Home /News /lifestyle /ખીલ અને કાળા ડાઘા દૂર કરવા લીંબુનો રસ છે બેસ્ટ, આ સાચી રીતે ચહેરા પર લગાવો

ખીલ અને કાળા ડાઘા દૂર કરવા લીંબુનો રસ છે બેસ્ટ, આ સાચી રીતે ચહેરા પર લગાવો

આ રીતે લીંબુના રસનો ઉપયોગ કરો

Lemon for Skin: લીંબુ સ્કિન અને હેલ્થ માટે અનેક રીતે ફાયદાકારક છે. લીંબુ સ્કિનની અનેક સમસ્યાઓને દૂર કરવાની તાકાત ધરાવે છે. જો તમે આ સાચી રીતે લીંબુના રસનો ઉપયોગ કરો છો તો સ્કિન મસ્ત થાય છે અને સાથે સોફ્ટનેસ પણ આવે છે.

    લાઇફ સ્ટાઇલ ડેસ્ક: દરેક લોકોના રસોડામાં તમને સરળતાથી લીંબુ મળી રહે છે. લીંબુનો ઉપયોગ તમે કરો છો તો સ્કિન અને વાળ હેલ્ધી થાય છે. લીંબુમાં એન્ટી ઓક્સીડન્ટ્સનું પ્રમાણ ભરપૂર હોય છે જેનો ઉપયોગ કરવાથી સ્વાસ્થ્યની અનેક તકલીફો દૂર થાય છે અને સાથે સ્કિનને લગતી અનેક સમસ્યાઓમાંથી પણ રાહત મળે છે. આ પાછળનું કારણ એ છે કે લીંબુમાં એન્ટી સેપ્ટિક પ્રોપટીઝ હોય છે જે બેક્ટેરિયાને ખતમ કરવામાં મદદ કરે છે. એક્સપર્ટ અનુસાર દરરોજ લીંબુનો તમે ઉપયોગ કરો છો તો સીબમ પ્રોડક્શન ઘણું ઓછુ થઇ જાય છે, જેના કારણે ચહેરા પર મસા અને ખીલ જેવી સમસ્યા ઓછી થાય છે. તો જાણી લો તમે પણ સ્કિન પર લીંબુનો ઉપયોગ કેવી રીતે કરશો અને શું છે ફાયદાઓ.

    આ પણ વાંચો: તમારી આ આદતોથી તમે બનો છો ડાયાબિટીસનો શિકાર

    ડાર્ક સ્પોટ્સ માટે લીંબુનું ટોનર


    ઓનલીમાયહેલ્થ ડોટ કોમના અનુસાર સ્કિન પરના જૂના ડાર્ક સ્પોર્ટ્સ અને પિગમેન્ટેશનમાંથી છૂટકારો મેળવવા માટે તમે સૌથી પહેલા લાઇટ મોઇસ્યુરાઇઝર એપ્લાય કરો. લેમન ટોનર માટે લીંબુનો રસ લો અને એમાં પાણીની માત્રા બરાબર મિક્સ કરી લો. ત્યારબાદ કોટનની મદદથી ચહેરા પર હળવા હાથે લગાવો.

    લીંબુ ફેસ માસ્ક


    લીંબુનો ફેસ પેક ઉપયોગ કરવા માટે તમારે વધારે મહેનત કરવાની જરૂર નથી. ફેસ માસ્કને એપ્લાય કરવા માટે માઇલ્ડ ફેસ વોશથી ચહેરો ક્લિન કરી લો અને પછી સીધો જ લીંબુનો રસ ફેસ પર લગાવો. તમે ઇચ્છો છો તો માઇલ્ડ ફેશ વોશની સાથે તમે લીંબુનો રસ પણ મિક્સ કરી શકો છો. આ ફેસ માસ્ક તમને મસ્ત રિઝલ્ટ આપે છે.

    આ પણ વાંચો: શિયાળામાં રોજ સવારમાં ખાઓ આ અલગ રીતે અખરોટ

    આ રીતે પિંપલ્સ દૂર કરો


    મોટાભાગનાં લોકો પિંપલ્સ એટલે કે જે જગ્યા પર ખીલ થયા હોય ત્યાં કોઇ પણ પ્રકારની વસ્તુઓ લગાવતા હોતા નથી, પરંતુ તમને જણાવી દઇએ કે પિંપલ્સ પર લીંબુનો ઉપયોગ કરવો એકદમ સુરક્ષિત છે.



    આ માટે તમે એક સ્પ્રે બોટલમાં લીંબુનો રસ ભરો અને એમાં પાણી મિક્સ કરી દો. ત્યારબાદ આ સ્પ્રેને ચહેરા પર લગાવો અને પછી હળવા હાથે મસાજ કરો. પછી 10 મિનિટ રહીને ચહેરો ક્લિન કરી લો. આ સ્પ્રેથી ચહેરા પરના પિંપલ્સ દૂર થઇ જશે.
    Published by:Niyati Modi
    First published:

    Tags: Lemon, Lemon Skin, Life style

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन