Home /News /lifestyle /પિરીયડ્સના 5 દિવસ પહેલાં ચહેરા પર લગાવો આ પેસ્ટ, પરુંવાળા અને મોટા ખીલ થતા બંધ થઇ જશે

પિરીયડ્સના 5 દિવસ પહેલાં ચહેરા પર લગાવો આ પેસ્ટ, પરુંવાળા અને મોટા ખીલ થતા બંધ થઇ જશે

પિરીયડ્સ સમયે ખીલ પર લગાવો આ પેસ્ટ

Period Acne: અનેક છોકરીઓને પિરીયડ્સ સમયે ખીલ થતા હોય છે. પિરીયડ્સ સમયે થતા ખીલમાંથી છૂટકારો મેળવવો ખૂબ જરૂરી છે. ઘણી છોકરીઓને આ સમયે પરુવાળા અને મોટા ખીલ થતા હોય છે જે પર્સનાલિટી ખરાબ કરે છે.

    લાઇફ સ્ટાઇલ ડેસ્ક: અનેક લોકોને ચહેરા પર ખીલ થતા હોય છે. ખીલ તમારા ચહેરાની પર્સનાલિટીને ખરાબ કરવાનું કામ કરે છે. ખીલને દૂર કરવા ખૂબ જરૂરી છે. મોં પર થતા ખીલને દૂર કરવા માટે અનેક છોકરીઓ અને છોકરાઓ જાતજાતની ટ્રિટમેન્ટ કરાવે છે. આ ટ્રિટમેન્ટ લાંબા ગાળે સ્કિનને અનેક રીતે નુકસાન કરે છે. અનેક બોલિવૂડ સેલેબ્સ આ પ્રકારની ટ્રિટમેન્ટ કરાવતા હોય છે, પરંતુ તમે જોતા હશો તો તમને ખ્યાલ હશે કે આ ટ્રિટમેન્ટની લાંબા સમયે એમની પર સાઇડ ઇફેક્ટ થાય છે. આ પ્રકારની ટ્રિટમેન્ટ કરાવવાથી વધતી ઉંમરની અસર જલદી ફેસ પર દેખાઇ આવે છે. તો જાણો તમે પણ ઘરેલું ઉપાયોથી કેવી રીતે ખીલમાંથી છૂટકારો મેળવશો.

    આ પણ વાંચો: આ છે Black Alkaline Waterના 5 હેલ્થ બેનેફિટ્સ

    • અનેક મહિલાઓને પિરીયડ્સ સમયે ખીલ થતા હોય છે. તમને પણ પિરીયડ્સ સમયે ખીલ થાય છે તો તમે આ સમયે એલોવેરા જેલનો ઉપયોગ કરો. એલોવેરા જેલ તમારા ખીલને દૂર કરવાનું કામ કરે છે. આ માટે તમે એક પ્લેટમાં એલોવેરા જેલ લઇ લો. આ જેલથી તમે ખીલ પર 1 મિનિટ માટે મસાજ કરો. આ મસાજ કરવાથી ખીલ દૂર થઇ જશે અને રાહત થઇ જશે.

    • પિરીયડ્સ સમયે તમને બહુ મોટા-મોટા અને પરુંવાળા ખીલ થાય છે તો તમે એક ચમચી વિનેગર લો અને એમાં એક ચમચી પાણી મિક્સ કરો. હવે આ મિશ્રણને બરાબર મિક્સ કરી લો અને ચહેરા પર લગાવો. આ મિશ્રણ તમારે પિરીયડ્સના પાંચ દિવસ પહેલા લગાવવાનું રહેશે. પિરીયડ્સ પહેલાં તમે આ પેસ્ટ ચહેરા પર લગાવો છો તો ખીલ નહીં થાય અને પરું પણ નહીં નિકળે.


    આ પણ વાંચો: શરીરમાં રહેલી ગંદકીને બહાર કાઢવા પીઓ આ ચા



      • પિરીયડ્સ સમયે ભરપૂર પાણી પીઓ. ભરપૂર પાણી પીવાથી શરીર ડિટોક્સ થાય છે જેના કારણે ખીલ જેવી સમસ્યા થતી નથી. ઘણી છોકરીઓ પિરીયડ્સ સમયે બહુ ઓછુ પાણી પીવે છે જેના કારણે ખીલ વધારે થાય છે. આ માટે પિરીયડ્સમાં થાવો ત્યારે ખાસ કરીને પાણી વધારે પીવાનું રાખો.








    • પિરીયડ્સના દિવસોમાં ચહેરા પર થતા ખીલને દૂર કરવા માટે તજ અને લીંબુ સૌથી બેસ્ટ છે. આ માટે તમે એક ચમચી તજનો પાવડર લો અને એમાં બે ટીપાં લીંબુનો રસ નાંખો. હવે આ પેસ્ટને ખીલ પર લગાવો અને 10 મિનિટ રહીને ચહેરો ધોઇ નાંખો. આમ કરવાથી ખીલ દૂર થઇ જશે.

    Published by:Niyati Modi
    First published:

    Tags: Life style, Periods, Pimples

    विज्ञापन
    विज्ञापन