ઘરે જ વ્યાજબી કિંમતમાં બનાવો 3 જુદી-જુદી સ્વાદિષ્ટ સેન્ડવીચ-બર્ગરની વેરાયટી

News18 Gujarati
Updated: August 11, 2019, 11:56 AM IST
ઘરે જ વ્યાજબી કિંમતમાં બનાવો 3 જુદી-જુદી સ્વાદિષ્ટ સેન્ડવીચ-બર્ગરની વેરાયટી
વ્યાજબી કિંમતમાં બનાવો ચીઝી મેયોનીઝ સોસ

વ્યાજબી કિંમતમાં બનાવો ચીઝી મેયોનીઝ સોસ

  • Share this:
ગ્રીલ સેન્ડવીચ બહાર ખાવા જઈએ તો બમણા પૈસા ખર્ચાઈ જાય તો પણ સંતોષ ઘણી વખત નથી મળતો. પણ ખરેખર આ સેન્ડવીચ જો ઘરે બનાવીએ તો પણ એટલી જ સ્વાદિષ્ટ બને છે. અને એ પણ ખૂબ જ વ્યાજબી કિંમતમાં.. તો ચાલો જાણી લઈએ સૌ કોઈને ભાવતી મેયોનીઝ સેન્ડવીચ બનાવવાની રીત..

મેયોનીઝ સોસ અને ગાર્લિક મેયોનીઝ સોસની રેસિપી

મેયોનીઝ સોસ બનાવવા માટેની સામગ્રી :-

દહીં 2 ટે.સ્પૂન
ઓલીવ ઓઈલ 3 ટે.સ્પૂન
ચીઝ ક્રીમ 1 કપખાંડ 1 ચમચી
દૂધ 2 ચમચી
મરી પાવડર 1 સ્પૂન
મીઠું સ્વાદ અનુસાર

મેયોનીઝ સોસ બનાવવા માટે ની રીત :-

સૌ પ્રથમ સાદો મેયોનીઝ સોસ બનાવવા માટે- ઉપર જણાવેલ બધી જ સામગ્રીને મિક્સ કરીને બ્લેન્ડરથી બ્લેન્ડ કરી લો. તો આ સાદા ફ્લેવરનો મેયોનીઝ સોસ તૈયાર છે.
- હવે જો તમે સ્પાઈસી અને ટેન્ગી મેયોનીઝ બનાવવા ઈચ્છતા હોવ તો, તેમાં સ્વાદ પ્રમાણે ટમેટો કેચપ અને લાલ મરચું પાવડર મિક્સ કરી દો. આ ટેન્ગી ફ્લેવરનો મેયોનીઝ સોસ બર્ગર સાથે ખૂબ જ ટેસ્ટી લાગે છે.


- હવે જો તમે ગાર્લિક મેયોનીઝ સોસ બનાવવા ઈચ્છતા હોવ તો, આ સાદા ફ્લેવરના મેયોનીઝ સોસમાં થોડો ગાર્લિક પાવડર મિક્સ કરી દો. આ ગાર્લિક ફ્લેવરનો મેયોનીઝ સોસ તમે બ્રેડ ઉપર લગાવી સેન્ડવીચ બનાવી શકો છો. તેમ બ્રેડ ઉપર આ ગાર્લિક મેયોનીઝ સોસ અપ્લાય કરી ઉપર ચીલી ફ્લેક્સ, ઓરેગાનો, ઝીણી સમારેલી ડુંગળી અને કેપ્સિકમ પાથરી સહેશ શેકી અથવા તો ગ્રીલ કરીને પણ કેચપ સાથે સર્વ કરી શકો છો. ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે આ સેન્ડવીચ..
First published: August 11, 2019, 11:40 AM IST
વધુ વાંચો
अगली ख़बर

टॉप स्टोरीज

corona virus btn
corona virus btn
Loading