Home /News /lifestyle /બીજાનો મેક અપ બ્રશ યુઝ કરવાથી ખીલ+ફોલ્લીઓ થાય છે, જાણો બીજી સાઇડ ઇફેક્ટ્સ

બીજાનો મેક અપ બ્રશ યુઝ કરવાથી ખીલ+ફોલ્લીઓ થાય છે, જાણો બીજી સાઇડ ઇફેક્ટ્સ

મેક અપ બ્રશ ટિપ્સ

Makeup Brush tips: મોટાભાગની છોકરીઓ મેક અપ બ્રશનો યુઝ કરતી હોય છે. મેક અપ કરતી ખાસ કરીને આ બ્રશનો ઉપયોગ કરવામાં આવે છે. જો કે ઘણાં લોકોને બીજાનાં મેક અપ બ્રશ યુઝ કરવાની આદત હોય છે.

    લાઇફ સ્ટાઇલ ડેસ્ક: આજનાં આ સમયમાં મોટાભાગની છોકરીઓ મેક અપ કરતી હોય છે. મેક અપ કરતી વખતે બ્રશનો ઉપયોગ કરવામાં આવે છે. મેક અપ કરતી વખતે અલગ-અલગ પ્રકારના બ્રશ યુઝ થતા હોય છે. આમ, જો વાત કરવામાં આવે તો દિવસેને દિવસે મેક અપનો યુઝ વધતો જાય છે, પરંતુ અનેક છોકરીઓ મેક અપનો બ્રશ બીજાનો યુઝ કરતી હોય છે. જો તમે મેક અપ બ્રશ બીજાનો વાપરો છો તો અનેક પ્રકારની સાઇડ ઇફેક્ટ્સ થવાના ચાન્સિસ વધી જાય છે. આમ, જાણો તમે પણ બીજાનો મેક અપ બ્રશ યુઝ કરવાથી શું થાય છે સ્કિનને નુકસાન.

    • બીજાનો બ્રશ યુઝ કરવાથી સ્કિન પ્રોબ્લેમ્સ થવાના ચાન્સિસ વધી જાય છે.

    • તમને ખીલ જેવી સમસ્યા થાય છે તો તમારે ક્યારે પણ બીજાનો બ્રશ યુઝ કરવો જોઇએ નહીં. આ સમયે બીજાનો બ્રશ યુઝ કરવાથી ખીલની સમસ્યા વધવા લાગે છે અને સાથે ચહેરો ગંદો લાગે છે.


    આ પણ વાંચો: નોન સ્ટીક વાસણોથી થાય છે આ 6 ભયંકર નુકસાન

    • મેક અપ બ્રશ તમે ગમે તેટલો સાફ કરો તો પણ એમાં થોડી ડસ્ટ તો હોય જ. આમ, જ્યારે તમે બીજાનો મેક અપ બ્રશ યુઝ કરો છો ત્યારે આ ડસ્ટ તમારા ફેસ પર લાગવાના ચાન્સિસ વધે છે જેના કારણે સ્કિન ડેમેજ થાય છે.

    • મેક અપ હંમેશા પોતાનો વાપરવાનો આગ્રહ રાખો જેથી કરીને કોઇ પણ પ્રકારની સાઇડ ઇફેક્ટ ના થાય. બીજાનો બ્રશ યુઝ કરવાથી તમારી સ્કિન પર ફોલ્લીઓ થવાના ચાન્સિસ વધી જાય છે.


    આ પણ વાંચો: ક્યાંક તમે તો ખોટી બ્રા પહેરતા નથી ને?

    મેક અપ બ્રશ યુઝ કર્યા પહેલાં અને પછી રાખો ધ્યાન





      • જ્યારે પણ તમે તમારો બ્રશ ઉપયોગમાં લો છો ત્યારે ખાસ કરીને પહેલાં એને સાફ કરી લો. આ માટે તમારે ભીના કપડાંથી કે ભીના ટીશ્યુનો ઉપયોગ કરવાનો નથી.

      • મેક અપ બ્રશ હાથમાં લો ત્યારે એમાંથી ધૂળ અને પહેલાનાં મેક અપને સાફ કરી લો, નહિં તો સ્કિન પ્રોબ્લેમ્સ થવાના ચાન્સિસ વધી જાય છે.






    • મેક અપ બ્રશ યુઝ કર્યા પછી એને સાફ કરીને પાછો મુકો.

    • મેક અપ બ્રશનો યુઝ કર્યા પછી તમે એને પેકેટમાં કવર કરીને મુકી દો જેથી કરીને ડસ્ટ લાગે નહીં અને ચહેરાને કોઇ નુકસાન ના થાય.

    Published by:Niyati Modi
    First published:

    Tags: Beauty care, Make up

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन