Home /News /lifestyle /LGBT: મેઘધનુષ્ય ધ્વજમાં કયા રંગનો શું છે અર્થ? 8 રંગોના ધ્વજમાંથી દૂર કરાયાં છે 2 રંગ

LGBT: મેઘધનુષ્ય ધ્વજમાં કયા રંગનો શું છે અર્થ? 8 રંગોના ધ્વજમાંથી દૂર કરાયાં છે 2 રંગ

પ્રતિકાત્મક તસવીર

આ છ રંગનો ધ્વજ એલજીબીટી સમુદાય (The rainbow flag)ની ઓળખ છે. વિશ્વના તમામ એલજીબીટી (lesbian, gay, bisexual, and transgender) તેનો ઉપયોગ તેમની એકતા બતાવવા માટે કરે છે. આ ધ્વજને 1978માં એલજીબીટી સમુદાયના પ્રતીક (rainbow flag symbol) તરીકે માન્યતા આપવામાં આવી હતી.

વધુ જુઓ ...
LGBT: ભારતમાં 6 સપ્ટેમ્બર, 2018ના રોજ એક ઐતિહાસિક ચુકાદો (Historic judgment) આપવામાં આવ્યો હતો. આ દિવસે એલજીબીટી જૂથને (LGBT group) સુપ્રીમ કોર્ટ (Supreme Court) તરફથી લીલી ઝંડી મળી હતી. ભારતમાં બે પુખ્ત વયના લોકો વચ્ચેના સમલૈંગિક સંબંધો (Homosexual relationships) હવે ગુનો નથી.

એલ- લેસ્બિયન (lesbian): બે મહિલાઓ જે એકબીજાને પ્રેમ કરે છે, જી (gay) – ગે: બે પુરુષો જે એકબીજાને પ્રેમ કરે છે, બી (bisexual) – બાઇસેક્સ્યુઅલ: તે પુરુષો અને મહિલાઓ બંનેને પ્રેમ કરી શકે છે, ટી-ટ્રાન્સ જેન્ડર (transgender): જેઓ મોટા થયા પછી તેમના લિંગને ઓળખે છે અને ક્યુ- ક્વીર: એલજીબીટી સમુદાયને એક સાથે ક્વીર સમુદાય કહેવામાં આવે છે. આ જૂથનો ધ્વજ ખૂબ જ આકર્ષક છે. 6 રંગોથી બનેલા આ ધ્વજના દરેક રંગનો એક અલગ અર્થ છે.

ધ્વજનો ઇતિહાસ
છ રંગનો ધ્વજ એલજીબીટી સમુદાયની ઓળખ છે. વિશ્વના તમામ એલજીબીટી તેનો ઉપયોગ તેમની એકતા બતાવવા માટે કરે છે. આ ધ્વજને 1978માં એલજીબીટી સમુદાયના પ્રતીક તરીકે માન્યતા આપવામાં આવી હતી. 1990ના દાયકામાં આ ધ્વજ વિશ્વભરના એલજીબીટી સમુદાયનું પ્રતીક બની ગયો હતો. ગે ફ્રીડમ ડે પર 25 જૂને સેન-ફ્રાન્સિસ્કોમાં પ્રથમ વાર ધ્વજ ફરકાવવામાં આવ્યો હતો.

આ પણ વાંચો: જામનગરમાં અહીં એક-બે નહીં પરંતુ મળે છે 19 ફ્લેવરના સૂપ, તમામ છે સ્વાસ્થ્યવર્ધક !!

સેન-ફ્રાન્સિસ્કોના કલાકાર ગિલ્બર્ટ બેકર લોકો માટે આઠ રંગનો ડિઝાઇન થયેલો ધ્વજ લાવ્યા હતા. તે સમય દરમિયાન બેકરે કહ્યું હતું કે આ ધ્વજ દ્વારા તેઓ વિવિધતા વિશે બતાવવા માંગે છે.

આ પણ વાંચો: આ રાગી ઈડલી એટલે શું ? નેચરલ રીતે ઘટાડે છે શરીરનું વજન, જુઓ કેવી રીતે બને છે!

LGBT: મેઘધનુષ્ય ધ્વજમાં કયા રંગનો શું છે અર્થ? 8 રંગોના ધ્વજમાંથી દૂર કરાયાં છે 2 રંગ


સમલૈંગિક ધ્વજ સૌ પ્રથમ સેન ફ્રાન્સિસ્કોના કલાકાર ગિલ્બર્ટ બેકરે સ્થાનિક કાર્યકર્તાના કહેવાથી સમલૈંગિક સમાજને ઓળખ આપવા માટે બનાવ્યો હતો. તેમણે સૌ પ્રથમ આ આઠ લીઝનો ધ્વજ બનાવ્યો હતો, જે 5 લીઝ "ફ્લેગ ઓફ ધ રેસ" થી પ્રભાવિત હતો. તમને જણાવી દઈએ કે, 2017માં 65 વર્ષની ઉંમરે તેમનું નિધન થયું હતું.

આ પણ વાંચો: Vadodara: શિયાળાની ઋુતુમાં ઠંડીથી બચવા માટે ટીપ્સ, આ રીતે બનો નિરોગી

ધ્વજમાં મેઘધનુષી રંગોનો શું છે અર્થ
આ ધ્વજમાં સમાવિષ્ટ તમામ રંગોનો કંઈકને કંઈક અર્થ થાય છે. જે અમારી અને તમારા જીવનના સુંદર પાસાઓને પ્રકાશિત કરે છે. આ ધ્વજમાં લાલ, નારંગી, પીળો, વાદળી, લીલો અને જાંબલી રંગનો સમાવેશ થાય છે. જે મેઘધનુષ્ય જેવું લાગે છે. પહેલા આ ધ્વજમાં 8 રંગો હતા, પરંતુ અત્યારે આ ધ્વજમાં માત્ર છ રંગો છે.

ગુલાબી: જાતીયતાનું પ્રતીક
લાલ: જીવનનું પ્રતીક
નારંગી: ઇલાજનું પ્રતીક
પીળો: સૂર્યપ્રકાશનું પ્રતીક
લીલો: પ્રકૃતિનું પ્રતીક
ફિરોજી: કલાનું પ્રતીક
વાદળી: સંવાદિતાનું પ્રતીક
જાંબલી: માનવ આત્માનું પ્રતીક
Published by:Riya Upadhay
First published:

Tags: Know about, LGBT, LGBTQ, Lifestyle

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन