Health tips: તમારા રુટિન ડાયેટમાં ઉમેરો આ સુપરફૂડ, જે કરશે તમારી Acidityને ગાયબ

Health tips: તમારા રુટિન ડાયેટમાં ઉમેરો આ સુપરફૂડ, જે કરશે તમારી Acidityને ગાયબ
પ્રતિકાત્મક તસવીર

પિત્ઝા, પાસ્તા અને સમોસા બર્ગર જેવા જંક ફૂડ અને બહારનો વધુ તીખો અને તળેલો ખોરાક તેનું મુખ્ય કારણ છે. રાત્રે મોડે સુધી ઉજાગરા અને સવારે મોડા ઉઠવાની ટેવ પણ પાચન પર ઘણી ખરાબ અસર કરે છે.

  • Share this:
    લાઈફસ્ટાઈલ ડેસ્કઃ એસીડીટીની સમસ્યા (Acidity problem) હવે ઘણી સામાન્ય બની ગઈ છે. જેનું મુખ્ય કારણ આપણી ફૂડ પેટર્ન (Food patterns) અને લાઈફ સ્ટાઈલ (life style) છે. પિત્ઝા, પાસ્તા અને સમોસા બર્ગર જેવા જંક ફૂડ (Junk food) અને બહારનો વધુ તીખો અને તળેલો ખોરાક તેનું મુખ્ય કારણ છે. આ ઉપરાંત રાત્રે મોડે સુધી ઉજાગરા અને સવારે મોડા ઉઠવાની ટેવ પણ પાચન પર ઘણી ખરાબ અસર કરે છે.

    ચા, કોફી વારંવાર લેવાની આદતને કારણે પણ એસીડીટીની સમસ્યા થતી હોય છે. જમીને તરત સુઈ જવાની આદતથી પણ એસીડીટી વધે છે. પાણી ઓછું પીવાની આદત હોય તેમને પણ એસીડીટી રહેતી હોય છે. જેમને એસીડીટીની તકલીફ રહેતી હોય તેમણે સ્મોકિંગની (Smoking) આદત હોય તો છોડી દેવી જોઇએ. તો ચાલો જાણીએ એવી કઈ વસ્તુઓ છે જેનો સમાવેશ રૂટિન ડાયેટમાં (Routine diet) કરવામાં આવે તો એસીડીટીમાં (Health tips) રાહત અને છુટકારો મળી શકે છે.



    1 – કેળા
    કેળા બેસ્ટ ફ્રૂટ અને નેચલ એન્ટાસિડ છે. બ્રેકફાસ્ટમાં જો નિયમિત કેળા લેવામાં આવે તો એસીડીટીની સમસ્યાથી છુટકારો મળે છે.

    આ પણ વાંચોઃ-કરુણ ઘટના! દહેજ ન મળતા જાન ન આવી તો દુલ્હન ઘર છોડીને ભાગી ગઈ, પિતાએ ફાંસો ખાઈ કરી આત્મહત્યા

    2 – નારિયેળનું પાણી
    નારિયેળનું પાણી કુદરતી આલ્કલાઈન છે. માટે તે કુદરતી રીતે જ એસીડીટી ઘટાડવામાં મદદ કરે છે.

    3 – ગોળ
    ઘણાં લોકોને જમ્યા પછી કંઈક ગળ્યુ ખાવાની આદત હોય છે. એસીડીટીની તકલીફવાળા લોકો ભોજનમા બન્ને ટાઈમ ગોળનો ઉપયોગ કરે તો એસસીડીટી થવાની શક્યતાઓ ઘટી જાય છે.

    આ પણ વાંચોઃ-હૃદયદ્રાવક ઘટના! લગ્નની મહેંદી ઉતરી પણ નહતી અને દુલ્હા-દુલ્હનનું અકસ્માતમાં મોત, સાત બહેનોએ એકનો એક ભાઈ ગુમાવ્યો

    4 – હર્બ્સ
    અજમો, તુલસી, ફૂદીનો એસીડીટીમાં જલ્દી રાહત આપે છે. અલગ-અલગ રીતે તેનો ઉપયોગ કરી શકાય છે. પણ જો આ હર્બ્સનો ઉપયોગ રોજ કરશો તો એસીડીટીને દૂર રાખી શકશો.

    5 – વરિયાળી
    આપણે ત્યાં જમ્યા પછી વરિયાળી ખાવાની પરંપરા છે. કારણ કે તે એસીડીટીને દૂર રાખીને પાચનતંત્રને ચોખ્ખુ રાખે છે. માટે જ જમ્યા પછી વરિયાળી ખાવાનું ભૂલશો નહીં.

    આ પણ વાંચોઃ-માતા-પિતા માટે ચેતવણીરૂપ કિસ્સો! રમતા રમતા 65 મોતીઓની માળા ગળી ગયું દોઢ વર્ષનું બાળક, રિપોર્ટ જોઈ ડોક્ટરો ચોંકી ગયા

    6 – સફેદ કોળાનો જ્યુસ
    સફેદ કોળા ઉત્તર ભારતમાં વધુ જોવા મળે છે. તેનો જ્યુસ ખુબજ ગુણકારી છે. રોજ સવારે સફેદ પેઠાનો જ્યુસ પીશો તો એસીડીટી થશે નહીં. પણ જેમને કફની પ્રકૃતિ હોય તેમણે આ જ્યુસ પીવો નહીં. કારણ કે સફેદ કોળાની તાસિર ઠંડી હોય છે.



    7 – પાણી વધુ પીવો
    એસીડ દૂર કરનારી દવાઓની સરખામણીમાં પાણી વધુ અસરકારક રહે છે. એક ગ્લાસ પાણી પીધુ હોય તેમાં 1 મિનિટમાં જ રાહત થાય છે ત્યારે એસીડ દૂર કરનારી દવાઓથી એટલી જ અસર 2 કલાકમાં થાય છે.
    Published by:ankit patel
    First published:December 18, 2020, 15:10 pm

    ટૉપ ન્યૂઝ