Home /News /lifestyle /

લાગણીઓને મનમાં ન રાખો તેને બહાર આવવા દો, જેનાથી તણાવ દૂર થશે: કંચન રાય

લાગણીઓને મનમાં ન રાખો તેને બહાર આવવા દો, જેનાથી તણાવ દૂર થશે: કંચન રાય

કોરોના કાળમાં મેન્ટલ હેલ્થ સારું રાખવા અને સ્ટ્રેસ ભગાડવા માટે Let Us Talkની ફાઉન્ડર કંચન રાયે આપી કેટલીક ખાસ ટિપ્સ

કોરોના કાળમાં મેન્ટલ હેલ્થ સારું રાખવા અને સ્ટ્રેસ ભગાડવા માટે Let Us Talkની ફાઉન્ડર કંચન રાયે આપી કેટલીક ખાસ ટિપ્સ

  સમગ્ર વિશ્વમાં કોરોના (Coronavirus)ને કારણે ખૂબ જ ગંભીર પરિસ્થિતિ સર્જાઈ છે. દુ:ખ, ઉદાસી, કોઈનાથી અલગ થવાની તકલીફ ખૂબ જ વધુ હોય છે, પરંતુ આ પરિસ્થિતિ પર ખુદ પર કાબૂ હોવો જરૂરી છે. ખુદ પર કાબૂ રાખવા માટે તમારે ખુશ (Happy) રહેવું પડશે. આ પરિસ્થિતિમાં ખુદને અને તમારા પરિવાર, મિત્રને સંભાળવાની જરૂર છે. આ પરિસ્થિતિમાં માનસિક સ્વાસ્થ્ય (Mental Health)માં સુધારો લાવવા માટે News18 Hindiની આસિસ્ટન્ટ એડિટર પૂજા પ્રસાદે Let Us Talkની ફાઉન્ડર અને ઈમોશનલ-મેન્ટલ વેલ બીઈંગના નિષ્ણાંત કંચન રાય (Kanchan Rai) સાથે ફેસબુક લાઈવમાં વાતચીત કરી હતી. તેમણે આ ગંભીર પરિસ્થિતિમાંથી બહાર આવવા માટે કેટલીક ટિપ્સ આપી હતી, જેને ડે ટુ ડે લાઈફમાં સરળતાથી લાગુ કરી શકાય છે.

  કંચન રાયે જણાવ્યું કે આ પરિસ્થિતિમાં ખુશ રહેવું ખૂબ જ જરૂરી છે અને આ ખુશી તમારે જાતે જ મેળવવાની છે. તમારે ખુદને ખુશ રાખવા માટે ખૂબ જ મહેનત કરવી પડશે. હંમેશા પોઝિટીવ રહેવું સંભવ નથી, પરંતુ મગજમાં જે પણ પોઝિટીવ કે નેગેટીવ વિચાર ચાલે છે તેને સમજવાનો પ્રયત્ન કરો. તેમણે જણાવ્યું કે ખુદને કંટ્રોલમાં રાખવું ખૂબ જ જરૂરી છે. કોરોનાના આ સમયમાં ખુદ પર કાબૂ મેળવવો જરૂરી છે અને તે માટે તમારે ખુદને સમજવા પડશે. પહેલા તમે જો તણાવમાં હોવ તો તમે કોઈને મળી શકતા હતા, પરંતુ અત્યારે પહેલા જેવી પરિસ્થિતિ ન હોવાથી તમારે ખુદને ખુશ રાખવાનો પ્રયત્ન કરવો પડશે. કોરોનાના સમયમાં સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવવાની સલાહ આપવામાં આવે છે, તેથી આ સમયે ઘરે રહેવું વધુ યોગ્ય છે. ઘરમાં કોઈને કોઈ કામમાં વ્યસ્ત રહો, જેથી તમને એકલું ન લાગે.

  આ પણ વાંચો, જો આપની પાસે છે 1 રૂપિયાનો આ સિક્કો તો આપને મળશે દોઢ લાખ રૂપિયા, જાણો કેવી રીતે

  કંચન રાયે જણાવ્યું કે તમારા મનમાં ચાલતા વિચારોને અનુભવો અને તે જાણવાની કોશિશ કરો કે આવું શા માટે થઈ રહ્યું છે. તમારા મગજમાં આ પ્રકારના વિચાર શા માટે આવી રહ્યા છે. જો તમે આ પ્રકારના વિચાર આવવાનું કારણ જાણી લેશો તો તમે સરળતાથી તે વિચારને દૂર કરી શકશો. પહેલા તે સમસ્યાને સ્વીકારો અને તેને દૂર કરવાનો ઉપાય શોધો. સ્વજન દૂર જવાનું દુખ ખૂબ જ થાય છે, પરંતુ તેને મનમાં ન રાખો તે દુખને રડીને બહાર કાઢી લો. આ પ્રકારે કરવાથી તમારુ મન હળવું થઈ જશે, અને તમે તમારી લાગણીઓ પર કાબૂ મેળવી શકશો.

  આ પણ વાંચો, 250 રૂપિયા ખર્ચીને ઘરે મંગાવો કોરોના ટેસ્ટ કિટ, 15 મિનિટમાં રિઝલ્ટ સાથે મેળવો રિપોર્ટ

  જો તમારી સાથે કોઈ ખરાબ ઘટના થઈ છે અથવા કોઈ સ્વજન ગુમાવ્યું છે તો તણાવમાં ન રહો, પરંતુ સકારાત્મક વિચારો લાવો. તમારી સારી સારી મોમેન્ટ્સને યાદ કરો અને કેવી રીતે પોઝિટીવ રહેવું તે અંગે વિચારો. લોકોની સાથે તમારા વિચાર શેર કરો. કોરોનાકાળમાં તમે વર્ચ્યુઅલી કામ કરી શકો છો. સોશિયલ મીડિયાની મદદથી તમે અનેક લોકો સાથે તમારો સમય પસાર કરી શકો છો.

  કંચન રાયે જણાવ્યું કે મેડિટેશન કરવું અને જિમમાં વર્કઆઉટ કરવું ટેકનિકલી સમાન છે. નિયમિત રૂપે મેડિટેશન કરવું જોઈએ. દરેક વસ્તુમાં બ્રેક હોવો જરૂરી છે, જેથી તમારું માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય સંતુલિત રહે. પોતાને સમય આપવો પણ જરૂરી છે. તે માટે એક ટાઈમ ટેબલ બનાવી લો અને તમારા શરીર પ્રમાણે મેડિટેશન કરો. વધુ સમય સુધી મેડિટેશન કરવાથી દરેક વસ્તુ ઠીક નહીં થાય, પરંતુ યોગ્ય રીતે મેડિટેશન કરવાથી દરેક વસ્તુ ઠીક થશે. મેડિટેશન કરવાનો કોઈ સમય હોતો નથી. જ્યારે પણ તમે તણાવનો સામનો કરો, ત્યારે તમે મેડિટેશન કરી શકો છો. મેડિટેશન માટે કોઈ નિષ્ણાંતની સલાહ લો, જેથી તમે તમામ પરિસ્થિતિ સંતુલિત કરી શકો.
  First published:

  Tags: Coronavirus, COVID-19, Emotions, Happiness, Kanchan Rai, Lifestyle, Mental health, Stress

  આગામી સમાચાર