Home /News /lifestyle /

કઇ રીતે જાણશો કે તમારે રૂટ કેનાલ ટ્રીટમેન્ટની જરૂર છે? આ લક્ષણોને રાખો ધ્યાનમાં

કઇ રીતે જાણશો કે તમારે રૂટ કેનાલ ટ્રીટમેન્ટની જરૂર છે? આ લક્ષણોને રાખો ધ્યાનમાં

રૂટ કેનાલ

Oral Health Care: દાંત, ચહેરા, જડબાના હાડકામાં અથવા અન્ય દાંતમાં ઊંડે સુધી અનુભવાય છે. પીડા સતત પણ થઇ શકે છે અથવા સમયાંતરે થયા કરે છે. દાંતના દુખાવાની કેટલીક અન્ય શક્યતાઓ પેઢાના રોગ, પોલાણ, ડેમેજ ફિલિંગ અથવા સાઇનસ ચેપ હોઈ શકે છે. આ સમસ્યાઓને રૂટ કેનાલ ટ્રીટમેન્ટની જરૂર ન હોવા છતાં, જો દુખાવો સતત થતો હોય તો તમારા ડૉક્ટર પાસે નિદાન અને સારવાર કરાવવી જરૂરી છે. નિયમિત બ્રશ અને ફ્લોસિંગ દાંતના સ્વાસ્થ્યને વધુ સારું બનાવે છે.

વધુ જુઓ ...
  આપણા દાંત (Teeth)ને બચાવવા માટે અસંખ્ય ડેન્ટલ ટ્રીટમેન્ટ (Dental Treatment) કરવામાં આવે છે અને રૂટ કેનાલ ટ્રીટમેન્ટ (Root Canal treatment) તેમાંથી એક છે. રુટ કેનાલ એ ડેન્ટલ ટ્રીટમેન્ટ છે, જેનો ઉપયોગ તમારા ડેન્ટલ પલ્પ અને રુટમાં થયેલા સડાને દૂર કરીને સડી ગયેલા દાંતને સુધારવા (treatment for decayed or infected tooth) માટે થાય છે. જ્યારે દાંતના નરમ ભાગમાં સોજો આવે છે, ત્યારે આ ટ્રીટમેન્ટ કરવામાં આવે છે. દાંતમાં ત્રણ સ્તર હોય છે; બહારની બાજુએ એનામેલ સ્તર, ડેન્ટિનનું સ્તર, અને પલ્પ ધરાવતું સોફ્ટકોર, ચેતા, સંયોજક પેશી અને રક્તવાહિનીઓનું બનેલું છે. મોટા ભાગના કિસ્સાઓમાં દર્દી સ્થાનિક એનેસ્થેસિયા હેઠળ હોય ત્યારે સારવાર સામાન્ય ડેન્ટિસ્ટ અથવા એન્ડોડોન્ટિસ્ટ દ્વારા કરવામાં આવે છે.

  રૂટ કેનાલ ટ્રીટમેન્ટની જરૂર ક્યારે પડે?

  - સતત તીવ્ર દુખાવો રહેવો

  જો કે તમારા દાંતમાં કોઈપણ દુખાવો ખતરનાક હોઈ શકે છે અને તમારે ડેન્ટિસ્ટને બતાવવું જોઈએ. ચોક્કસ પ્રકારનો દુખાવો થવા પર રુટ કેનાલ સારવારની જરૂરિયાત તરફ સંકેત આપે છે. દાખલા તરીકે, અચાનક દુખાવો કે જે કોઈ ચોક્કસ જગ્યાએ થાય છે અથવા જો કોઈ ચોક્કસ સ્થિતિ જેમ કે નીચે સૂવાથી અથવા નમવાથી તમારા પેઢાંને ખૂબ જ દુઃખાવો થાય છે, તો તે એ સંકેત હોઈ શકે છે કે તમને ઇન્ફેક્ટેડ અથવા મૃત દાંત છે. તેનો અર્થ છે કે તમને રુટ કેનાલનો દુખાવો છે. જે તમારા દાંત, ચહેરા, જડબાના હાડકામાં અથવા અન્ય દાંતમાં ઊંડે સુધી અનુભવાય છે. પીડા સતત પણ થઇ શકે છે અથવા સમયાંતરે થયા કરે છે. દાંતના દુખાવાની કેટલીક અન્ય શક્યતાઓ પેઢાના રોગ, પોલાણ, ડેમેજ ફિલિંગ અથવા સાઇનસ ચેપ હોઈ શકે છે. આ સમસ્યાઓને રૂટ કેનાલ ટ્રીટમેન્ટની જરૂર ન હોવા છતાં, જો દુખાવો સતત થતો હોય તો તમારા ડૉક્ટર પાસે નિદાન અને સારવાર કરાવવી જરૂરી છે. નિયમિત બ્રશ અને ફ્લોસિંગ દાંતના સ્વાસ્થ્યને વધુ સારું બનાવે છે.

  ગરમ અને ઠંડા પીણાઓથી સેન્સિટીવીટી

  જ્યારે તમે એક કપ ગરમ કોફી પીઓ છો ત્યારે શું તમને પીડાદાયક સેન્સિટીવીટીનો અનુભવ થાય છે? અથવા આઈસ્ક્રીમ ખાવાથી તમારા દાંત સેન્સિટીવ બને છે? સેન્સિટીવીટી લાંબા સમય સુધી ચાલતો દુખાવો છે. અને જો આ દુખાવો લાંબા સમય સુધી ચાલુ રહે તો, ખાવા કે પીધા પછી પણ તમને રૂટ કેનાલની જરૂર પડી શકે છે. આ સેન્સિટીવીટી સૂચવે છે કે તમારા દાંતની રક્તવાહિનીઓ અને નર્વ્સ સંક્રમિત અથવા ડેમેથ થઇ ચૂકી છે.

  પેઢામાં સોજો

  ચેપગ્રસ્ત દાંતની નજીકના પેઢામાં સોજો રુટ કેનાલની જરૂરિયાત દર્શાવે છે. સોજો ભાગ અત્યંત કોમળ બની જાય અને સ્પર્શ કરવાથી દૂખાવો થાય છે. આ ઉપરાંત, તમે તમારા પેઢા પર નાના પિમ્પલ્સ પણ જોઈ શકો છો, જેને ગમ બોઇલ, પર્યુલીસ અથવા ફોલ્લાઓ તરીકે ઓળખવામાં આવે છે. આવા પિમ્પલ ચેપથી પરુ પણ બહાર નીકળી શકે છે જે તમારા મોઢાનો સ્વાદ બગાડે છે. ક્યારેક ફ્લોસિંગ અથવા ખૂબ સખત બ્રશ કરવાથી પણ પેઢામાં સોજો આવી શકે છે. તેમ છતાં, કોઈપણ જરૂરી સારવારમાં વિલંબ ન થાય તે માટે હંમેશા ડૉક્ટરની સલાહ લેવી જોઇએ.

  આ પણ વાંચો-Beauty Tips: ત્વચાને વધારે નિખારવા આ રીતે કરો બદામનો ઉપયોગ, ખીલી ઉઠશે ચહેરો

  દાંતમાં ડિસકલરેશન

  સડો અથવા ચેપગ્રસ્ત દાંત તમારા દાંતને ડિસકલર બનાવી શકે છે, જે રૂટ કેનાલ ટ્રીટમેન્ટ તરફ સંકેત આપે છે. દાંતને જે ટ્રોમા સહન કરવો પડે છે તેનાથી રૂટને નુકસાન પહોંચે છે. જેનાથી દાંત ભૂખરા અથવા કાળા થઇ જાય છે.

  આ પણ વાંચો-આ રીતે કરો ઈલેક્ટ્રીક બ્રશનો ઉપયોગ, તેને સ્વચ્છ કરવાની રિત અને તેનાં ફાયદા

  આ ટ્રીટમેન્ટ ખૂબ સામાન્ય છે પણ ઘણા લોકો તેને ટાળે છે કારણ કે તેઓ માને છે કે તે ખૂબ પીડાદાયક છે. દાંત ગુમાવવા કે રૂટમાં ફોલ્લાઓ થવા જેવા જોખમો પણ સારવારથી ડરતા લોકોમાં નોંધપાત્ર ફાળો ભજવે છે. પરંતુ ધ્યાનમાં રાખવું જોઇએ કે, દાંતમાં થતી પીડા સાથે જીવવા કરતા રૂટ કેનાટ ટ્રીટમેન્ટમાં થતી થોડી પીડા સહન કરી લેવી જોઇએ.
  Published by:Margi Pandya
  First published:

  Tags: Damaged Teeth, Dentist, Health care, Lifestyle, Oral Health, Root Canal Treatment

  આગામી સમાચાર