Home /News /lifestyle /48 વર્ષના હ્રિતિકે ફ્લોન્ટ કર્યા તેના 8 પેક એબ્સ, જાણો તમે કઇ રીતે કરી શકો તમારી બોડીને ટ્રાન્સફોર્મ

48 વર્ષના હ્રિતિકે ફ્લોન્ટ કર્યા તેના 8 પેક એબ્સ, જાણો તમે કઇ રીતે કરી શકો તમારી બોડીને ટ્રાન્સફોર્મ

(Pic - Hrithik Roshan instagram)

નવા વર્ષના વેકેશનથી પોતાના પરિવાર સાથે પાછા ફરેલા 48 વર્ષીય અભિનેતાએ ઇન્સ્ટાગ્રામ પર પોતાની તસવીરો પોસ્ટ કરી હતી અને સાથે કેપ્શન આપ્યું હતું, "ઓકે, લેટ્સ ગો. #2023" અને ચાહકોની ખૂબ જ પ્રશંસા મેળવી હતી.

    બોલિવૂડ અભિનેતા હ્રિતિક રોશન (Hrithik Roshan) પોતાના હેન્ડસમ ફેસ અને ફિટનેસને લઇને તેના ફેન્સના દિલો પર રાજ કરે છે. 48 વર્ષીય અભિનેતા હાલ તો પોતાની નવી ગર્લફ્રેન્ડ અને તેના ફિટનેસને (Hrithik Roshan Diet Tips) લઇને ખૂબ ચર્ચાઓમાં આવી રહ્યો છે. પરંતુ આપને જણાવી દઇએ કે, ગ્રીક ગોડ હ્રિતિક રોશને પોતાના ટ્રેઇનરના જણાવ્યા પ્રમાણે, માત્ર આઠ અઠવાડિયામાં પોતાના 8-પેક એબ્સ અને શ્રેડેડ બોડી (Hrithik Roshan 8 Pack Abs & Shredded Body) દ્વારા ઇન્ટરનેટ પર આગ લગાવી દીધી છે. નવા વર્ષના વેકેશનથી પોતાના પરિવાર સાથે પાછા ફરેલા 48 વર્ષીય અભિનેતાએ ઇન્સ્ટાગ્રામ પર પોતાની તસવીરો પોસ્ટ કરી હતી અને સાથે કેપ્શન આપ્યું હતું, "ઓકે, લેટ્સ ગો. #2023" અને ચાહકોની ખૂબ જ પ્રશંસા મેળવી હતી.

    "વોર" એક્ટરનું તેની તંદુરસ્તી પ્રત્યેનું સમર્પણ તેના ફેન્સ અને બોલિવૂડમાં ખૂબ જ ફેમસ છે. હ્રિતિક તે બોલિવૂડ અભિનેતાઓ પૈકી એક છે, જે ભારતીયોની યુવાનોને શરીરનું ધ્યાન રાખવા અને ફીટ રહેવા માટે પ્રેરણા આપતો રહે છે.




    કઇ રીતે મેળવી શકો છો એબ્સ?

    ફિટનેસ નિષ્ણાંતોના મતે, જો તમે તમારા 40ના દાયકાના અંતમાં સિક્સ-પેક મેળવવા માંગતા હોય તો તમારા ડાયટમાં ફેરફાર કરવો ખાસ જરૂરી છે. અમુક ચોક્કસ આહાર મેટાબોલિઝમની પ્રોસેસને વેગ આપે છે, ચરબી વધારે બર્ન કરે છે અને તમને લાંબા સમય સુધી પેટ ભરેલું રાખવામાં મદદ કરે છે.

    આ પણ વાંચો: આટલી બોલ્ડ બાર્બીડોલ ક્યાંય નહીં જોય હોય! ત્રણ દીકરાની માતા હોવા છતાં લાગે છે આટલી હૉટ

    આરોગ્ય નિષ્ણાંતો અવારનવાર જણાવે છે કે સિક્સ-પેક અથવા એઇટ-પેક એબ્સ મેળવવા માટે શરીરમાં ફેટની ટકાવારી ઓછી હોવી જરૂરી છે, જે રીપ્ડ મસલ્સ બતાવે છે. શરીરમાં ફેટની આટલી ઓછી ટકાવારી હાંસલ કરવા માટે તમારે અત્યંત કડક ડાયટ અને કસરતના ટાઇમટેબલને અનુસરવું પડે છે. તેની શરૂઆત તમે તમારા રસોડામાંથી જ કરી શકો છો. તો ચાલો જાણીએ કેવો આહાર કરવો ડાયટમાં સામેલ જેથી મેળવી શકો હ્રિતિક જેવા એબ્સ-

    ઋતુગત શાકભાજી અને ફળો

    ફળો અને શાકભાજીમાં તેમાં કેલરીનું પ્રમાણ પણ ઓછું હોય છે, પરંતુ તેમાં ફાઇબર એન્ટિઓક્સિડન્ટ્સ અને વિટામિન્સ હોય છે. તેઓ વજન ઉતારવા અને ચરબી ઓગાળવામાં મદદ કરે છે, જે તેમને કોઈ પણ એબ-બિલ્ડિંગ આહાર માટે આવશ્યક અને આદર્શ ખોરાક બનાવે છે.

    અનાજ

    છ કે આઠ પેક એબ્સ માટે ફાઇબરનું પ્રમાણ વધારે હોય તેવો ખોરાક લેવો મહત્વપૂર્ણ છે અને વજન ઘટાડવા, પાચન અને બ્લડ શુગરના લેવલને ઘટાડી શકે છે. આમ, આખા અનાજ વિટામિન, ખનિજો અને એન્ટીઓકિસડન્ટોનો સારો સ્રોત છે. આખા અનાજ ખાવાથી ભૂખ પણ ઓછી થાય છે.

    સીડ્સ અને નટ્સ

    બદામ અને સીડ્સ પ્રોટીન અને હેલ્થી ફેટનું સંપૂર્ણ સંતુલન પૂરું પાડે છે, જે એબ્સ મેળવવા માટે ફાયદાકારક છે. તમારા દૈનિક આહારમાં પિસ્તા, અખરોટ અને બદામ જેવા લોકપ્રિય નટ્સને અને ચિયા, અળસી અને કોળા જેવા સીડ્સને સમાવિષ્ટ કરવા જોઇએ.

    આ પણ વાંચો: ઋષભ પંત ICU માં અને ઉર્વશી પાર્ટીમાં! આ પ્રેમ છે? તને કંઇ પડી છે કે નહીં?

    કઠોળ

    કઠોળમાં દાળ, બીન્સ, વટાણા અને શીંગદાણાનો સમાવેશ થાય છે. જે પ્રોટીન, ફાઇબર, વિટામિન્સ, આયર્ન, કોપર, મેગ્નેશિયમ અને ઝિંક જેવા આવશ્યક પોષક તત્વોનો શ્રેષ્ઠ સ્રોત છે. આરોગ્ય નિષ્ણાંતોના મતે, વધુ પ્રોટીન ખાવાથી શરીરના બાંધામાં સુધારો થાય છે અને પેટની ચરબીમાં ઘટાડો થાય છે.

    એબ્સ મેળવવા માટે જરૂરી છે કસરતો

    કાર્ડિયો અથવા એરોબિક કસરતમાં જોગિંગ, બાઇકિંગ, બોક્સિંગ અથવા સ્વિમિંગ જેવી એક્ટિવિટી દ્વારા તમારી હાર્ટ બીટને વધારી શકો છો. તમારા નિત્યક્રમમાં કાર્ડિયો ઉમેરવાથી કેલરી બર્ન કરવામાં અને વજન ઘટાડવામાં મદદ મળી શકે છે, જેથી તમને એબ્સ વધુ ઝડપથી મળી શકે.

    રેઝીસ્ટેન્સ ટ્રેનિંગ એ શ્રેષ્ઠ રીત છે, જેમાં વજન ઉંચકીને અથવા પુશ-અપ્સ, સ્ક્વોટ્સ અને લંગ્સ જેવી બોડીવેઇટ કસરતો કરવામાં આવે છે. ઉપરાંત ક્રન્ચિસ, પ્લેન્ક્સ, માઉન્ટે ક્લાઇમ્બર અને સિટ-અપ્સનો સમાવેશ થાય છે.

    સિક્સ-પેક મેળવવા માટે તમારી જાતને માનસિક અને શારીરિક રીતે આગળ વધારવાને બદલે ફંક્શનલી ફીટ રાખવાનું લક્ષ્ય રાખવું મહત્વપૂર્ણ છે. ફોલો કરો આ ટિપ્સ:

    - તેવી કસરતો પસંદ કરો જે તમને વધારે થાક ન આપે.

    - તમે જે વસ્તુ કે એક્ટિવિટી કરવામાં કમ્ફર્ટેબલ હોય તે પસંદ કરો. જેમ કે સ્પોર્ટ્સ, ડાન્સ

    - નાના અને સમયાંતરે મીલ્સ લો.

    - બિંજીંગ કરવાનું ટાળો.

    - તમારા શરીરને હાયડ્રેટ રાખો.

    - કોઇ પણ આર્ટિફિશ્યલ સપ્લિમેન્ટ્સ અને ફેટ બર્નર્સ લેવાનું ટાળો.
    First published:

    Tags: Bollywood News in Gujarati, Hrithik roshan

    विज्ञापन