Know Your Personality: નાકના આકાર પરથી જાણી શકાય છે તમારી પર્સનાલિટી, આવી છે રીત
Know Your Personality: નાકના આકાર પરથી જાણી શકાય છે તમારી પર્સનાલિટી, આવી છે રીત
નાકના આકાર પરથી જાણી શકાય છે તમારી પર્સનાલિટી
Personality test by nose: દરેક લોકોના ચહેરાના અલગ અલગ ફીચર્સ (face features) હોય છે. લોકોંની આખો, હોઠ અને નાક તેમના ચહેરાને અલગ ઓળખાણ આપતા હોય છે. ત્યારે આજે અમે તમને તમારી નાકની બનાવટ તમારી પર્સનાલિટી વિશે શું કહે છે અને તેને કેવી રીતે જાણી શકાય? તે અંગે જાણકારી આપીશું
What Does Your Nose Reveal About You: શું તમે જાણો છો કે તમારા ચહેરાને જોઈને તમારી પર્સનાલિટી (Personality Test) વિશે જાણી શકાય છે? દરેક વ્યક્તિનો ચહેરો બીજી વ્યક્તિના ચહેરા કરતા અલગ હોય છે. દરેક લોકોના ચહેરાના અલગ અલગ ફીચર્સ (face features) હોય છે. લોકોંની આખો, હોઠ અને નાક તેમના ચહેરાને અલગ ઓળખાણ આપતા હોય છે. ત્યારે આજે અમે તમને તમારી નાકની બનાવટ તમારી પર્સનાલિટી વિશે શું કહે છે અને તેને કેવી રીતે જાણી શકાય? તે અંગે જાણકારી આપીશું
જર્નલ ઓફ ક્રેનિઓફેસિયલ સર્જરી (The Journal of Craniofacial Surgery) દ્વારા 2013માં કરાયેલા એક અભ્યાસ પ્રમાણે વ્યક્તિના નાકની બનાવટ તેની પર્સનાલિટી વિશે ઘણું જણાવે છે. આ અભ્યાસ માટે શોધકોએ અલગ અલગ નાકના લગભગ 1700 ચિત્રોનું અધ્યયન કર્યું અને શોધી કાઢ્યું કે અલગ અલગ બનાવટવાળા નાકથી પર્સનાલિટીની જાણ થઈ શકે છે.
જે લોકોની નાકની રચના એક જેવી હતી તેમની પર્સનાલિટીમાં પણ સામ્ય જોવા મળ્યું. આવો જાણીએ નાકની બનાવટ પરથી પર્સનાલિટીને કેવી રીતે જાણી શકાય?
Long Nose
લાંબુ નાક (Long Nose): આ અભ્યાસ પ્રમાણે જે વ્યક્તિઓની નાકની બનાવટ લાંબી હોય છે તે લોકો હાર્ડ વર્કિંગ હોય છે. આ લોકોને દરેક કામમાં પરફેક્શન પસંદ હોય છે અને તે લોકો પોતાની પ્રોફેશનલ લાઈફને પર્સનલ લાઇફની ઉપર રાખતા હોય છે.
short nose
નાનુ નાક (Short Nose): અભ્યાસ પ્રમાણે જે લોકોનું નાક નાનું હોય છે, તે લોકો સંવેદનશીલ હોય છે. તેમના માટે ભાવનાઓ મહત્વની હોય છે. આ લોકો પરિવારને તેમના કરિયર પેહલા રાખતા હોય છે.
Pointy Nose
ટોચવાળું નાક (Pointy Nose): જે લોકોનું નાક ટોચવાળું (pointing) હોય છે તે લોકો નાણાકીય સલાહ આપવામાં પારંગત હોય છે. તે લોકો તેમના પૈસાનું મેનેજમેન્ટ ખૂબ સારી રીતે કરતા હોય છે.
Greek Nose
સીધું ગ્રીક નાક (Greek Nose): જે લોકોની નાકની બનાવટ સીધી હોય છે, તે લોકો ખૂબ બુદ્ધિશાળી હોય છે. તેમજ આ લોકો વિશ્વાસ ને પણ લાયક હોય છે.