Home /News /lifestyle /દિલ્હીથી મનાલી થઈ લેહ પહોંચો માત્ર રૂ. 1399માં, પ્રકૃતિના થશે અદભૂત દર્શન

દિલ્હીથી મનાલી થઈ લેહ પહોંચો માત્ર રૂ. 1399માં, પ્રકૃતિના થશે અદભૂત દર્શન

ફાઈલ ફોટો

હરવા-ફરવા અને જમવાના શોખિન એટલે ગુજરાતી. ગુજરાતની પ્રજાને મોજીલી, રંગીલી અને શોખિન પ્રજા માનવામાં આવે છે. ગુજરાતીઓ કમાણીમાં તો આગળ છે સાથે મોજ-શોખ કરવામાં પણ આગળ છે.

    હરવા-ફરવા અને જમવાના શોખિન એટલે ગુજરાતી. ગુજરાતની પ્રજાને મોજીલી, રંગીલી અને શોખિન પ્રજા માનવામાં આવે છે. ગુજરાતીઓ કમાણીમાં તો આગળ છે સાથે મોજ-શોખ કરવામાં પણ આગળ છે. તેથી જ ભારત સહિત કોઈ પણ પ્રવાસના સ્થળે જાઓ તો ગુજરાતી તો મળી જ જાય. તો આજે અમે તમને ધરતીના સ્વર્ગની સફર માત્ર રૂ. 1399માં કેવી રીતે કરી શકાય તેની માહિતી આપીશું.

    તો તમને જણાવી દઈએ કે, હિમાચલ પ્રદેશ દ્વારા પ્રવાસીઓ માટે દિલ્હીથી હિમાચલ પ્રદેશની પણ બસ સેવા ચાલે છે. આનો ઉપયોગ કરી સસ્તામાં હિમાચલ પ્રદેશની સૌદર્યતા એકદમ સસ્તામાં નિહાળી શકો છો.

    દરેક ગુજરાતી જ નહી દરેક ભારતીયનું સપનું હોય છે, જિંદગીમાં એક વખત હિમાચલ પ્રદેશ કે કાશ્મીરની સફર કરવામાં આવે. પરંતુ ટૂર પેકેજના ભાવ ઉંચા હોવાથી દરેક લોકો આ સપનું પુરૂ નથી કરી શકતા. તો સામાન્ય કુંટુંબ પણ ઓછા ખર્ચે સારા પ્રવાસના સ્થલની મુલાકાત આ બસ સેવા દ્વારા લઈ શકે છે.

    HRTC દ્વારા દિલ્હીથી હીિમાચલ પ્રદેશના મોટાભાગના સ્થળ પર બસ સેવા ચલાવવામાં આવે છે. આ બધામાં દુનિયાના સૌથી ઊંચા સ્થળ પર પણ બસ સેવા ચાલે છે. આ સ્થળ છે દિલ્હીથી મનાલી થઈ લેહનો રૂટ.

    વર્ષ 2008માં શરૂ કરવામાં આવી હતી સેવા
    દેશના સૌથી ઊંચા અને લાંબા રૂટ લેહ-મનાલી-દિલ્હી પર વર્ષ 2008માં સૌથી પહેલા બસ સેવા શરૂ કરવામાં આવી હતી અને હવે 10 વર્ષથી આ બસ સેવા ચાલી રહી છે.

    1074 કિમીની સફર 1399 રૂપિયા ભાડુ
    દિલ્હી-માનાલી લેહ રૂટનું અંતર 1072 કિમી છે. એચઆરટીસી તરફથી રૂ. 1399 રૂપિયાનું ભાડુ વસુલવામાં આવે છે. પૂરા સફર દરમ્યાન ત્રણ ડ્રાઈવર અને 2 કન્ડક્ટર બદલાય છે. મંડીના સુંદરનગર અને કેલાંગમાં ડ્રાઈવર બદલાય છે. કેલાંગમાં રાત્રે બસ માટે હોલ્ટ રહે છે. અહીંથી બાદમાં સવારે બસ લેહ માટે નીકળે છે.

    હવામાન સાફ હોવાના કારણે મે મહિનામાં શરૂ થાય છે બસ સેવા
    આ વર્ષે હવામાનમાં થયેલા ફેરફારના કારણે બોર્ડર રોડ ઓર્ગેનાઈઝેશન (બીઆરઓ) તરફથી મનાલી-લેહ હાઈવેને પુન: સ્થાપિત કરી દેવામાં આવ્યો છે. આ કારણથી આ સુવિધા રેકોર્ડ મે મહિનામાં શરૂ થઈ શકી હતી.

    વિશ્વના સૌથી ઊંચા રોમેન્ટિક સફરમાં આ બસ પ્રવાસી રોહતાંગ પાસ (13050 ફૂટ), બારાલાચા પાસ(16043 ફૂટ) અને તંગલાંગલા (17480 ફૂટ) અને લાચૂંગલા પાસ (16598 ફૂટ) થઈ પસાર થાય છે.

    આ દરમ્યાન પ્રવાસી ખતરનાક રસ્તા સિવાય પ્રકૃતિના અદભૂત નજારાનો આનંદ ઉઠાવી શકે છે. આ બસ કેલાંગ, પટસૂ, જિંદજિંગ બાર, 21 ગાટા લૂપ્સ, વ્હીસ્કી નાળા અને સૂરજતાલ જેવા કેટલાક રમણીય સ્થળ થઈ લેહ પહોંચે છે.

    ત્રણ બસ ચાલે છે લેહ માટે
    ઉલ્લેખનીય છે કે, લેહ માટે દિલ્હી સિવાય મનાલી અને કેલાંગથી અલગ અલગ ત્રણ બસ ચાલે છે. બે બસ એચઆરટી અને એક બસ સેવા હિમાચલ ટૂરિઝમ વિભાગ તરફથી ચલાવવામાં આવે છે. ભારે બરફવર્ષા થઈ હોવાથી 15 સપ્ટેમ્બરથી ત્રણે બસ સેવા હાલ પુરતી બંધ કરી દેવામાં આવી છે. તમને જણાવી દઈએ કે, હવે અગામી વર્ષ 2019ના મે મહિનામાં બસ સેવા ફરી શરૂ કરવામાં આવશે.

    તમને જણાવી દઈએ કે, લેહ રૂટ આપણા દેશના સમારિક દ્રષ્ટીએ ખુબ મહત્વનો છે. ભારતીય સેનાએ કારગીલ યુદ્ધ દરમ્યાન ગોળા-બારૂદ પહોંચાડવા માટે આ રૂટનો જ પ્રયોગ કરવામાં આવ્યો હતો.
    Published by:kiran mehta
    First published:

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन