Home /News /lifestyle /

સંશોધકોનો દાવોઃ યાદશક્તિ સુધારવા માટે શીખો નવી ભાષા, આ ભયંકર રોગનું જોખમ પણ ઘટશે

સંશોધકોનો દાવોઃ યાદશક્તિ સુધારવા માટે શીખો નવી ભાષા, આ ભયંકર રોગનું જોખમ પણ ઘટશે

પ્રતિકાત્મક તસવીર- shutterstock.com

કેનેડામાં બેક્રેસ્ટ સેન્ટર (Baycrest Center) અને યોર્ક યુનિવર્સિટી (York University)ના સંશોધકો દ્વારા કરવામાં આવેલા નવા અભ્યાસમાં જાણવા મળ્યું છે કે નવી ભાષા શીખવી એ મગજના સ્વાસ્થ્યને સુધારવા અને યાદશક્તિ વધારવાનો એક સૌથી શ્રેષ્ઠ માર્ગ છે.

વધુ જુઓ ...
Learning a new language and improves your Memory: સામાન્ય રીતે યાદશક્તિ (Memory) વધારવાના અનેક ઉપાયો અને પ્રયોગો ઉપલબ્ધ છે. પરંતુ તમને જાણીને આશ્ચર્ય થશે કે કેનેડામાં બેક્રેસ્ટ સેન્ટર (Baycrest Center) અને યોર્ક યુનિવર્સિટી (York University)ના સંશોધકો દ્વારા કરવામાં આવેલા નવા અભ્યાસમાં જાણવા મળ્યું છે કે નવી ભાષા શીખવી એ મગજના સ્વાસ્થ્યને સુધારવા અને યાદશક્તિ વધારવાનો એક સૌથી શ્રેષ્ઠ માર્ગ છે. દૈનિક જાગરણના અખબારમાં પ્રકાશિત અહેવાલ અનુસાર, સંશોધકોએ નવા અભ્યાસમાં શોધ્યું છે કે નવી ભાષા (સ્પેનિશ) નો અભ્યાસ કરનારા વૃદ્ધોમાં શીખવાની ક્ષમતામાં એટલો જ સુધારો જોવા મળ્યો હતો, જેટલો તે કૌશલ્યને સુધારવા માટે બ્રેઇન ટ્રેનિંગ (Brain Training) પ્રવૃત્તિઓમાંથી આવે છે. આ અભ્યાસના પરિણામો એજિંગ ન્યુરોસાયકોલોજી એન્ડ કોગ્નિશન (Aging, Neuropsychology, and Cognition) જર્નલમાં પ્રકાશિત થયા છે.

અભ્યાસના પરીણામો એટલા માટે મહત્વના છે, કારણ કે યાદશક્તિ સુધારવા માટે બ્રેઇન ટ્રેનિંગ (Brain Training) પર ભાર આપવામાં આવે છે, પરંતુ તેના માટે અન્ય ભાષા શીખવા જેવા ઉપાયોને મહત્વ આપવામાં આવતું નથી. જ્યારે કે નવી ભાષા શીખવી બ્રેઇન ટ્રેનિંગથી વધુ સારો અનુભવ પ્રદાન કરે છે.

આ પણ વાંચો: પાર્ટનર સાથે દિવાળીમાં ફરવા જવાનો છે વિચાર, ઓછા બજેટમાં પૂરી થઈ જશે આ ટ્રિપ

શું કહે છે રિસર્ચર્સ?

આ અભ્યાસના મુખ્ય લેખક જેડ મેલ્ટજરે (Jade Meltzer) જણાવ્યું કે આ પરીણામો ખુબ ઉત્સાહી (encouraging) છે, કારણ કે તેના દ્વારા સંકેતો મળ્યા છે કે આ પ્રકારની એક્ટિવિટીથી વૃદ્ધોમાં જ્ઞાનાત્મક સુધારો આવે છે અને તેઓ પણ આ પ્રવૃત્તિમાં ઉત્સાહપૂર્વક જોડાય છે. અભ્યાસમાં પણ ખુલાસો થયો છે કે એક કરતા વધુ ભાષા (bilingual) જાણવી એક પ્રકારે મગજના સ્વાસ્થ્ય માટે સુરક્ષાત્મક પ્રભાવ ઊભો કરે છે અને એક ભાષા જાણનાર વ્યક્તિઓની સરખામણીમાં તેઓમાં બાદમાં ડિમેંશિયા(Dementia) જેવી બિમારીઓનો ખતરો હોય છે. જોકે, સંપૂર્ણ દ્વિભાષી થયા વિના બીજી ભાષા શીખવાની જ્ઞાનાત્મક અસરો વિશે હાલમાં ખૂબ ઓછી જાણકારી છે.

યોર્ક યૂનિવર્સિટી (York University)માં મનોવિજ્ઞાન વિભાગની રિસર્ચર પ્રોફેસર ડો. એલન બેલસ્ટાકે (Ellen Belstack) જણાવ્યું કે, અમારા અભ્યાસમાં ભાગ લેનારા વ્યક્તિઓમાં જોવા મળ્યું કે, ફ્લુએન્ટ(Fluent) સ્પેનિશ(spanish) બોલવામાં સક્ષમ થયા પહેલા જ તેઓમાં મહત્વ પૂર્ણ જ્ઞાનાત્મક સુધારો (cognitive improvement) જોવા મળ્યો હતો.

આ પણ વાંચો: દિવસમાં ક્યા સમયે સૌથી વધારે એક્ટિવ રહે છે ડેન્ગ્યૂ મચ્છર? લક્ષણો જોવા મળે તો રહેજો સતર્ક

રિસર્ચ પ્રોસેસ

ભાષા શીખનાર અને બ્રેઇન ટ્રેનિંગ લેનાર બંનેને 16 સપ્તાહ સુધી તેમના ટાસ્ક આપવામાં આવ્યા હતા. આ દરમિયાન તેમને અઠવાડિયામાં પાંચ દિવસ 30-30 મિનિટમાં સુનિશ્ચિત પ્રવૃત્તિઓ કરવામાં આવી હતી. સ્પેનિશ (Spanish) ભાષા શીખનારાઓને ઓનલાઈન એપ દ્વારા ભાષા શીખવાનું કામ આપવામાં આવ્યું હતું. તેવી જ રીતે બ્રેઇન ટ્રેનિંગ અંતર્ગત લોકોને ચોક્કસ ટેકનિક સાથે તાલીમ આપવામાં આવી હતી.

અભ્યાસનું માળખું

અભ્યાસમાં સંશોધકોએ 65-75 વર્ષની ઉંમરના 76 લોકોને સામેલ કર્યા હતા. તમામ પ્રતિયોગી માત્ર એક જ ભાષા બોલતા હતા અને જેઓ જ્ઞાનાત્મક (cognitively) રીતે પણ સ્વસ્થ હતા. તેમણે પહેલા ન તો ક્યારેય સ્પનિશ શીખી હતી કે ન તો છેલ્લા 10 વર્ષમાં કોઇ બીજી ભાષા વાંચી હતી. આ તમામને કોઇ પણ માપદંડ કે આધાર વગર 3 ગ્રુપ્સમાં વહેંચવામાં આવ્યા – પહેલા ગ્રુપમાં ભાષા શીખનારને રાખવામાં આવ્યા, બીજામાં બ્રેઇન ટ્રેનિંગ લેનારને રખાયા અને ત્રીજા ગ્રુપમાં(કંટ્રોલ ગ્રુપ) લોકોને ન તો ભાષા શીખવવામાં આવી કે ન તો બ્રેઇન ટ્રેનિંગ આપવામાં આવી.

આ પણ વાંચો: શોધ: બ્રેનમાં એક ખાસ પ્રોટીનની કમીથી થઇ શકે છે મેદસ્વીતાની સમસ્યા

અભ્યાસના પરીણામો

16 સપ્તાહ બાદ સંશોધકોએ બંને ગ્રુપ્સના લોકોનો ટેસ્ટ કર્યો, જેમાં જાણવા મળ્યું કે, ભાષા શીખનારાઓમાં જ્ઞાનાત્મક સુધારણાનું સ્તર એટલે કે શીખવાની ક્ષમતા બ્રેઇન ટ્રેનિંગ લેનારાઓ જેટલી જ હતી. આ અભ્યાસમાં ભાગ લેનારાઓની પ્રતિબદ્ધતા અને સુખદ અનુભવનું પણ મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું. બંને ગ્રુપ્સના લોકોની વર્કિંગ મેમરી અને એક્ઝીક્યુટીવ ફંક્શન (જેવા કે વિરોધાભાસી માહિતીઓને મેનેજ કરવી, કોઇ વિષય પર કેન્દ્રિત રહેવું કે ધ્યાન ભટકવા ન દેવું )માં સુધારો એક સરખો જ હતો.

જોકે, બ્રેઇન ટ્રેનિંગ લેનાર ગ્રુપના લોકોમાં પ્રોસેસિંગ સ્પીડ સરખામણીએ વધુ હતી. જે અપેક્ષિત જ હતી. કારણ કે તાલીમમાં કૌશલ્ય વિકાસને વધુ સારો બનાવવા પર ભાર મૂકવામાં આવે છે. બીજી તરફ ભાષા શીખનાર ગ્રુપ પર કોઇ દબાણ ન હતું, તેથી તેઓમાં ખુશી અને સુખદ અહેસાસનું સ્તર વધુ હતું.
Published by:kuldipsinh barot
First published:

Tags: Health Effect, Health News, Mental health

આગામી સમાચાર