Home /News /lifestyle /Beauty Tips: પાતળી આઇબ્રોને ભરાવદાર+આકર્ષક બનાવો આ ઘરેલું ઉપાયોથી, ફેસ મસ્ત લાગશે

Beauty Tips: પાતળી આઇબ્રોને ભરાવદાર+આકર્ષક બનાવો આ ઘરેલું ઉપાયોથી, ફેસ મસ્ત લાગશે

આઇબ્રોને ભરાવદાર બનાવો

Home remedies for thicker eyebrows: આઇબ્રો તમારા લુકમાં ચાર ચાંદ લગાવવાનું કામ કરે છે. આઇબ્રો સારી હોય તો ફેસ મસ્ત લાગે છે અને સાથે તમારી પર્સનાલિટી પણ મસ્ત પડે છે. અનેક લોકોને ભરાવદાર અને આકર્ષક આઇબ્રો ગમતી હોય છે.

    લાઇફ સ્ટાઇલ ડેસ્ક: ખૂબસુરત ચહેરો જ નહીં, પરંતુ ભરાવદાર અને આકર્ષક આઇબ્રો દરેક લોકોને ગમતી હોય છે. દરેક મહિલા ઇચ્છે છે કે એની આઇબ્રોનો શેપ મસ્ત હોય. આઇબ્રો મસ્ત હોય તો ફેસ મસ્ત લાગે છે. આઇબ્રો સારી હોય તો તમારા લુકમાં ચાર ચાંદ લગાવે છે. પરંતુ ઘણી બધી છોકરીઓની આઇબ્રો બહુ જ પાતળી હોય છે. આ સાથે જ આઇબ્રો પાતળી હોય તો લુક પણ સારો લાગતો નથી. આ માટે આઇબ્રોને તમે જાડી અને ભરાવદાર કરવા ઇચ્છો છો તો આ ઘરેલું ઉપાયો તમારા માટે સૌથી બેસ્ટ છે. તો નજર કરી લો તમે પણ આ ઉપોય પર..

    તમે એલોવેરા જેલનો ઉપયોગ આઇબ્રો પર કરો છો તો આઇબ્રો મસ્ત થાય છે. આ માટે તમે થોડી એલોવેરા જેલ અને આંગળીઓની મદદથી આઇબ્રો પર લગાવો. ત્યારબાદ 5 મિનિટ સુધી આઇબ્રો પર મસાજ કરો. આમ કરવાથી આઇબ્રો ભરાવદાર અને આકર્ષક થાય છે. એલોવેરા જેલ તમે સ્કિન પર પણ લગાવી શકો છો.

    આ પણ વાંચો: ક્યાંક તમે તો ખોટી બ્રા પહેરતા નથી ને?

    ઓલિવ ઓઇલ


    તમે ઓલિવ ઓઇલની મદદથી પણ આઇબ્રોને ભરાવદાર કરી શકો છો. રાત્રે ઊંઘતા પહેલાં તમે આઇબ્રો પર ઓલિવ ઓઇલ લગાવો અને મસાજ કરો. આ માટે તમે હથેળીમાં ઓલિવ ઓઇલ લો અને આંગળીઓની મદદથી આઇબ્રો પર 5 થી 10 મિનિટ માટે મસાજ કરો. રોજ તમે રાત્રે ઊંઘતા પહેલા આ રીતે મસાજ કરો છો તો આઇબ્રો મસ્ત થઇ જાય છે.

    આ પણ વાંચો: સરસિયાનું તેલ અસલી છે કે બનાવટી? આ રીતે ચેક કરો

    કાચુ દૂધ


    કાચા દૂધનો ઉપયોગ પણ તમે આઇબ્રો પર કરી શકો છો. આ માટે તમે એક વાટકીમાં કાચુ દૂધ લો અને રૂની મદદથી આઇબ્રો પર લગાવો. કાચુ દૂધ લગાવવાથી આઇબ્રોના વાળ કાળા થાય છે. જો તમે રેગ્યુલર કાચુ દૂધ આઇબ્રો પર લગાવો છો તો તમારા વાળ ભરાવદાર અને આકર્ષક થાય છે. આ ટાઇપની આઇબ્રો તમને મસ્ત લુક આપે છે.


    ડુંગળીનો રસ


    ડુંગળીનો રસ સ્કિન અને વાળ માટે સૌથી બેસ્ટ છે. આ માટે તમે ડુંગળીનો રસ મિક્સરમાં કાઢી લો અને પછી આઇબ્રો પર 5 મિનિટ માટે મસાજ કરો. આમ કરવાથી આઇબ્રો ભરાવદાર અને કાળી બને છે.
    Published by:Niyati Modi
    First published:

    Tags: Beauty, Benifits of Milk, Life style

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन