Home /News /lifestyle /કાળા કુંડાળાથી લઇને દરેક સમસ્યાઓ દૂર કરે છે ખીરા જેલ, આ રીતે બનાવો તમે પણ ઘરે

કાળા કુંડાળાથી લઇને દરેક સમસ્યાઓ દૂર કરે છે ખીરા જેલ, આ રીતે બનાવો તમે પણ ઘરે

ખીરા જેલ સ્કિન માટે છે બેસ્ટ

Tips to make cucumber gel: ખીરાના ફાયદાઓ તો તમે સાંભળ્યા જ હશે, પરંતુ ખીરા કરતા પણ ખીરા જેલ વધારે ફાયદાકારક છે. આ ખીરા જેલ તમે સરળતાથી ઘરે બનાવી શકો છો અનેક સ્કિનન પર નેચરલ ગ્લો પણ લાવી શકો છો.

લાઇફ સ્ટાઇલ ડેસ્ક: ખીરા સ્વાસ્થ્ય માટે અનેક રીતે ફાયદાકારક છે. ખીરાને પાણીનો સૌથી બેસ્ટ સોર્સ માનવામાં આવે છે. ખીરા શરીરની સાથે-સાથે સ્કિનને પણ હાઇડ્રેટ રાખવાનું કામ કરે છે, જેના કારણે ઘણાં બધા લોકો સ્કિન કેરમાં ખીરાનો ઉપયોગ કરતા હોય છે. પરંતુ શું તમે જાણો છો સ્કિન કેર માટે ખીરાની જેલ કેટલી ફાયદાકારક છે? ખીરા જેલ તમે સરળતાથી ઘરે બનાવી શકો છો. ખીરાને સ્કિનનું સૌથી બેસ્ટ મોઇસ્યુરાઇઝિંગ એજન્ટ માનવામાં આવે છે. અનેક પોષક તત્વોથી ભરપૂર ખીરા જેલ આ રીત ઘરે બનાવો તમે પણ. આ સાથે ખાસ જાણો ખીરા જેલના ફાયદાઓ વિશે.

ખીરા જેલ બનાવવાની રીત


ખીરા જેલ બનાવવા માટે સૌ પ્રથમ એક ખીરા લો. આ ખીરાને કટ કરીને મિક્સર જારમાં લઇ લો. ત્યારબાદ આ ખીરામાં બે મોટી ચમચી એલોવેરા જેલ નાંખો. હવે આ સામગ્રીને મિક્સરમાં ક્રશ કરી લો. તો તૈયાર છે ખીરા જેલ.

આ પણ વાંચો: સુગર કંટ્રોલ કરવા આ રીતે ખાઓ મૂળા

આ રીતે ખીરા જેલનો ઉપયોગ કરો


ખીરા જેલ તમે કેવી રીતે લગાવો છો એ બહુ મહત્વનું છે. આ જેલ તમારે રાત્રે ઊંઘતા પહેલા સ્કિન પર લગાવવાની રહેશે. એક નાના બાઉલમાં આ જેલ લો અને આંગળીની મદદથી સ્કિન પર લગાવો. ત્યારબાદ આ જેલ આખી રાત સ્કિન પર રહેવા દો અને સવારમાં ઉઠીને ચોખ્ખા પાણીથી ધોઇ લો. આ ખીરા જેલ તમને સૌથી બેસ્ટ રિઝલ્ટ આપે છે.

ખીરા જેલ લગાવવાના ફાયદા



  • પોષક તત્વોથી ભરપૂર ખીરા જેલમાં વિટામીન એ, વિટામીન સી, પોટેશિયમ અને મેગ્નેશિયમ હોય છે જે સ્કિન માટે સૌથી બેસ્ટ છે.


આ પણ વાંચો: અખરોટના ફોતરાને ફેંક્યા વગર આ રીતે બનાવો હેર સ્પ્રે



    • ખીરા જેલ તમારી સ્કિનને ડીપ ક્લિન કરવાનું કામ કરે છે. આ સાથે જ તમારા ફેસ પર પડેલી કરચલીઓને પણ દૂર કરે છે.

    • આંખો નીચે કાળા કુંડાળા બહુ થઇ ગયા છે તો તમે ખીરા જેલનો ઉપયોગ કરો. આ માટે તમે ખીરા જેલને ડાર્ક સર્કલ્સ પર લગાવો અને 5 મિનિટ માટે મસાજ કરો. આમ કરવાથી સ્કિન ગ્લો કરશે અને કાળા કુંડાળા નીકળી જશે.






  • ખીરા જેલ લગાવવાથી બ્લડ સર્કુલેશન સારું થાય છે.

  • ખીરા જેલ તમે રોજ ચહેરા પર લગાવો છો તો સ્કિન નેચરલ ગ્લો કરે છે.

First published:

Tags: Beauty care, Life style

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો