Home /News /lifestyle /આ Exercise કરવાથી આંખો નીચેના ડાર્ક સર્કલ્સ થઇ જાય છે દૂર, આ રીતે ઘરે કરો તમે પણ
આ Exercise કરવાથી આંખો નીચેના ડાર્ક સર્કલ્સ થઇ જાય છે દૂર, આ રીતે ઘરે કરો તમે પણ
ડાર્ક સર્કલ્સ દૂર કરવાની એક્સેસાઇઝ
exercise for dark circle: અનેક લોકો ચહેરા પરના ડાર્ક સર્કલ્સથી કંટાળી ગયા હોય છે. ડાર્ક સર્કલ્સ તમારી પર્સનાલિટીને ખરાબ કરીને મુકી દે છે. ડાર્ક સર્કલ્સને દૂર કરવા માટે તમે ઘરે આ એક્સેસાઇઝ કરો છો તો સૌથી બેસ્ટ છે.
લાઇફ સ્ટાઇલ ડેસ્ક: ખૂબસુરત આંખો દરેક લોકોની સુંદરતામાં ચાર ચાંદ લગાવવાનું કામ કરે છે. આંખો મસ્ત હોય તો તમારો લુક બહુ જ મસ્ત લાગે છે. પરંતુ ઘણાં લોકોને આંખો નીચે કાળા કુંડાળા એટલે કે ડાર્ક સર્કલ્સ બહુ વધારે હોય છે જે તમારા ચહેરાની ચાડી ખાય છે. ડાર્ક સર્કલ્સની સમસ્યા એવી છે જેની પર તમે ધ્યાન આપતા નથી તો એ વધે છે અને તમારો ચહેરો ગંદો લાગે છે. આ સમસ્યાને દૂર કરવા માટે લોકો જાતજાતની ટ્રિટમેન્ટ કરાવતા હોય છે, પરંતુ આ ટ્રિટમેન્ટ તમને લાંબા ગાળે નુકસાન કરે છે. તો આજે અમે તમને કેટલીક એક્સેસાઇઝ બતાવીશું જેની મદદથી તમે આ ડાર્ક સર્કલ્સમાંથી છૂટકારો મેળવી શકશો.
આંખો નીચેના ડાર્ક સર્કલ્સને દૂર કરવા માટે આ એક્સેસાઇઝ સૌથી બેસ્ટ છે. ત્રાટક એક્સેસાઇઝ તમે રૂટિનમાં કરો છો તો આ સમસ્યામાંથી છૂટકારો મળી જાય છે. આ એક્સેસાઇઝ કરવા માટે તમે એક માટીના કોડીયામાં દીવો કરો. ત્યારબાદ આ દીવાને તમે એક નજરે જુઓ. દીવાને તમે સતત 5 થી 10, મિનિટ સુધી એક જ નજરે જોતા રહો. આ એક્સેસાઇઝ કરવાથી એકાગ્રતા વધે છે અને સાથે ડાર્ક સર્કલ્સની સમસ્યા પણ દૂર થાય છે. આ એક્સેસાઇઝ કરવાથી તમારો ચહેરો એકદમ ક્લિન થઇ જાય છે.
તમારું મોં ભારે છે અને તમે આ એક્સેસાઇઝ કરો છો તો તમારા મોં પરની બધી થોથર ઓછી થઇ જાય છે અને સાથે તમારો ફેસ નમણો લાગે છે. આ એક્સસાઇઝ કરવાથી તમારા ફેસ પર ગ્લો પણ મસ્ત આવે છે.
ચહેરા પરના ડાર્ક સર્કલ્સથી તમે કંટાળી ગયા છો તો એલોવેરા જેલ તમારા માટે એક બેસ્ટ ઓપ્શન છે. એલોવેરા જેલ એક વાટકીમાં લો અને પછી હાથની મદદથી તમે રાઉન્ડમાં ફેરવો. આ જેલ તમે આંગળીઓની મદદથી એક રાઉન્ડમાં પણ લગાવીને મસાજ કરો છો તો ડાર્ક સર્કલ્સ જતા રહે છે અને તમારો ચહેરો ક્લિન થઇ જાય છે.
એલોવેરા જેલ લગાવ્યા પહેલાં તમે ત્રાટક એક્સેસાઇઝ કરો છો તો તમને ઝડપથી રિઝલ્ટ મળે છે. આ એક્સાઇઝ તમારા ફેસને મસ્ત કરવાનું કામ કરે છે.
Published by:Niyati Modi
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર