Avoid Eat Milk And Curd In Sawan: ઘણીવાર તમે લોકોને એવું કહેતા સાંભળ્યા હશે કે દૂધ (Milk), દહીં (Curd) અને તેમાંથી બનાવેલી વસ્તુઓ શ્રાવણ મહિનામાં ના ખાવી જોઈએ. પરંતુ તમે કોઈને પૂછો કે કેમ ન ખાવું જોઈએ, તો તેનો જવાબ સરળતાથી નથી મળતો. અહીં આજે અમે તમને આ સવાલનો જવાબ આપીશું કે શ્રાવણ મહિનામાં દૂધ, દહીં અને તેમાંથી બનેલી વસ્તુઓ કેમ ન ખાવી જોઈએ.
કીડી-મકોડા છે તેનું કારણ
શ્રાવણ મહિનામાં વરસાદને લીધે ઘાસ અને વિવિધ પ્રકારના લીલા છોડ ઉગી નીકળે છે. આ ઋતુમાં ઘાસ અને છોડમાં ઘણા પ્રકારના જંતુઓ વધવા માંડે છે. ગાય, ભેંસ અને બકરા આ ઘાસચારો ખાતા રહે છે અને આ ઘાસચારા સાથે આ જંતુઓ દૂધ આપતા પ્રાણીઓના પેટ સુધી પહોંચી શકે છે. જ્યાંથી તેઓ હાનિકારક તત્વોના રૂપમાં દૂધમાં પણ ભળી શકે છે. આ દૂધના સેવન દ્વારા આ તત્વો તમારા શરીરમાં પહોંચી શકે છે. તેથી જ શ્રાવણ મહિનામાં દૂધ પીવાની મનાઈ ફરમાવવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે, દૂધમાંથી દહીં અને ચીઝ જેવી ઘણી વસ્તુઓ તૈયાર કરવામાં આવે છે, જેના કારણે શ્રાવણ મહિનામાં આ ચીજોનું પણ સેવન ન કરવાની સલાહ આપવામાં આવે છે.
ચોમાસામાં આપણું પાચનતંત્ર નબળું પડી જાય છે. જેના કારણે દૂધ-દહીં અથવા તેમાંથી બનાવેલી ચીજોનું સેવન કરવાથી પેટને લગતી બીમારીઓ જેવી કે અપચો, ગેસ, પેટમાં દુ:ખાવો, ઉલટી, ઝાડા અને એસિડિટી થઇ શકે છે. જેથી શ્રાવણ મહિનામાં દૂધ, દહીં અને તેમાંથી બનાવેલી વસ્તુઓનું સેવન ન કરવું જોઈએ. ઈમ્યુનિટી સિસ્ટમ
શ્રાવણ મહિનો એ વરસાદ સિઝન છે અને જેના કારણે તમામ પ્રકારના બેક્ટેરિયા પાણીમાં હાજર હોય છે. કારણ કે દરેકના ઘરમાં જળ શુદ્ધિકરણ હોવું શક્ય નથી અને મોટાભાગના લોકો નળના પાણીનો ઉપયોગ કરે છે. જેથી આ પાણી દૂધમાં ભાળ્યું હોય તેવી પણ સંભાવના છે. દૂધના સેવન દ્વારા અથવા દૂધમાંથી બનાવાયેલા દહીં અને પનીર જેવી ચીજો દ્વારા આ બેક્ટેરિયા તમારા શરીરમાં પહોંચી શકે છે. જેના કારણે તમારી રોગપ્રતિકારક શક્તિ નબળી પડી શકે છે અને તમને ઉધરસ, શરદી, તાવ, ઉલટી, ઝાડા, પેટમાં દુ:ખાવો જેવી સમસ્યાઓ થઈ શકે છે. જેના કારણે શ્રાવણ મહિનામાં દૂધ, દહીં અને તેમાંથી તૈયાર કરેલી વસ્તુઓનું સેવન કરવાની મનાઈ છે.
(Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી જાણકારી સામાન્ય માહિતી પર આધારિત છે. ગુજરાતી ન્યૂઝ 18 તેની પુષ્ટિ કરતું નથી. તેનો અમલ કરતા પહેલા સંબંધિત નિષ્ણાંતનો સંપર્ક કરો.)
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર