Home /News /lifestyle /આ સમયે સ્કિન પર લગાવો બેબી ઓઇલ, જાણો એપ્લાય કરતા પહેલાં શું રાખશો ખાસ ધ્યાન

આ સમયે સ્કિન પર લગાવો બેબી ઓઇલ, જાણો એપ્લાય કરતા પહેલાં શું રાખશો ખાસ ધ્યાન

બેબી ઓઇલ લગાવવાની સાચી રીત

Baby oil using tips: શિયાળાની ઠંડીમાં સૌથી મોટી સમસ્યા સ્કિન ડ્રાય થઇ જવાની રહેતી હોય છે. સ્કિન ડ્રાય થવાને કારણે ખંજવાળ બહુ આવે છે અને સાથે ચામડી પણ ઉખડવા લાગે છે. સ્કિનને સુંવાળી કરવા માટે લોકો બેબી ઓઇલનો ઉપયોગ કરતા હોય છે.

    લાઇફ સ્ટાઇલ ડેસ્ક: બેસ્ટ સ્કિન કેર રૂટિન ફોલો કરવા માટે મોટાભાગનાં લોકો કેમિકલ યુક્ત પ્રોડક્ટસ એવોઇડ કરતા હોય છે. એવામાં ઘણાં લોકો નેચરલ પ્રોડક્ટ્સથી પોતાની સ્કિનની કેર કરતા હોય છે. આ સાથે જ ઘણાં લોકો સ્કિન કેરમાં બેબી પ્રોડક્ટસનો ઉપયોગ કરતા હોય છે અને આને સૌથી બેસ્ટ ઉપાય માનતા હોય છે. કેમિકલ ફ્રી બેબી પ્રોડક્ટસ ત્વચા માટે અનેક રીતે ફાયદાકારક છે. પરંતુ બેબી ઓઇલ લગાવતા પહેલા કેટલીક બાબતોનું ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે. ખાસ કરીને શિયાળામાં સ્કિન ડ્રાય થઇ જાય છે જેને દૂર કરવા માટે બેબી ઓઇલનો લોકો ઉપયોગ કરતા હોય છે.

    આ પણ વાંચો: રૂટિનમાં થતી આ ભૂલોથી તમે બનો છો કેન્સરનો ભોગ

    તમને એક વાત એ જણાવી દઇએ કે ત્વચા પર બેબી ઓઇલ લગાવવાથી ઘણી સાઇડ ઇફેક્ટ્સ પણ થઇ શકે છે. એવામાં તમારે બેબી ઓઇલ લગાવવાની સાચી રીત જાણી લેવી ખૂબ જરૂરી છે. જો તમે આ પ્રોપર રીતે બેબી ઓઇલ લગાવશો તો કોઇ નુકસાન નહીં થાય અને સ્કિન મસ્ત થશે.

    બેબી ઓઇલ લગાવવાની રીત


    ઘણાં લોકો બેબી ઓઇલને ચહેરા પર ડાયરેક્ટ એપ્લાય કરે છે, જેના કારણે ફેસ પર રહેલી ડર્ટ પાર્ટિકલ્સ ત્વચા પર એલર્જી અને રિએક્શનનું કારણ બની શકે છે. આ માટે ચહેરાને ફેશ વોશની મદદથી સારી રીતે પહેલાં ધોઇ લો અને પછી બેબી ઓઇલ લગાવો.

    ઓઇલી સ્કિન પર લગાવશો નહીં


    ઓઇલી સ્કિન પર બેબી ઓઇલ લગાવવાથી સ્કિનને અનેક પ્રકારનું નુકસાન થઇ શકે છે. આ માટે સ્કિન ટાઇપ ઓઇલી હોય તો બેબી ઓઇલનો ઉપયોગ ક્યારે પણ કરશો નહીં. આનાથી તમારા ફેસ પર સાઇડ ઇફેક્ટ્સ થઇ શકે છે અને સાથે ક્લોગ પોર્સની સમસ્યા જોવા મળે છે.

    આ પણ વાંચો: પાતળી આઇબ્રોને ભરાવદાર બનાવો આ ઘરેલું ઉપાયોથી

    બેબી ઓઇલનો ઉપયોગ


    ઘણી વાર ફેસ પર એક્સ્ટ્રા ઓઇલ ઘણું વધી જાય છે. એવામાં ચહેરા પર બેબી ઓઇલ લગાવવાથી ત્વચા ગ્રીસી થવા લાગે છે. આ માટે બેબી ઓઇલ લગાવ્યા પછી ચહેરા પર મસાજ કરો. આમ કરવાથી તમારો ફેસ ઓઇલી રહેશે નહીં. આ સાથે જ ચહેરા પરના કાળા ડાધા અને વ્હાઇટહેડ્સ થવાના ચાન્સિસ પણ ઓછા થઇ જશે.


    બેબી ઓઇલ લગાવવાનો સમય


    બેબી ઓઇલ દિવસે નહીં પરંતુ રાત્રે ઊંઘતા પહેલા લગાવવું જોઇએ. ત્યારબાદ સવારમાં ઉઠતાની સાથે મોં ધોઇ લો અને કોરા કપડાથી લૂંછી લો.
    Published by:Niyati Modi
    First published:

    Tags: Beauty care, Life style

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन