ક્યારેય પણ લીંબુની એક સ્વાદિષ્ટ વાનગી જે સાંભળતા જ મોંમાં પાણી આવે તે છે લીંબુનું અથાણું. બા અને દાદી આ અથાણું બહું બનાવતાં હતાં. પરંતુ તમને તેની રીત યાદ ન હોય તો કોઇ ચિંતા કરશો નહીં. તેને તમે પણ બનાવી શકો છો અને તમારા ભોજનમાં ઉમેરી શકો છો કારણ કે તે બનાવવામાં બહું સહેલું છે તો ચાલો શીખીએ લીંબુનું ગળ્યું અથાણું.
સામગ્રી
2 કિલો લીંબુ
200 ગ્રામ ગોળ કેરીના અથાણાંનો તૈયાર મસાલો
800 ગ્રામ ખાંડ
3 ચમચી હળદર
મીઠું સ્વાદાનુસાર
આ પણ વાંચો - આ બે મિનિટનો વ્યાયામ અને કારગર ફેસપેક ચહેરાની કરચલીઓને કરશે છૂમંતર, અજમાવી જુઓ
રીત
- સૌ પ્રથમ સારી જાતના લીંબુને ધોઇ, લૂછી લો.
- ત્યાર બાદ એક લીંબુના આઠ ટુકડા કરો. મીઠું અને હળદર ભેળવી લીંબુના ટુકડાઓને તેમાં ચોળી બોટલ કે વાસણમાં ભરીને ઢાંકી દો.
- ચોવીસ કલાક પછી લીંબુ બહાર કાઢીને કૂકરમાં બાફવા મૂકો. ચાર વ્હિસલ વગાડો.
- બાફેલા લીંબુને ચાળણીમાં રાખો. બરોબર નિતરી જાય પછી ગોળ કેરી બનાવવા માટે મળતા તૈયાર મસાલામાં ખાંડ ભેળવીને લીંબુ નાખી સાચવીને હલાવો.
- મિક્સ થઇ જાય પછી કાચની બરણીમાં ભરી દો. પાંચ-છ દિવસ પછી ખાવાના ઉપયોગમાં લો. આ અથાણું લાંબા સમય સુધી સારું રહેશે.
આ વીડિયો પણ જુઓ -