Home /News /lifestyle /

ખુશીઓથી ભરપૂર હશે જીંદગી, જો વધતી ઉંમરે પણ કપલ રાખશે આ 5 વાતનું ઘ્યાન

ખુશીઓથી ભરપૂર હશે જીંદગી, જો વધતી ઉંમરે પણ કપલ રાખશે આ 5 વાતનું ઘ્યાન

કપલ્સે એકબીજાને તણાવથી દૂર કરવાનો પ્રયત્ન કરવો જોઈએ. તસવીર : shutterstock

Relationship Tips for Elderly couple: વઘતી ઉંમર સાથે બધું બદલાઈ જાય છે. પછી તે તમારું સ્વાસ્થ્ય હોય કે સંબંધ (Relationship). ખાસ કરીને પતિ-પત્ની (Husband Wife Relationship) વચ્ચે સમય જતાં ભાગીદારી અને સંકલન વધે છે પરંતુ ક્યારેક લગ્નના 15થી 20 વર્ષ પછી સંબંધો ક્યારેક જૂનો અને થાકેલો લાગે છે. પરંતુ આ Relationship Tips તમારા સંબંધોને બનાવશે વઘુ મજબૂત

વધુ જુઓ ...
Relationship Tips for Elderly Couple: પતિ-પત્ની વચ્ચેનો સંબંધ એક એવો છે જેમાં બંને સાથે મળીને જીવનના ઘણા ઉતાર-ચઢાવનો સામનો કરે છે અને સાથે આગળ વધે છે. બધી સારી અને ખરાબ વસ્તુઓ પસાર થવાની સાથે, એકબીજા પ્રત્યે કાળજી અને સમજમાં વધારો થાય છે.

જ્યારે લગ્ન 20થી 30 વર્ષ ચાલે છે, ત્યારે બે લોકો વચ્ચે અદ્ભુત તાલમેલ હોય છે. પરંતુ કેટલીક વાર આ ડહાપણ જીવનમાં કંટાળો લાવે છે અને જીવનમાંથી આનંદ અદૃશ્ય થવા લાગે છે. આવી સ્થિતિમાં વૃદ્ધ દંપતીએ (Elderly Couple)એ તેમના લગ્નને સુંદર અને યુવાન રાખવા માટે કેટલીક બાબતોને ધ્યાનમાં રાખવાની જરૂર છે.

આ વાતો અપનાવીને તમે જીવનના દરેક વળાંક પર એકબીજાને એક સાથે શોધી શકશો અને એકલતાથી દૂર રહેશો. તો ચાલો જાણીએ કે પતિ-પત્નીએ વધતી ઉંમરે (Relationship Tips for Elderly Couple)ની ખાસ કાળજી લેવાની જરૂર છે.

આ પણ વાંચો: એક સમયે ભારત કરતાં ગરીબ હતું ચીન, હવે કેવી રીતે બન્યો વિશ્વનો સૌથી સમૃદ્ધ દેશ

1. હસી મજાક જરુરી
જો તમારા લગ્નને ત્રણ-ચાર દાયકા વીતી ગયા હોય તો પણ એકબીજા સાથે હસી મજાક કરવું ખૂબ જરૂરી છે. જો તમે એકબીજા સાથે હસી મજાક કરો છો તો સંબંધોમાં રોમાંચ બન્યો રહે છે. કેટલીક વાર તમે એકબીજાની જૂના વાતો યાદ કરીને એકબીજાની ખેંચી શકો છો. આ તમને યાદ અપાવશે કે તમારો સાથ કેટલા વર્ષ જૂનો છે અને તમે દરેક સારા કામો સાથે કર્યા છે.

2. તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખો
વધતી ઉંમરે તમારા સ્વાસ્થ્યની સંભાળ રાખવી એ એક મહત્વપૂર્ણ કાર્ય છે. આ કિસ્સામાં, એકબીજાના સ્વાસ્થ્યની કાળજી લેવાની ખાતરી કરો. તેમજ જો જીવનસાથી ડાયાબિટીસ, હાઈ બીપી, હૃદયરોગ, ઊંઘ સંબંધિત રોગો અને હાડકા સંબંધિત રોગોથી પીડાતો હોય તો તેને ટેકો આપો અને મદદ કરો. જીવનસાથીનું રેગ્યુલર મેડિકલ ચેકઅપ કરાવતા રહો.

આ પણ વાંચો: આમિર ખાને કિરણ રાવથી છૂટા થવા આટલા પૈસા ચૂકવવા પડશે, આંકડો જોઈ હોશ ઉડી જશે

3. માનસિક તણાવ ઓછો કરો
એક ઉંમર પછી માનસિક તણાવ સ્વાસ્થ્ય પર હાવી થવા લાગે છે. આ સ્થિતિમાં તમારે એકબીજાના માનસિક તણાવને ઘટાડવાનો પ્રયાસ કરવો જોઈએ. આ માટે તમારે તણાવપૂર્ણ બાબતની ચર્ચા કરવી જોઈએ અને તેનો ઉકેલ શોધવો જોઈએ. ફરવા જાઓ અને ખુશ રહેવાનો પ્રયાસ કરો.

4. થોડી સ્પેસ આપો
પાર્ટનર ગુસ્સામાં હોય કે કોઈ કારણસર પરેશાન હોય તો તેને થોડી વાર માટે સ્પેસ આપો. આમ કરવાથી તે પોતાના મનની હેવિનેસને દૂર કરી શકશે અને હળવાશ અનુભવી શકશે. દરેક સમયે તેમને ઈરીટેટ ન કરો. મુશ્કેલીઓ ને સમજો અને ઘણા બધા સવાલ જવાબ ન કરો.

આ પણ વાંચો: Banking: સેવિંગ એકાઉન્ટ અને કરંટ એકાઉન્ટ શું છે? બંને વચ્ચેના આ તફાવતની તમને ખબર છે?

5. ભેટ આપો
લગ્નના ગમે તેટલા વર્ષો થઈ ગયા હોય, પતિ-પત્નીએ ખાસ પ્રસંગોએ એકબીજાને ભેટ આપવી જ જોઇએ. આમ કરવાથી એક વિશેષ અનુભૂતિ થાય છે અને અંદરોઅંદર ખુશી વધે છે.
Published by:Riya Upadhay
First published:

Tags: Couple, Lifestyle, Relationship tips

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन