Home /News /lifestyle /પાર્ટી આઉટફિટ ખરીદતા પહેલા જાણી લો, શું છે તમારા શરીરનો પ્રકાર

પાર્ટી આઉટફિટ ખરીદતા પહેલા જાણી લો, શું છે તમારા શરીરનો પ્રકાર

એકવાર તમે તમારા શરીરના પ્રકાર વિશે વાકેફ થઈ જાઓ પછી તમે આઉટફિટ પસંદ કરવામાં એક્સપર્ટ થઇ જશો (પ્રતિકાત્મક તસવીર)

Lifestyle News : કોઈપણ ઇવેન્ટ માટે યોગ્ય રીતે ડ્રેસિંગ (dressing)કરવા માટે તમારા શરીરના પ્રકારને સમજવું જરૂરી છે. તે તમારા સુંદર વ્યક્તિત્વને વધુ નિખારી દેશે

પાર્ટીમા (party)કયા કપડાં પહેરવા તે નક્કી કરવું મુશ્કેલ થતું હોય છે, પરંતુ જો તમે અમુક મુદ્દાઓને ધ્યાનમાં રાખશો તો તે મુશ્કેલ કાર્ય નહીં લાગે. કોઈપણ ઇવેન્ટ માટે યોગ્ય રીતે ડ્રેસિંગ (dressing)કરવા માટે તમારા શરીરના પ્રકારને સમજવું જરૂરી છે. તે તમારા સુંદર વ્યક્તિત્વને વધુ નિખારી દેશે. દરેક વ્યક્તિનો શારીરિક આકાર અલગ હોય છે, તેથી, અમુક કપડાં અન્ય કરતાં વધુ સારા દેખાય છે. એકવાર તમે તમારા શરીરના પ્રકાર વિશે વાકેફ થઈ જાઓ પછી તમે આઉટફિટ પસંદ કરવામાં એક્સપર્ટ થઇ જશો, કારણ કે તે તમને શરીરના પ્રકાર મુજબ તમારા પોશાક પસંદ કરવામાં મદદ કરશે અને ભીડમાં અલગ ઉભરી આવામાં મદદરૂપ કરશે.

જ્યારે શરીરના શેપ અસંખ્ય છે, મોટાભાગની સ્ત્રીઓની શરીર સંરચના અવરગ્લાસ, સફરજન, પિઅર, લંબચોરસ અને ઊંધી ત્રિકોણની કેટેગરીમાં ફિટ થતી હોય છે. અહીં શરીરના દરેક પ્રકાર મુજબ કેટલાક સૂચનો આપેલ છે જે તમને કોઈ ફેશન દિવા જેવા દેખાવા માટે મદદ કરશે.

ઘડિયાળ( Hourglass figure) આકારનું શરીર


જ્યારે તમારા ખભા, તેમજ હિપ્સ, પ્રમાણસર હોય અને તમારી કમર રેખા ટૂંકી હોય ત્યારે તમારી પાસે એક અવરગ્લાસ શારીરિક આકાર હોય છે. કમરને સંકુચિત કરતા ડ્રેસ તમને શ્રેષ્ઠ ફિટ થશે. તમારા માટે શ્રેષ્ઠ નેકલાઇન્સ સ્વીટહાર્ટ કે વી નેકલાઇન્સ છે. તમારી કમર પર ભાર આપવા માટે, તમારી કમરની લાઈન પર અથવા પેટની નાભિની નીચે બેલ્ટ પહેરો. જ્યાં સુધી ડ્રેસનો સંબંધ છે, એ-લાઇન ડ્રેસ અથવા બોડી-હગિંગ કપડાં તમારા પર જામશે.

આ પણ વાંચો - વજન ઉતારવા આહારમાં સામેલ કરો આ 5 શાકભાજી, પછી જુઓ કમાલ

એપલ આકારનું શરીર


જો તમારું શરીર અને તમારી કમર ઓછી હોય તો તમારું શરીર સફરજનના આકારનું હોવાની શક્યતા છે. આ પ્રકારના શરીરના લોકોમાં સહેજ સાંકડા હિપ્સ અને ખભા, મોટા બસ્ટ, પહોળા ખભા અને કમર હોય છે. તમારા ખૂબસૂરત શરીરને દેખાડવા માટે, તમારે V અથવા ડીપ V નેકલાઇન સાથેનો ડ્રેસ પહેરવો જોઈએ. જો તમે ફલોરલ શર્ટ, ફુલ અથવા 3/4 સ્લીવ્સવાળા ડ્રેસ અને મોનોક્રોમ ડિઝાઇનના પોશાક પહેરો તો તે બેસ્ટ રહેશે. તે સાથે તમે ફ્લેર્ડ બોટમ્સ, પલાઝો વગેરે પણ પેહરી શકો છો.

પિઅર આકારનું શરીર


જો તમારા હિપ્સ અને જાંઘ, બસ્ટ અને ખભાની સરખામણીમાં પહોળા હોય તો તમારી પાસે પિઅર આકારનું શરીર છે. વાઈડ લેગ્ડ પોશાક, એ-લાઈન સ્કર્ટ અથવા પેટર્નવાળા અથવા રફલ્ડ ટોપ સાથેના કપડાં જે શરીરના ઉપરના ભાગને હાઈલાઈટ કરે છે તે આ પ્રકારના શરીરના લોકો માટે ઉત્તમ પસંદગી છે.

લંબચોરસ આકારનું શરીર


આ કેટેગરીમાં આવતા લોકોના ખભા, બસ્ટ તેમજ હિપનું માપ એકસમાન હોય છે. રફલ્ડ, લેયર્ડ અને એ-લાઇન ટોપ પસંદ કરો. અલગ નેકલાઈન અને બોટમ્સ સાથેના કપડાં ઉપલા શરીરના સ્નાયુઓના દેખાવ પર ભાર આપે છે. તમારા દેખાવને આકર્ષક બનાવવા, સ્ટ્રેપલેસ, સ્વીટહાર્ટ આકારના અને સ્લીવલેસ એપેરલ પહેરો.

ઊંધી ત્રિકોણ આકારનું શરીર


આ કેટેગરીમાં આવતા લોકોના ખભા એકદમ પહોળા અને સાંકડા હિપ્સ અને કમર હોય છે. સીધા કટ જીન્સ અને ઉલ્ટા વી આકારવાળા કપડાં કુદરતી રીતે તમારી પર્સનાલિટીને નિખારે છે. કોઈપણ ટોપ પેન્સિલ સ્કર્ટ, સ્લિમ જીન્સ વગેરે સાથે સરસ લાગશે કારણ કે તમારા હિપ્સ તમારા ખભા કરતા ઘણા નાના છે.
First published:

Tags: Lifestyle, Lifestyle News

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन