ફેશનની સાથે તબીયતને સાચવે છે કોલ્હાપુરી ચપ્પલ, જાણો તેને પહેરવાના 4 ફાયદા

News18 Gujarati
Updated: October 7, 2019, 12:32 PM IST
ફેશનની સાથે તબીયતને સાચવે છે કોલ્હાપુરી ચપ્પલ, જાણો તેને પહેરવાના 4 ફાયદા
News18 Gujarati
Updated: October 7, 2019, 12:32 PM IST
નવરાત્રીના દિવસોમાં છોકરીઓમાં ફેશન ટ્રેન્ડ કંઈક અલગ જ હોય છે. આ દિવસો માં મેચિંગ કપડાની સાથે મેચિંગ જ્વેલરી અને ચપ્પલો તમારા દેખાવને પણ વધુ આકર્ષક બનાવે છે. તમે અલગ અલગ કપડાની સાથે અલગ અલગ ચપ્પલો ટ્રાય કરી શકો છો. તહેવારોની સીઝનમાં કોલ્હાપુરી ચપ્પલો ઘણાં ટ્રેન્ડમાં હોય છે. કોલ્હાપુરી ચપ્પલો અને મોજડી ટ્રેડિશનલ ડ્રેસ સાથે ઘણી સારી લાગે છે. મહિલા હોય કે પુરુષ બંનેને તે પહેરવું ખૂબ જ ગમે છે. પહેલાં તેમાં ફક્ત ફ્લેટ સૉલ આવતું હતું, પરંતુ હવે તેમાં હીલ્સ અને જુદી જુદી સ્ટાઈલ પણ આવવા લાગી છે.

આ ચપ્પલો સ્ટાઈલની સાથે પગના સ્વાસ્થ્ય માટે પણ સારું હોય છે. આ સાથે તેની સિલાઈ અને ચામડાના રંગોમાં પણ બદલાવ કરી રંગબેરંગી દોરાનો ઉપયોગ કરીને તૈયાર કરવામાં આવે છે. આવો જાણીએ તેની સાથે જોડાયેલી કેટલીક વાતો..

ફેશનની સાથે તબીયતને પણ સાચવે તેવા કોલ્હાપુરી ચપ્પલના જાણો આ ચાર ફાયદા

તળિયાને મળે છે આરામ
કોલ્હાપુરી ચપ્પલોનું સૉલ સપાટ અને પાતળું હોવા છતા તે ઘણાં આરામદાયક લાગે છે. કારણ કે તે તમારા પગ ચપ્પલ પર સરખી રીતે ફેલાઈ શકે છે. એટલે કે પગનો કોઈ પણ ખૂણો દબાયેલો નથી રહેતો. જેથી ચાલતી વખતે પગમાં રક્ત સંચાર સારો રહે છે.

આંગળીઓ માટે ફાયદાકારક
Loading...

કોલ્હાપુરી ચપ્પલો આગળથી ખુલ્લી હોવાના કારણે નખ અને આંગળીને આરામ પહોંચાડે છે. તે પહેરવામાં ખુલ્લા હોવાથી બીમારી ગ્રસ્ત લોકો માટે તેને પહેરવું સરળ હોય છે.

કુશનવાળા ચપ્પલો
આજકાલ આ કોલ્હાપુરી ચપ્પલોના સૉલમાં કુશનનો પણ પ્રયોગ થવા લાગ્યો છે. જેના કારણે ઘણો આરામ મળે છે. પરંતુ જેના પગની પિંડીમાં વધારે દુખાવો થતો હોય તો તેને પહેરવાથી બચો.

ડિઝાઈન અને સ્ટાઈલ
આ સાથે તેની સિલાઈ અને ચામડાના રંગોમાં પણ બદલાવ કરી રંગબેરંગી દોરાનો ઉપયોગ કરીને તૈયાર કરવામાં આવે છે. તેથી પહેરવામાં ઘણાં જ ટ્રેન્ડી લાગે છે.
First published: October 7, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...