Home /News /lifestyle /ચહેરા પર નથી આવતો ગ્લો? તો ન્હાયા પછી લગાવો આ વસ્તુ, સ્કિન મસ્ત થઇ જશે

ચહેરા પર નથી આવતો ગ્લો? તો ન્હાયા પછી લગાવો આ વસ્તુ, સ્કિન મસ્ત થઇ જશે

ફેસ પર લગાવો આ વસ્તુ

Tips to take care of skin after bath: ન્હાયા પછી સ્કિનનું અનેક રીતે ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે. જો તમે ન્હાયા પછી સ્કિનની આ રીતે કેર કરો છો તો ચહેરો મસ્ત રહે છે અને સાથે ગ્લો પણ રહે છે.

    લાઇફ સ્ટાઇલ ડેસ્ક: ચહેરાને ગ્લોઇંગ અને ખૂબસુરત બનાવવા માટે બહુ કેર કરવી પડે છે. એવામાં ફેસ પર ઇન્સ્ટન્ટ નિખાર લાવવા માટે આ નાની-નાની બાબતોનું ધ્યાન રાખવુ ખૂબ જરૂરી છે. આ માટે અનેક લોકો ન્હાતી વખતે ચહેરા પર ગ્લો મેન્ટેન કરવા અનેક મોંઘી બ્યૂટી પ્રોડકટ્સનો ઉપયોગ કરતા હોય છે. જો કે લાખ કોશિશો કર્યા પછી પણ ચહેરા પર ગ્લો આવતો નથી. એવામાં ન્હાયા પછી ફેસ પર કેટલીક વસ્તુઓ એપ્લાય કરવાથી તમને બેસ્ટ રિઝલ્ટ મળે છે. આમ, ન્હાયા પછી મોટાભાગનાં લોકો પ્રોપર સ્કિન કેર રૂટિન ફોલો કરતા નથી, જેના કારણે ન્હાયા પછી તમારો ચહેરો ડલ અને ડ્રાય થઇ જાય છે. આ માટે તમે જાણી લો ત્વચા પર નિખાર જાળવી રાખવા કઇ ટિપ્સ ફોલો કરશો.

    આ પણ વાંચો: ભૂલ્યા વગર રોજ આ સમયે 1 ગ્લાસ ભીંડાનું પાણી પીઓ

    ફેશ વોશ કરો


    ન્હાયા પછી અને ન્હાતી વખતે ચહેરાને સારી રીતે ક્લિન કરવો ખૂબ જરૂરી છે. એવામાં ફેશ વોશ માટે હુંફાળા પાણીનો ઉપયોગ કરો. આનાથી તમારા ચહેરાની ગંદકી દૂર થઇ જાય છે. આમ કરવાથી તમારા ફેસ પર નેચરલ ગ્લો આવે છે. ધ્યાન રહે કે તમારે વઘારે ગરમ પાણીનો ઉપયોગ કરવાનો નથી.

    ટિશ્યૂ પેપરથી સાફ કરો


    પાણીથી ચહેરો ધોયા પછી ફેસને ટિશ્યુ પેપરની મદદથી થપથપાવી દો. આમ કરવાથી પાણી સુકાઇ જશે અને ચહેરો ક્લિન થઇ જશે. આમ કરવાથી સ્કિન પરની ખંજવાળ, રેડનેસ દૂર થઇ જાય છે.

    આ પણ વાંચો: ઇન્ટરવ્યૂમાં એક સેકન્ડમાં સિલેક્ટ થવા ફોલો કરો આ ટિપ્સ

    મોઇસ્યુરાઇઝર લગાવો


    ત્વચા પરની સ્કિનની નમીને જાળવી રાખવા મોઇસ્યુરાઇઝર લગાવો. મોઇસ્યુરાઇઝ લગાવવાથી સ્કિન હાઇડ્રેટ રહે છે અને ચહેરા પર નેચરલી ગ્લો આવે છે. એવામાં તમે સ્કિનના ટાઇપ અનુસાર મોઇસ્યુરાઇઝરનો ઉપયોગ કરો.


    સીરમ ટ્રાય કરો


    મોઇસ્યુરાઇઝર એપ્લાય કરવા માટે ફેસ પર સીરમ લગાવો. આનાથી ચહેરાના ઓપન સોર્સ બંધ રાખવામાં મદદ મળે છે. આ સાથે જ સીરમ લગાવવાથી સ્કિન હાઇડ્રેશન મેન્ટેન રહે છે અને ત્વચા લાંબા સમય સુધી ગ્લોંઇગ રહે છે. સીરમ ચહેરા પર મસ્ત રિઝલ્ટ આપે છે. સીરમ લગાવવાથી ચહેરો ગ્લો કરે છે અને સાથે કાળા ડાઘા પણ દૂર થઇ જાય છે. સીરમ તમારી સ્કિનને કોમળ બનાવવાનું કામ કરે છે.
    Published by:Niyati Modi
    First published:

    Tags: Face, Life style, Skin care

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन