Home /News /lifestyle /ન્હાતી વખતે આ નેચરલ ઉબટન લગાવો શરીર પર, શિયાળામાં સ્કિન મુલાયમ અને ચમકદાર રહેશે

ન્હાતી વખતે આ નેચરલ ઉબટન લગાવો શરીર પર, શિયાળામાં સ્કિન મુલાયમ અને ચમકદાર રહેશે

શિયાળામાં આ ઉબટન લગાવો

Skin Care Tips for Winter: શિયાળામાં મોટાભાગના લોકોની સ્કિન ડ્રાય થઇ જતી હોય છે. આ સાથે જ શિયાળામાં ખંજવાળ, સ્કિન લાલ થઇ જવી જેવી અનેક સમસ્યાઓ થતી હોય છે. આ માટે શિયાળામાં સ્કિનનું અનેક રીતે ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે.

    લાઇફ સ્ટાઇલ ડેસ્ક: ન્હાતી વખતે મોટાભાગના લોક સાબુ અને બોડી વોશનો ઉપયોગ કરતા હોય છે. પરંતુ તમને જણાવી દઇએ કે શિયાળામાં સામાન્ય રીતે સ્કિન ડ્રાય થઇ જાય છે. ડ્રાય સ્કિનને કારણે અનેક પ્રોબ્લેમ્સ થવા લાગે છે. ડ્રાય સ્કિનમાં ખંજવાળ પણ વધારે થાય છે. આ માટે ડ્રાય સ્કિનને કોમળ બનાવવી ખૂબ જરૂરી છે. શિયાળામાં તમારી સ્કિન પણ રફ એન્ડ ડ્રાય થઇ ગઇ છે તો આ નેચરલ ઉબટન તમારા માટે સૌથી બેસ્ટ છે. આ નેચરલ ઉબટનથી તમારી સ્કિન શિયાળામાં મસ્ત થઇ જશે અને સાથે નેચરલ ગ્લો પણ આવશે. આમ, જો તમે શિયાળામાં ન્હાતી વખતે આ ઉબટનનો ઉપયોગ કરો છો તો તમારી સ્કિન બહુ મસ્ત થઇ જશે.

    આ પણ વાંચો: ક્યાંક તમે તો ખોટી બ્રા પહેરતા નથી ને?

    સંતરાની છાલમાંથી ઉબટન બનાવો


    સંતરાની છાલમાંથી ઉબટન તૈયાર કરવા માટે સૌથી પહેલા સંતરાની છાલને તડકામાં સુકવીને એનો મિક્સરમાં પાવડર બનાવી લો. આ માટે એક ચમચી સંતરાની છાલ, બે ચમચી બેસન, એક મચચી ચંદનનો પાવડર, બે ચમચી દૂધ અને ચપટી હળદર લઇને આ બધુ બરાબર મિક્સ કરી લો.

    હવે આ ઉબટનને ફેસ અને ગરદન પર લગાવો અને 20 મિનિટ સુધી હળવા હાથે સ્ક્રબ કરો. ત્યારબાદ ચોખ્ખા પાણીથી મોં ધોઇ લો. તમે આ ઉબટન રોજ ન્હાતી વખતે આખા શરીર પર લગાવો છો તો સ્કિન ડ્રાય નહીં થાય અને સાથે કોમળ થશે. આ ઉબટન દરેક સ્કિન ટાઇપના લોકો લગાવી શકે છે.

    આ પણ વાંચો: માત્ર 15 દિવસમાં વાળની અનેક સમસ્યાઓ દૂર કરો

    ચોખામાંથી ઉબટન બનાવો


    ચોખામાંથી ઉબટન બનાવવા માટે સૌ પ્રથમ એક ચમચી ચોખાના લોટ લો અને એમાં એક ચમચી મધ, એક ચમચી એલોવેરા જેલ, એક ચમચી ગુલાબ જળ અને અડધી ચમચી હળદર મિક્સ કરો. આ પેસ્ટ ગરદન, કોણી અને ઢીંચણ પરની કાળાશને દૂર કરવાનું કામ કરે છે.



    ચોખાની આ પેસ્ટ તમે રોજ ન્હાતા સમયે લગાવો છો તો સૌથી બેસ્ટ છે. આ પેસ્ટ તમે સ્કિન પર લગાવો અને 10 મિનિટ સુધી રહેવા દો. ત્યારબાદ હુંફાળા પાણીથી સ્નાન કરી લો. આ ઉબટન તમારી સ્કિન પર નેચરલ ગ્લો લાવવાનું કામ કરે છે. આ ઉબટનનો તમે રોજ ઉપયોગ પણ કરી શકો છો.
    Published by:Niyati Modi
    First published:

    Tags: Life style, Skin Care Tips, Winter

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन