હેલ્થ ડેસ્કઃ કેળા સ્વાસ્થ્ય માટે ઘણા (Bananas benefits) ફાયદાકારક છે. આ કારણે મોટાભાગના લોકો કેળાને પોતાના ડાયટમાં (Diet) સામેલ કરે છે. તે બાકી ફળોની સરખામણીએ સસ્તા હોવાથી મોટા ભાગના લોકો ફળોમાં સૌથી પહેલા તેને પસંદ કરે છે. પરંતુ ઘણી વખત જોવા મળે છે કે વર્કઆઉટ (Workout) કર્યા વગર ઘણા લોકો એકસાથે ઘણા કેળાનું સેવન કરે છે. એમ વિચારીને કે તે તેના સ્વાસ્થ્ય માટે ફાયદાકારક (benefits for health) છે. પરંતુ ઘણી વખત આ ફાયદાની જગ્યાએ નુકસાન પણ કરી શકે છે. આવો જાણીએ કેળાના વધુ સેવનથી થતા નુકસાન વિશે.
વજન વધી શકે છે
કેળાના વધુ પડતા સેવનથી વજન વધવાની સમસ્યા સર્જાય છે. જે લોકો વજન ઘટાડવા માટે કોઇને કોઇ પ્રયત્નો કરે છે તે લોકોને કેળાનું સેવન ન કરવું જોઇએ. કારણ કે તેમાં કેલેરીની માત્રા વધુ હોય છે અને તે વજન વધારે છે. આ સાથે જ કેળું ખાધા પછી કે કેળાની સાથે દૂધનું સેવન કરવાથી પણ બચવું જોઇએ.
કબજીયાત થઇ શકે છે
કેળાનુ સેવન વધુ માત્રામાં કરવાથી કબજીયાતની સમસ્યા પણ થઇ શકે છે. કારણ કે તેમાં રહેલ ટૈનિટ એસિડ પાચન તંત્ર પર અસર કરે છે. કેળું ખાવાથી મોશન ટાઇટ થઇ જાય છે. તેથી મર્યાદિત માત્રામાં કેળાનું સેવન કરવું અને તે પણ ધ્યાનમાં રાખો છે કેળા સારી રીતે પાકેલા હોય.
નર્વ્સ ડેમેજ થવાનો ખતરો
કેળાના વધુ પડતા સેવનથી નર્વ્સ ડેમેજ થવાનો ખતરો વધે છે. ખાસ કરીને વર્કઆઉટ કરનારા લોકો માટે. કેળામાં ભરપૂર માત્રામાં વિટામિન બી6 હોય છે, તેથી વર્કઆઉટ ન કરતા લોકોએ પણ કેળાનું વધુ પડતું સેવન ન કરવું જોઇએ.
પેટમાં થઇ શકે છે ગેસ અને દુખાવો
પેટમાં દુખાવાની સમસ્યા પણ વધુ પડતા કેળા ખાવાથી થઇ શકે છે. કેળામાં સ્ટાર્ચ હોય છે જેના કારણે તેને પચાવવામાં સમય લાગે છે. તેથી પેટમાં દુખાવાની સાથે જીવ ગભરાવો અને ઉલ્ટી આવવી જેવી સમસ્યાઓ થઇ શકે છે. કેળામાં ફ્રક્ટોઝ હોય છે તેથી વધુ કેળા ખાવાથી પેટમાં ગેસ પણ થઇ શકે છે.
વધી શકે છે માઇગ્રેન
જે લોકોને માઇગ્રેનના કારણે માથામાં દુખાવો રહે છે તેમને કેળાનું સેવન કરવું જોઇએ નહીં. કેળામાં ટાયરામાઇન નામનો પદાર્થ હોય છે જે માઇગ્રેનને વધારવામાં કારણભૂત બની શકે છે.
શુગર લેવલ વધી શકે છે
કેળાનું વધુ સેવન કરવાથી શરીરમાં શુગર લેવલ વધી શકે છે. કેળામાં નેચરલ શુગર હોય છે જેના કારણે શુગર લેવલ વધવાની સમસ્યા થઇ શકે છે. જે લોકોને ડાયાબિટીઝ છે તેને કેળા ખાવાથી દૂરી બનાવવી જોઇએ.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર