Home /News /lifestyle /અમદાવાદની આ જગ્યાઓ પર નાસ્તા ખાવા માટે થાય છે પડાપડી, આ ફેમસ વાનગીઓ જીભને આપશે ચટાકો
અમદાવાદની આ જગ્યાઓ પર નાસ્તા ખાવા માટે થાય છે પડાપડી, આ ફેમસ વાનગીઓ જીભને આપશે ચટાકો
અમદાવાદમાં આ નાસ્તાઓ અચુક ટેસ્ટ કરજો
Ahmedabad famous places: અમદાવાદમાં તમે વસવાટ કરો છો અને બહારથી અમદાવાદ ફરવા જવાનું પ્લાનિંગ કરો છો તો આ વસ્તુઓ ખાવાનો સ્વાદ માણજો. અમદાવાદની આ જગ્યાઓ એવી છે જ્યાં ખાવા-પીવા માટે લાંબી લાઇનો લાગે છે.
લાઇફ સ્ટાઇલ ડેસ્ક: અમદાવાદ ફરવા અને ખાણીપીણી માટે બહુ ફેમસ છે. અમદાવાદ વિશે તમે અનેક વાર સાંભળ્યુ હશે કે અહિંયા અનેક જગ્યાઓ એવી છે જ્યાં નાસ્તો કરવા માટે લોકોની ભારે ભીડ જામે છે. અમદાવાદની આ જગ્યાઓ પર તમને ખાવાપીવાની બહુ જ મજા આવે છે. જો તમે અમદાવાદમાં રહો છો અને અમદાવાદમાં ફરવા માટેનું પ્લાનિંગ કરો છો તો આ જગ્યાઓએ તમારે અચુક નાસ્તા કરવા જોઇએ. તો જાણી લો તમે પણ કેટલીક એવી જગ્યાઓ વિશે જે અમદાવાદમાં બહુ ફેમસ છે અને જ્યાં નાસ્તો કરવા માટે લોકોની લાંબી લાઇનો લાગે છે.
તમે અમદાવાદમાં છો અને તમે મણીનગરમાં માસીની પાણી પૂરી ખાધી નથી તો તમારે અચુક ખાવી જોઇએ. મણીનગરમાં માસીની પાણી પૂરીનો સ્વાદ તમારે અચુક ચાખવો જોઇએ. આ સાથે જ ખોખરાની આશીર્વાદની પાણી પૂરી પણ બહુ ફેમસ છે.
આ સાથે જ તમે અમદાવાદમાં વસ્ત્રાપુરમાં દાદા પાસેના પરોઠા, સાબરમતી જેલના ભજીયા, કર્ણાવતીની દાબેલી, રાજસ્થાન આઇસ્ક્રીમ અને પટેલનો આઇસ્ક્રીમ પણ બહુ ફેમસ છે. આ જગ્યાઓ એવી છે જ્યાં તમને ખાવા માટેની ભારે ભીડ જોવા મળશે.
જો તમે અમદાવાદ ફરવા જવાનું પ્લાનિંગ કરો છો તો માણેક ચોકના રાત્રી બજારમાં અચુક લટાર મારજો. આ બજારમાં શનિવાર અને રવિવારે લોકોની ભારે ભીડ જામે છે. માણેકચોક બહુ જૂનું ખાણીપીણીનું બજાર છે જ્યાં તમને અનેક પ્રકારની વાનગીઓ મળી રહે છે.
જો તમે માણેકચોક જાઓ છો તો ત્યાંની ઘૂધરા સેન્ડવિચ, પાઇનેપલ સેન્ડવિચ અને સાથે ગ્વાલિયર ઢોસાનો અચુક સ્વાદ માણજો. અહિંયા તમને ખાવા-પીવાની બહુ જ મજા આવશે. માણેકચોકમાં તમે રજવાડી છાશ અને આઇસ્ક્રીમ ટેસ્ટ કરજો.
તમે ગાંઠીયા ખાવાના શોખીન છો તો ઇસ્કોન ગાંઠીયા અને ગોંડલના ગાંઠીયાની પણ મજા માણી શકો છો. અહિંયાના ગાંઠીયાનો ટેસ્ટ તમને કંઇક અલગ જ આવે છે. આ ગાંઠીયા તમે એક વાર ખાઓ છો તો વારંવાર ખાવાની ઇચ્છા થાય છે. આ સાથે જ તમે ઝવેરીવાડની દાળિયાની ચટણી અને ખોખરાની ઇડલીની પણ તમે મજા માણી શકો છો. આ સિવાય પણ અમદાવાદમાં તમે અનેક જગ્યાઓએ ખાવાપીવાની મજા માણી શકો છો.
Published by:Niyati Modi
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર