Home /News /lifestyle /મોટા અને ફુલેલા હોઠ માટે કરાવો Lip Flip, જાણો લિપ ફ્લિપ અને ડર્મલ ફિલર્સ વચ્ચે શું છે તફાવત

મોટા અને ફુલેલા હોઠ માટે કરાવો Lip Flip, જાણો લિપ ફ્લિપ અને ડર્મલ ફિલર્સ વચ્ચે શું છે તફાવત

જાણો ફુલેલા હોઠની આ ટ્રિટમેન્ટ વિશે

what is lip flip: હોઠ તમારી સુંદરતામાં ચાર ચાંદ લગાવવાનું કામ કરે છે. ઘણાં લોકોના હોઠ બહુ નાના હોય છે જે તમારા ચહેરાની સુંદરતા બગાડે છે. આ માટે હોઠને પ્રોપર શેપ અને મસ્ત કરવા માટે લોકો જાતજાતની ટ્રિટમેન્ટ કરાવતા હોય છે.

    લાઇફ સ્ટાઇલ ડેસ્ક: હોઠ સારા હોય તો ચહેરો મસ્ત લાગે છે. ફુલેલા અને સુંદર હોઠ દરેક લોકોને ગમતા હોય છે. ઘણાં લોકો સર્જરી કરાવીને આ પ્રકારના હોઠ કરાવતા હોય છે. પરંતુ કેટલીક એવી ટિપ્સ હોય છે જેની મદદથી તમે તમારા હોઠને મસ્ત કરી શકો છો. મસ્ત હોઠ તમારી પર્સનાલિટીમાં પણ ચાર ચાંદ લગાવવાનું કામ કરે છે. ડોક્ટર આ માટે બોટોક્સ ઇન્જેક્ટ કરે છે. ઘણાં લોકો આને લિપ ઇન્જેક્શનના નામથી પણ ઓળખે છે, જેમાં ઉપરના હોઠમાં ન્યૂરો ટોક્સિન બોટોક્સને ઇન્જેક્ટ કરવામાં આવે છે. પરંતુ શું આ પક્રિયા કરવી સુરક્ષિત છે? શું આનાથી કોઇ પણ પ્રકારની સાઇડ ઇફેક્ટ્સ થાય? એવામાં ઘણાં બધા પ્રશ્ન તમારા માઇન્ડમાં થાય છે તો આ વિશે જાણી લો તમે પણ શું કહે છે ડોક્ટર...

    આ પણ વાંચો: બાળકને ડેન્ગ્યુ થાય ત્યારે ફાસ્ટ રિકવરી માટે શું ખવડાવશો

    જાણો શું છે લિપ ફ્લિપ?


    ઓનલીમાયહેલ્થ અનુસાર મેક્સ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલના સિનીયર ડાયરેક્ટર ડો મનોજ જોહર અનુસાર લિપ ફ્લિપ ફુલર લિપ્સ લાવવાની એક નોન સર્જીકલ રીત છે જેમાં વ્યક્તિના ઉપરના હોઠમાં બોટોક્સમાં ઇન્જેક્ટ કરવામાં આવે છે અને આનાથી તમારા હોઠ મોટા થયા એવો ભ્રમ થાય છે. આ હોઠના ઉપરના મસલ્સને રિલેક્સ કરે છે. આનાથી ઉપરના હોઠની સાઇઝ ઉપર થાય છે અને સાથે ફ્લિપ થાય છે. રિયલમાં હોઠ મોટો થતો નથી. આમ, સ્માઇલ કરતી વખતે પેઢા દેખાય છે અને એમના આ પક્રિયાથી અનેક લાભ મળી શકે છે.

    આ પણ વાંચો: જાણો હેલ્ધી બેબી માટે આલિયાનો શું હતો ડાયટ પ્લાન

    લિપ ફ્લિપ કે ડર્મલ ફિલર્સ, શું છે સૌથી બેસ્ટ?





      • ડર્મલ ફિલર્સ એવી જેલ હોય છે જે ડોક્ટરની સ્કિનની વોલ્યૂમ, સ્મૂધ લાઇંસ, કરચલીઓ વગેરે રીસ્ટોર કરવામાં ઇજેક્ટ કરે છે. આ પણ ઇન્જેક્શન હોય છે જે નોન સર્જરી મેથડથી લગાવવામાં આવે છે.

      • ડર્મલ ફિલરનું સૌથી પોપ્યુલર પ્રકાર હાઇલ્યુરોનિક એસિડ છે. આ એસિડ શરીરમાં પ્રાકૃતિક રૂપથી મળે છે. આ સ્કિનમાં વોલ્યુમ અને મોઇસ્યુરાઇઝર કંટ્રોલ કરવામાં મદદ કરે છે. જ્યારે ડોક્ટર્સ આ સરળ રીતે સ્કિનમાં ઇન્જેક્ટ કરે છે તો આનાથી હોઠના વોલ્યુમમાં એક વધારો થાય છે જેના કારણે ફુલર લિપ્સ મળે છે.






    • લિપ ફ્લિપ ડર્મલ ફિલરની ઓછુ ઇનવેસિવ અને મોંધી ટ્રિટમેન્ટ છે. આનું પ્રભાવ બહુ ઓછા સમય સુધી રહે છે. માત્ર 6 થી 18 મહિના સુધી તમે આનું રિઝલ્ટ જોઇ શકો છો.

    Published by:Niyati Modi
    First published:

    Tags: Beauty care, Life style

    विज्ञापन
    विज्ञापन