Home /News /lifestyle /બદામ, દહીં અને હળદરથી દૂર કરો ટેન સ્કિન, જાણો ફેસ પર લગાવવાની સાચી રીત અને મેળવો છૂટકારો

બદામ, દહીં અને હળદરથી દૂર કરો ટેન સ્કિન, જાણો ફેસ પર લગાવવાની સાચી રીત અને મેળવો છૂટકારો

ટેન સ્કિનમાંથી છૂટકારો મેળવો

face pack for tan skin: શિયાળાની ઠંડીની સૌથી મોટી અસર સ્કિન પર થાય છે. આ શિયાળામાં સ્કિન ટેન થવાના ચાન્સિસ વધારે હોય છે. આ સાથે જ ઘણાં લોકોની સ્કિન વધુ પ્રમાણમાં ડ્રાય થઇ જતી હોય છે.

    લાઇફ સ્ટાઇલ ડેસ્ક: બદલાતા વાતાવરણની સૌથી મોટી અસર સ્કિન અને હેલ્થ પર થાય છે. એમાં પણ શિયાળાની ઠંડીની સૌથી વઘારે અસર સ્કિન પર જલદી થાય છે. શિયાળામાં સ્કિન પર ડ્રાયનેસ અને ટેનિંગની સમસ્યા વધારે થવા લાગે છે, કારણકે આ સિઝનમાં મોટાભાગના લોકો તડકામાં બેસવાનું પસંદ કરતા હોય છે જેના કારણે સ્કિન ટેન થવા લાગે છે. ટેનમાંથી રાહત મેળવવા માટે તમે આ પેકનો ઉપયોગ કરો છો તો સૌથી બેસ્ટ છે. આ પેક તમારી સ્કિનને કોમળ અને ટેન ફ્રી બનાવે છે. આ ઘરેલું ઉપાયો અજમાવશો તો કોઇ પણ પ્રકારના કેમિકલ પ્રોડક્ટસની જરૂર નહીં પડે. તો જાણો આ વિશે તમે પણ.

    આ પણ વાંચો: બ્રેસ્ટની સાઇઝ વધારે છે? તો આ રીતે ડુંગળી ઘસો

    બદામ, દહીં અને હળદરમાંથી ફેસ પેક બનાવો


    તમે ટેનિંગની સમસ્યામાંથી રાહત મેળવવા બદામ, હળદર અને દહીંના મિશ્રણનો ઉપયોગ કરી શકો છો. બદામમાં મળતા પોષક તત્વો તમારી સ્કિનને લગતી અનેક સમસ્યાઓમાંથી રાહત આપે છે.

    આ રીતે બનાવો



    • આ પેક બનાવવા માટે સૌ પ્રથમ એક વાસણ લો અને એમાં 4 ચમચી દહીં નાંખો.

    • ત્યારબાદ આમાં બે ચમચી હળદર અને 3 બદામ પીસીને મિક્સ કરો.

    • હવે આ મિશ્રણને બરાબર મિક્સ કરી લો.

    • તો તૈયાર છે ફેસ પેક.


    આ પણ વાંચો: આ ફની જોક્સ વાંચીને હસી પડશો ખડખડાટ

    આ રીતે ફેસ પર લગાવો



    • આ ફેસ પેક લગાવતા પહેલાં ચહેરાને ચોખ્ખા પાણીથી ધોઇ લો.

    • પછી આ પેક લગાવો અને 15 મિનિટ સુધી રહેવા દો.

    • 15 મિનિટ રહીને 5 મિનિટ સુધી મસાજ કરો અને પછી ચોખ્ખા પાણીથી મોં ઘોઇ લો.

    • ટેનની સમસ્યામાંથી તમને છૂટકારો મળી જશે.


    જાણો શું થશે ફાયદાઓ


    આ ફેસ પેક તમે સરળતાથી ઘરે બનાવી શકો છો. આ પેક બનાવવા માટે તમારે વધારે મહેનતની જરૂર પડતી નથી. આ પેકમાંથી મળી રહેતા જરૂરી પોષક તત્વો તમારી ટેન સ્કિનને દૂર કરવાનું કામ કરે છે.



    આ સાથે જ તમારી સ્કિનને કોમળ બનાવવાનું કામ કરે છે. શિયાળામાં આ પેક તમે અઠવાડિયામાં ત્રણ વાર લગાવી શકો છો. આ પેક તમારા ચહેરાને ક્લિન કરવાનું કામ કરે છે અને સાથે ડ્રાયનેસ દૂર કરે છે.
    Published by:Niyati Modi
    First published:

    Tags: Beauty, Beauty care, Life style

    विज्ञापन
    विज्ञापन