ઘરે જ બનાવો ફ્રૂટ્સમાંથી બનતો 'જેલી-બેલી મઠો', શીખો મઠાની 4 વેરાયટી

 • Share this:
  ગરમીની સીઝનમાં દહીં ખાવાની મજા જ બમણી થઈ જાય છે. અને આ વાતાવરણમાં બાળકો ભોજનની થાળીમાં કેરીનો રસ, શ્રીખંડ કે મઠાની લાલચે રોટલી-શાક પણ આરામથી ખાઈ લેતા હોય છે. ત્યારે ચાલો આજે તમને શીખવીએ ઘરે જ બની જતા અવનવા મઠાની વેરાયટીઝ..

   જેલી-બેલી મઠો બનાવવાીની સામગ્રી:

  દહીં-1 મોટો બાઉલ
  દળેલી ખાંડ-2 ટે સ્પૂન
  દાડમ- 1/2 કપ
  સફરજન-1/2 કપ
  લીલી દ્રાક્ષ-1/2 કપ
  કાળી દ્રાક્ષ-1/2 કપ
  કાજુ- બદામ- પિસ્તા
  કલર જેલી
  તૂટીફ્રૂટી

  બનાવવાની રીત:
  સૌ પ્રથમ દહીંનો મસ્કો બનાવવા: દહીંને મલમલના કપડામાં બાંધી તેને સ્વચ્છ જગ્યાએ લટકાવી દહીંમાંથી વધારીનું પાણી નીતરી લો.

  તેમાંથી પાણી નીકળે ત્યાં સુધીમાં એક બાઉલમાં સફરજનના ટુકડા કરી, દાડમના દાણા, બંને દ્રાક્ષ,ખાંડ નાખી હલાવી લો. ત્યારબાદ દહીંમાંથી પાણી કાઢેલો દહીંનો મસ્કો લઈ તેમાં,કાજુ બદામ પિસ્તાના ટુકડા, જેલી, તૂટીફૂટી, મિક્ષ કરી તેમાં ફ્રૂટનું મિશ્રણ ઉમેરો. તો તૈયાર છે ફ્રુટ મઠો.

  આવો જાણીએ અવનવા ટેસ્ટી ફ્લેવરના મઠા કેવી રીતે બનાવી શકાય

  • દહીંના મસ્કામાં કેરીના ટૂકડા અને કેરીનો પલ્પ નાખી મેન્ગો મઠો બનાવી શકાય છે.

  • દહીંના મસ્કામાં રોઝ સીરપ અને ગુલાબની તાજી સમારેલ પાંદડી નાખી રોઝ મઠો બનાવી શકાય છે.

  • દહીંના મસ્કામાં ડ્રાય ફ્રુટને શેકીને નાખી રાજભોગ મઠો બનાવી શકાય છે.
   આમ તમે સહેજ ફેરફાર કરી ઘણી વેરાઈટી બનાવી શકો છો.

  Published by:Bansari Shah
  First published: