Home /News /lifestyle /Makeup hacks: ઘરમાં પડેલી આ નેચરલ વસ્તુથી મેક અપ રિમૂવ કરો, સ્કિન મસ્ત સોફ્ટ-સોફ્ટ થઇ જશે
Makeup hacks: ઘરમાં પડેલી આ નેચરલ વસ્તુથી મેક અપ રિમૂવ કરો, સ્કિન મસ્ત સોફ્ટ-સોફ્ટ થઇ જશે
ઘરેલું વસ્તુથી મેક અપ રિમૂવ કરો
Makeup Hacks: દરેક છોકરીઓને મેક અપ કરવાનો શોખ હોય છે. મેક અપ કર્યા પછી એને યોગ્ય રીતે રિમૂવ કરવો ખૂબ જરૂરી છે. જો તમે મેક અપ રિમૂવ કરવા માટે કેમિકલ પ્રોડક્ટ્સનો ઉપયોગ કરો છો તો હવેથી બંધ કરી દેજો.
લાઇફ સ્ટાઇલ ડેસ્ક: મોટાભાગના લોકો રેગ્યુલર રીતે મેક અપ રિમૂવ કરવા માટે કેમિકલ પ્રોડક્ટ્સનો ઉપયોગ કરતા હોય છે. આ કેમિકલ પ્રોડક્ટ્સથી સ્કિનને અનેક ઘણી સાઇડ ઇફેક્ટ થાય છે. એક રિસર્ચમાં જાણવા મળ્યુ છે કે જે લોકો આલ્કોહોલ બેસ્ડ મેક અપ રિમૂવરનો ઉપયોગ કરે છે એની સ્કિન વધુ પ્રમાણમાં ડ્રાય થવા લાગે છે. ડ્રાય સ્કિનને કારણે ફેસ પર અનેક ઘણી તકલીફો થવા લાગે છે. કેમિકલ પ્રોડક્ટ્સને કારણે સ્કિન પર પિંપલ્સ અને એક્ને જેવી સમસ્યા થાય છે. આ માટે જો તમે મેક અપને નેચરલ રીતે રિમૂવ કરો છો તો સ્કિન કોમળ થાય છે અને સાથે અનેક સમસ્યાઓમાંથી પણ તમને રાહત મળે છે. તો જાણો આ ઘરેલું મેક અપ વિશે..
બેબી ઓઇલ મેક અપ દૂર કરવા માટે સૌથી બેસ્ટ છે. બાળકો માટે બનાવવામાં આવતી પ્રોડક્ટ્સમાં કેમિકલનો એકદમ ઓછો યુઝ થાય છે જેના કારણે સ્કિન જેન્ટલી ટ્રિટ કરી શકે છે જેના કારણે તમે સરળતાથી મેક અપ રિમૂવ કરી શકો છો.
મેક અપ દૂર કરવા માટે કાચુ દૂધ સૌથી બેસ્ટ છે. કાચુ દૂધ એટલે કે ઠંડુ કર્યા વગરનું દૂધ. આ માટે તમે એક નાની વાટકીમાં દૂધ લો અને એમાં કોટન બોલ્સને ડુબાડીને મેક અપ રિમૂવ કરો. આ રીતે તમે મેક અપ રિમૂવ કરો છો તો તમારી સ્કિનને કોઇ પણ પ્રકારનું નુકસાન થતુ નથી. કાચુ દૂધ તમારી સ્કિન પર ગ્લો લાવવાનું પણ કામ કરે છે.
નારિયેળ તેલ
નારિયેળ તેલનો યુઝ તમે અનેક રીતે ઉપયોગ કરી શકો છો. નારિયેળ તેલ સ્કિન અને હેલ્થ માટે ખૂબ ઉપયોગી છે. નારિયેળ તેલથી તમે મેક અપને સરળતાથી દૂર કરી શકો છો. આ માટે તમે એક વાટકીમાં નારિયેળ તેલ લો અને ચહેરા પર લગાવો. ત્યારબાદ કોટનની મદદથી ચહેરા પર 2 મિનિટ માટે મસાજ કરો. આમ કરવાથી મેક અપ રિમૂવ થઇ જાય છે અને સ્કિન પણ મસ્ત થાય છે. નારિયેળ તેલ સ્કિનન પરનું ઓઇલ પણ દૂર કરે છે.
Published by:Niyati Modi
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર