Home /News /lifestyle /

40 વર્ષથી ઓછી ઉંમરના લોકો માટે દારૂ હાનિકારક, આ વય પછી કેટલું ડ્રિંક લઈ શકાય? જાણો શું કહે છે સર્વે

40 વર્ષથી ઓછી ઉંમરના લોકો માટે દારૂ હાનિકારક, આ વય પછી કેટલું ડ્રિંક લઈ શકાય? જાણો શું કહે છે સર્વે

દારૂ સાથે સંકળાયેલી ઉંમર બાબતે મેડિકલ જર્નલ ધ લેન્સેટનો અભ્યાસ ચોંકાવનારા તારણો રજૂ કરે છે

Alcohol Drinking - ગુજરાતમાં લઠ્ઠાકાંડની ઘટના સામે આવી છે જેમાં 20થી વધારે લોકોના મોત થયા છે ત્યારે જાણીએ કે અમુક ઉંમરના લોકોને દારૂના કારણે વધુ જોખમ હોવાનું તાજેતરમાં થયેલા અભ્યાસ પરથી સામે આવ્યું છે

દારૂ પીવો (Alcohol Drinking) સ્વાસ્થ્ય માટે હાનિકારક છે અને આ વાત બધા જાણે છે. તબીબો અને આરોગ્ય ક્ષેત્રે સંકળાયેલા તજજ્ઞો દારૂ પીવાથી થતા નુકસાન અંગે અવારનવાર ચેતવણી આપી ચુક્યા છે. દારૂના કારણે અનેક બીમારી (Health problems)ઓ થાય છે. ત્યારે અમુક ઉંમરના લોકોને દારૂના કારણે વધુ જોખમ હોવાનું તાજેતરમાં થયેલા અભ્યાસ (Survey) પરથી સામે આવ્યું છે. આ દરમિયાન ગુજરાતમાં લઠ્ઠાકાંડને (Gujarat hooch tragedy ) કારણે લોકોએ જીવ ખોવાનો વારો આવ્યો છે. બોટાદમાં થયેલા લઠ્ઠાકાંડમાં મૃત્યુઆંક વધીને 18 પર પહોંચી ગયો છે. જ્યારે 45 જેટલા લોકો સારવાર હેઠળ છે.

આજતકના અહેવાલ મુજબ, જસલોક હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટરના જનરલ મેડિસિન કન્સલ્ટન્ટ ડોક્ટર રોહન સેકિરાનું કહેવું છે કે, આપણું શરીર એક કલાકમાં માત્ર એક ડ્રિંક અને દિવસમાં કુલ 3 ડ્રિંક્સ પચાવી શકે છે, પરંતુ એકથી વધુ ડ્રિંક નુકસાનકારક છે. આ બાબતે તાજેતરમાં એક અભ્યાસ થયો છે. જેમાં કોને દારૂ પીવાથી વધુ જોખમ હોઈ શકે અને કોને લોકોને ફાયદો થઈ શકે તે દર્શાવવામાં આવ્યું છે.

40 વર્ષથી ઓછી ઉંમરના લોકો માટે દારૂ વધુ હાનિકારક

દારૂ સાથે સંકળાયેલી ઉંમર બાબતે મેડિકલ જર્નલ ધ લેન્સેટનો અભ્યાસ ચોંકાવનારા તારણો રજૂ કરે છે. આ અભ્યાસ મુજબ 40 વર્ષથી ઓછી ઉંમરના યુવાનોમાં દારૂ પીવાથી સ્વાસ્થ્ય પર વધુ જોખમ પડી શકે છે. બીજી તરફ 40 વર્ષ કે તેથી વધુ ઉંમરના લોકો માપમાં ડ્રિંક કરે તો આલ્કોહોલના સેવનથી કેટલાક ફાયદા થઈ શકે છે. તેનાથી હૃદયરોગ, સ્ટ્રોક અને ડાયાબિટીસનું જોખમ પણ ઘટી શકે છે.

આ પણ વાંચો - શું ખાંસતી સમયે નીકળી જાય છે યુરિન? તો હોઇ શકે છે આ ગંભીર સમસ્યા, જાણો ઉપાયો અને લક્ષણો

દારૂના કારણે હૃદયરોગ અને કેન્સર જેવી 22 બીમારી થઈ શકે

સંશોધનકારોએ આ અભ્યાસ માટે 204 દેશોના 1990થી 2020ની વચ્ચેના 15-95 વર્ષ અને તેથી વધુ વયના પુરુષો અને સ્ત્રીઓ માટે 2020 ગ્લોબલ બર્ડન ઓફ ડિસીઝ ડેટાનો ઉપયોગ કર્યો હતો. જેમાં મદ્યપાનને કારણે હૃદયરોગ અને કેન્સર સહિતની 22 તકલીફો ઉભી થતી હોવાનું સામે આવ્યું હતું.2020માં દારૂને કારણે 1.34 મિલિયનથી વધુ લોકોના મૃત્યુ થયા હોવાના અહેવાલ છે. આ સંખ્યામાં 15થી 49 વર્ષની વયના લોકો સૌથી વધુ હતા. અમેરિકાની યુનિવર્સિટી ઓફ વોશિંગ્ટનમાં ઇન્સ્ટિટ્યૂટ ફોર હેલ્થ મેટ્રિક્સ એન્ડ ઇવેલ્યુએશન (IHME)ના પ્રોફેસર અને વરિષ્ઠ લેખક ઇમૈનુએલા ગાકીડૌ જણાવ્યું હતું કે, આ ઉંમરના લોકોમાં દારૂના કારણે માર્ગ અકસ્માત, આત્મહત્યા અને હત્યાઓનું પ્રમાણ વધુ હોય છે.

દરરોજ કેટલો દારૂ લઈ શકાય?

સંશોધકોએ પોતાની પાસે રહેલા ડેટા પરથી આલ્કોહોલના સરેરાશ દૈનિક સેવનનો અંદાજ કાઢ્યો હતો. સંશોધકોના જણાવ્યા અનુસાર, 15-39 વર્ષની વયના લોકો દરરોજ 0.136 સ્ટાન્ડર્ડ ડ્રિંક્સ લઈ શકે, એટલે કે સ્ટાન્ડર્ડ ડ્રિંકના દસમા ભાગથી થોડી વધારે. 15-39 વર્ષની વયની મહિલાઓ 0.273 સ્ટાન્ડર્ડ ડ્રિન્ક લઈ શકે, એટલે કે સ્ટાન્ડર્ડ ડ્રિંકનો ચોથો ભાગ. અહીં ઉલ્લેખનીય છે કે, સ્ટાન્ડર્ડ ડ્રિન્કને 10 ગ્રામ શુદ્ધ દારૂ તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવે છે. સ્ટાન્ડર્ડ ડ્રિન્કની સાઈઝ 375 મિલી બિયર અને 30 મિલી હાર્ડ આલ્કોહોલ (વ્હિસ્કી અથવા અન્ય સ્પિરિટ) અને 100 મિલી રેડ અથવા વ્હાઇટ વાઇન હોય છે.

આ પણ વાંચો - જો રોજ સવારે તમને થાય છે કબજિયાતની સમસ્યા તો અપનાવો આ ઘરેલુ ઉપાય

અભ્યાસમાં એવું પણ સામે આવ્યું કે, આરોગ્યની તકલીફ ન હોય તેવા 40 વર્ષ કે તેથી વધુ વયના લોકો થોડા પ્રમાણમાં આલ્કોહોલ પીવે તો કેટલાક ફાયદા થઈ શકે છે. તેમનામાં ઇસ્કેમિક હાર્ટ ડિસીઝ, સ્ટ્રોક અને ડાયાબિટીસનું જોખમ ઘટી શકે છે.

સામાન્ય રીતે 2020માં 40-64 વર્ષની વયની વ્યક્તિઓ માટે સલામત આલ્કોહોલની ખપતનું સ્તર દરરોજના લગભગ અડધી સ્ટાન્ડર્ડ ડ્રિંક (પુરુષો માટે 0.527 ડ્રિંક અને મહિલાઓ માટે દરરોજ 0.562 સ્ટાન્ડર્ડ ડ્રિંક)થી લઈને લગભગ બે સ્ટાન્ડર્ડ ડ્રિન્ક (પુરુષો માટે દરરોજ 1.69 અને મહિલાઓ માટે 1.82 સ્ટાન્ડર્ડ ડ્રિંક્સ) સુધીનું હતું.
First published:

Tags: Health News, Lifestyle

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन