ઘરમાં અલગ-અલગ જગ્યાએ મુકી દો. આની સ્મેલથી મચ્છર દૂર ભાગી જશે.

    આ પણ વાંચો: થાઇરોઇડમાંથી રાહત મેળવવા ખાઓ આટલાં શિંગોડા,

    લીમડો


    લીમડો સ્કિન અને હેલ્થ માટે ખૂબ ફાયદાકારક છે. લીમડાના પાન મચ્છરોને સરળતાથી ભગાડે છે. આ માટે તમે મોટા વાસણમાં લીમડાના સુકા પાન ભેગા કરો અને પછી સળગાવો. આમ કરવાથી લીમડાના પાનમાંથી ધુમાડો થશે.



    આ ધુમાડાથી મચ્છરો દૂર ભાગે છે અને તમે અનેક બીમારીઓથી બચી જાવો છો. આ ધુમાડામાં તમે કપૂર પણ નાંખી શકો છો. લીમડો સ્કિન માટે પણ સૌથી બેસ્ટ છે. લીમડાની પેસ્ટ તમે મોં પર લગાવો છો તો ખીલ જેવી અનેક સમસ્યાઓમાંથી છૂટકારો મળે છે.

    તુલસીનો રસ


    તુલસીનો રસ હાથ-પગ પર લગાવીને સુઇ જાવો. આ રસના સુગંધથી મચ્છરો ભાગી જાય છે અને તમને આરામ મળે છે.
    Published by:Niyati Modi
    First published:

    Tags: Life style, Mosquitoes

    विज्ञापन
    विज्ञापन