મગજમાં એક ખાસ પ્રોટીનની ઉણપ હોવાથી વધી શકે છે શરીરનું વજન: રીસર્ચ

વિશ્વભરમાં 65 કરોડથી પણ વધુ વયસ્કો મોટાપાનો શિકાર. તસવીર- shutterstock.com

Protein linked to Appetite: જાપાનના એક રિસર્ચમાં એક એવા પ્રોટીનની ઓળખ થઈ હતી, મગજમાં ભૂખ સંબંધીત અનેક સંકેત દેવામાં મેટાબોલિજ્મ (Metabolism) મહત્વની ભૂમિકા ભજવે છે.

  • Share this:
    Key protein linked to Appetite & Obesity: અત્યારના સમયે શરીર વધવું તે એક બીમારી નથી, પરંતુ તે બીમારીઓનું હેડક્વોટર છે. શરીર વધવાથી તમને ડાયાબિટીઝ, હાઈપરટેન્શન, હાર્ટ ડિઝીઝ, કોલેસ્ટ્રોલ અને હાઈ બલ્ડ પ્રેશર જેવી બિમારીઓને સાથે લઈને આવે છે. હજી સુધી તમે એવું સમજી રહ્યા હશો કે શરીર વધવાનો સીધો સંબંધ ભૂખ સાથે હોય છે. જે વ્યક્તિને જેટલી ભૂખ લાગે છે તે એટલુ જ ખાય છે. અને એજ કારણે તેના શરીરમાં વધારો થતો જાય છે. પરંતુ એવું નથી. દૈનિક જાગરણમાં આવેલા એક અહેવાલ અનુસાર જાપાનના એક રિસર્ચમાં એક પ્રોટીનની ઓળખ કરવામાં આવી છે. જે મગજને નિયમિત રીતે ભૂખ અંગે સંકેત આપે છે અને મેટાબોલિજ્મ (Metabolism)માં મહત્વની ભૂમિકા ભજવે છે. ઉંદર પર કરવામાં આવેલી એક અભ્યાસ અનુસાર મગજના આગળના ભાગમાં (Front)માં એક્સઆરએન1 (XRN1) નામનું પ્રોટિન ઓછી માત્રામાં હોવાથી તેમને વધારે ભૂખ લાગે છે અને તેમનું વજન વધી જાય છે.

    જાપાનની ઓકિનાવા ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ એન્ડ ટેક્નોલોજી ગ્રેજ્યુએટ યુનિવર્સિટી(Okinawa Institute of Science and Technology Graduate University)ના વૈજ્ઞાનિક પ્રોફેસર તાદાશી યામામોટો(Tadashi Yamamoto)ના જણાવ્યા અનુસાર, મૂળભૂત રીતે સ્થૂળતાનું કારણ ખોરાકના અસંતુલન અને તેનાથી ઉત્પન્ન થતી ઉર્જા છે. આ સ્ટડીને મેગેઝીન આઈસીઈન્સ (iScience)માં પ્રકાશિત કરવામાં આવ્યું હતું.

    મહામારીમાં વધી રહ્યું છે શરીર

    હાલના સમયમાં સ્થૂળતા (Obesity) લોકોના હેલ્થ માટે ચિંતાનો મુખ્ય કારણ છે. વિશ્વભરમાં 650 મિલિયનથી વધુ પુખ્ત વયના લોકો મેદસ્વીતાનો શિકાર બન્યા છે. વધુ પડતા વજનને કારણે, તેનાથી સંબંધિત અન્ય ઘણી બીમારીઓ પણ રોગચાળાનું સ્વરૂપ લઈ રહી છે, જેમ કે ટાઈપ -2 ડાયાબિટીસ વગેરે.

    આ પણ વાંચો: ઓક્ટોબરથી ફેબ્રુઆરી વજન ઘટાડવાનો શ્રેષ્ઠ સમય છે, જાણો શું છે કારણ...

    સંશોધનોએ દર્શાવ્યું છે કે, ઉંદરોના આગળના મગજમાં ચેતાકોષોની અછત તેમના મગજના તે ભાગમાં (હાયપોથાલેમસ) XRN1 નામના પ્રોટીનની અછત સર્જાય છે. તે શરીરનું તાપમાન, ઉંઘ, ભૂખ અને તરસને નિયંત્રિત કરે છે. જે ઉંદરો આ પ્રોટીનની ઉણપ ધરાવતા હોવાનું જાણવા મળ્યું હતું તે સામાન્ય ઉંદરો કરતા બમણો ખોરાક ખાતા હતા.
    Published by:kuldipsinh barot
    First published: