Home /News /lifestyle /આ હોમમેડ શેમ્પૂથી ફટાફટ વાળ થાય છે લાંબા+સિલ્કી, જાણો આ માટે કઇ આર્યુવેદિક વસ્તુઓ જોઇશે

આ હોમમેડ શેમ્પૂથી ફટાફટ વાળ થાય છે લાંબા+સિલ્કી, જાણો આ માટે કઇ આર્યુવેદિક વસ્તુઓ જોઇશે

ઘરે બનાવો હોમમેડ શેમ્પૂ

homemade shampoo: હોમમેડ શેમ્પૂ તમારા વાળની અનેક સમસ્યાઓને દૂર કરે છે. આ શેમ્પૂ તમે ખૂબ સરળતાથી ઘરે બનાવી શકો છો. આ શેમ્પૂ તમે રેગ્યુલર યુઝ કરો છો તો તમારા વાળને લગતી અનેક સમસ્યાઓ દૂર થઇ જાય છે.

લાઇફ સ્ટાઇલ ડેસ્ક: દરેક લોકોને લાંબા અને કાળા વાળ ગમતા હોય છે. વાળને મસ્ત કરવા માટે છોકરીઓ અનેક પ્રકારની ટ્રિટમેન્ટ લેતી હોય છે. આ સાથે જ વાળને સિલ્કી કરવા માટે લોકો જાતજાતના શેમ્પુનો ઉપયોગ કરતા હોય છે. પરંતુ એ વાત જરૂરી નથી કે મોંધા શેમ્પૂ અને કન્ડિશનરથી વાળ સિલ્કી અને લાંબા થાય. આ માટે તમે ઘરે પણ નેચરલ શેમ્પૂ બનાવીને વાળને હેલ્ધી, સિલ્કી અને મજબૂત કરી શકો છો. આ માટે તમે પણ ઘરમાં જ હર્બલ શેમ્પૂ બનાવો અને વાળમાં એપ્લાય કરો. આ હર્બલ શેમ્પૂ તમને વાળને લગતી અનેક સમસ્યાઓમાંથી છૂટકારો અપાવે છે અને સાથે વાળને સિલ્કી પણ કરે છે. તો જાણો ઘરે કેવી રીતે બનાવશો હર્બલ શેમ્પૂ.

સામગ્રી


બે ચમચી શિકાકાઇ

બે ચમચી અરીઠાનો પાવડર

આ પણ વાંચો: Premature Babyની આ રીતે કેર કરો

એક ચમચી લીમડાનો પાવડર

એક ચમચી આમળાનો પાવડર

આ રીતે શેમ્પૂ બનાવો



  • હર્બલ શેમ્પૂ બનાવવા માટે એક કઢાઇમાં એક ગ્લાસ પાણી લો.

  • ત્યારબાદ આ પાણીને ગેસ પર ગરમ કરવા માટે મુકો.

  • પાણી ગરમ થઇ જાય એટલે એમાં બધી સામગ્રી નાંખો અને બરાબર મિક્સ કરી લો.

  • મિક્સ કર્યા પછી આ મિશ્રણને ઉકળવા દો.


આ પણ વાંચો: આ રીતે લીંબુના રસથી દૂર કરી દો ખીલ અને કાળા ડાઘા

  • જ્યારે મિશ્રણ ઉકળી જાય એટલે એને ઠંડુ કરવા માટે મુકી દો.

  • મિશ્રણ ઠંડુ થઇ જાય એટલે કાંચની બોટલમાં ભરી લો.

  • તો તૈયાર છે હોમ મેડ શેમ્પૂ.

  • તમે ઇચ્છો તો આ શેમ્પૂમાં એસેન્સિયલ ઓઈલ પણ નાંખી શકો છો.


આ રીતે ઉપયોગ કરો





    • વાળમાં શેમ્પૂનો ઉપયોગ કરવા માટે સૌથી પહેલાં વાળને ભીનાં કરી લો.

    • ત્યારબાદ આ મિશ્રણને સ્કૈલ્પ પર લગાવો અને હાથથી મસાજ કરો.

    • મસાજ કર્યા પછી વાળને સાદા પાણીથી ધોઇ લો.

    • આ મસાજ કરવાથી તમારા વાળ સિલ્કી થાય છે અને સાથે ગ્રોથ પણ મસ્ત વધે છે.

    • આ શેમ્પૂ તમારા વાળની અનેક સમસ્યાઓને દૂર કરવાનું કામ કરે છે.





જાણો આ શેમ્પૂના ફાયદા


આંમળા, અરીઠા, શિકાકાઇ અને લીમડામાં એન્ટીસેપ્ટિક, એન્ટીબેક્ટેરિયલ ગુણો હોય છે જે વાળની અનેક સમસ્યાઓને દૂર કરે છે. આ ગુણ સ્કૈલ્પના પીએચ લેવલને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. આ શેમ્પૂ વાળને સુંદર, ચમકદાર અને મજબૂત બનાવે છે.
First published:

Tags: Good hair, Life style