લગ્ન પછી બદલાઈ જાય છે છોકરીઓની લાઈફ, કરવા પડે છે આ કામ

 • Share this:
  લગ્ન પછી, છોકરીઓના જીવનમાં ઘણા પરિવર્તન આવે છે. છોકરાઓ તો લગ્ન પછી પોતાના ઘરે જ રહે છે, પરંતુ છોકરીઓને પીયર છોડીને સાસરે જવું પડે છે. એક નવી જગ્યાએ અજાણ્યા લોકોની સાથે સંપીને રહેવા માટે છોકરીને ભારે પરિસ્થિતિઓનો સામનો કરવો પડે છે. છોકરીઓ માટે આ કામ ખૂબ જ મુશ્કેલ હોય છે, કારણ કે પોતાની જાત માટે કોઈની ઈચ્છા અનુસાર વર્તવું વિચિત્ર હોય છે. ચાલો જાણીએ છોકરીઓને લગ્ન પછી પોતાનામાં કેવા ફેરફારો કરવા પડે છે.

  લગ્ન પછી છોકરીઓની પ્રાથમિકતા બદલાઈ જાય છે. તેણે પોતાના પહેલાં સાસરી પક્ષની જરૂરતો અને આદતોનું ધ્યાન રાખવું પડે છે. લગ્ન બાદ સંબંધોનો બોજ એક સાથે જ તેની પર આવી જાય છે.

  છોકરીઓને લગ્ન પછી ઘણી બાંધછોડ કરવી પડે છે. લગ્ન પહેલા તે આરામથી હરીફરી શકે છે, તેની અવર-જવર પર કોઈ રોકટોક નથી હોતી. પરંતુ લગ્ન પછી તેમણે ઘણી ધીરજ રાખવી પડે છે. કોઈ પણ વાત પર તાત્કાલિક રિએક્ટ કરવાથી પરિસ્થિતિ ખરાબ થઈ શકે છે.

  લગ્ન પછી છોકરીઓનું ફક્ત ઘર જ નથી બદલાતું, પણ માતાપિતા પણ બદલાય છે. કોઈ બીજાની માતાને પોતાની માતા સમજવું તે અઘરું બની જાય છે. જ્યારે સાસુમાં રોકટોક કરે. તમારા સાચા કે ખોટાનું માપદંડ કરે.. જેના કારણે છોકરીઓ તણાવમાં રહેવા લાગે છે.

  ઘણી વાર છોકરીઓ લગ્ન પછી અનિંદ્રાની ફરિયાદ કરે છે. લોકોની ઈચ્છા પૂરી કરવામાં છોકરીઓ એટલી થાકી જાય છે કે પથારીમાં જઈને પણ તેઓ યોગ્ય રીતે ઊંઘી નથી શકતી. જાતજાતની વાતો તેમના મનમાં ચાલતી રહે છે.
  Published by:Bansari Shah
  First published: