Home /News /lifestyle /બળી ગયેલા દૂધની વાસ ચપટીમાં થઇ જશે ગાયબ, ટ્રાય કરો આ Kitchen Hacks

બળી ગયેલા દૂધની વાસ ચપટીમાં થઇ જશે ગાયબ, ટ્રાય કરો આ Kitchen Hacks

દૂધમાંથી આવતી વાસ દૂર કરો

Tips for reducing burning milk smell: ઘણી વાર દૂધ ઉભરાઇ જાય ત્યારે એ બળવા લાગે છે અને એમાંથી વાસ આવે છે. દૂધમાંથી આવતી વાસને કારણે એ પીવું ગમતુ નથી અને પછી એનો કોઇ યુઝ થતો નથી. આમ જો તમે આ ટિપ્સ ફોલો કરો છો તો દૂધમાંથી આવતી વાસ દૂર થઇ જાય છે.

વધુ જુઓ ...
    લાઇફ સ્ટાઇલ ડેસ્ક: વર્કિંગ વુમેન્સ હોય કે હાઉસ વાઇફ...દરેક સ્ત્રી માટે ઘર અને રસોડાના કામનું સંતુલન જાળવી રાખવું ખૂબ અઘરું હોય છે. ઘણી વાર રસોડામાં ગમે તેટલું ધ્યાન આપીએ તો પણ વસ્તુઓ બળી જતી હોય છે અને ખરાબ થઇ જાય છે. આ માટે જરૂરી છે રસોડા અને ઘરના કામનું બેલેન્સ કરવું. ખાસ કરીને જ્યારે રસોડામાં શાક બળી જાય, દૂધ ઉભરાઇ જાય.. આવું થાય ત્યારે માથાના દુખાવા સમાન બની જાય છે. એમાં પણ ખાસ કરીને વાત કરવામાં આવે તો દૂધ જ્યારે ઉભરાઇ જાય ત્યારે અને દૂધ બળે ત્યારે એમાંથી ગંદી વાસ આવે છે. આ દૂધ પછી પીવું પણ ગમતુ નથી. જો તમે દૂધમાંથી આવતી વાસને દૂર કરવા આ ટિપ્સ ફોલો કરો છો તો પછી તમે દૂધ ઉપયોગમાં લઇ શકો છો અને એમાંથી આવતી વાસ પણ દૂર થઇ જાય છે.

    આ પણ વાંચો: Premature Babyની આ રીતે કેર કરો

    કેવડાનું પાણી


    દૂધમાંથી આવતી વાસને દૂર કરવા માટે તમે કેવડાના પાણીનો ઉપયોગ કરી શકો છો. કેવડાનું પાણી દૂધમાંથી આવતી વાસને દૂર કરવાનું કામ કરે છે. કેવડાની સુગંધ બહુ મસ્ત આવે છે. આ માટે જ્યારે પણ દૂધ ઉકળી જાય ત્યારે અને દૂધમાંથી વાસ આવે ત્યારે તમે દૂધમાં કેવડો નાંખો. આમ કરવાથી વાસ દૂર થઇ જાય છે.

    નાગરવેલના પાન


    તમે પાનનો ઉપયોગ દૂધની વાસને દૂર કરવા માટે કરી શકો છો. આ માટે તમે દૂધને એક વાસણમાં લઇ લો અને એમાં નાગરવેલનાં પાન નાખો. આ દૂધમાં 3 થી 4 પાન નાંખવાના રહેશે. આમ કરવાથી દૂધમાંથી આવતી વાસ દૂર થઇ જશે.

    આ પણ વાંચો: આ રીતે લીંબુના રસથી દૂર કરી દો ખીલ અને કાળા ડાઘા

    ઇલાયચી


    તમે ઇલાયચીની મદદથી પણ દૂધની વાસ દૂર કરી શકો છો. ઇલાયચી  દૂધમાં સારી સ્મેલ લાવવાનું કામ કરે છે. આ માટે તમે દૂધમાં ઇલાયચી નાંખો અને પછી ગરમ કરી લો. આમ કરવાથી દૂધમાંથી વાસ દૂર થઇ જશે અને ઇલાયચીની મસ્ત સ્મેલ આવશે.

    દૂધ ગરમ કરતી વખતે રાખો આ ધ્યાન




    • દૂધને હંમેશા ધીમા ગેસ ગરમ કરો.

    • દૂધને તમે એક જ વાસણમાં ગરમ કરો.

    • ક્યારે પણ દૂધને ઢાંકીને ગરમ કરશો નહીં.

    Published by:Niyati Modi
    First published:

    Tags: Life style, દૂધ

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन