દિવાળી પર પોતાની રાશિ મુજબ કઈ ચીજ ખરીદશો અને કઈ ચીજનું દાન કરશો

News18 Gujarati
Updated: October 23, 2019, 1:24 PM IST
દિવાળી પર પોતાની રાશિ મુજબ કઈ ચીજ ખરીદશો અને કઈ ચીજનું દાન કરશો
દિવાળી પર પોતાની રાશિ મુજબ ખરીદી કરવાથી બમણો લાભ થઈ શકે છે. જાણો પોતાની રાશિ મુજબ કઈ ચીજનું દાન કરશો..

દિવાળી પર પોતાની રાશિ મુજબ ખરીદી કરવાથી બમણો લાભ થઈ શકે છે. જાણો પોતાની રાશિ મુજબ કઈ ચીજનું દાન કરશો..

  • Share this:
ચાલો આવો જાણીએ દિવાળી પર પોતાની રાશિ મુજબ કઈ ચીજ ખરીદશો અને કઈ ચીજનું દાન કરશો...

મેષ- પીતળના વાસણો ખરીદો. સાથીને ગિફ્ટ આપવા માટે ચાંદી કે સફેદ ધાતુની જ્વેલરી લાવી શકો.

વૃષભ- રસોઈ ઘર માટે લોખંડની ચીજો ખરીદવી જોઈએ. તેનાથી લાભ થશે. લોખંડની ચીજો દાન કરવાથી લાભ થશે.

મિથુન- સફેદ ધાતુના શ્રી યંત્ર કે ગણેશજી લાવી શકાય. કાંસાના વાસણ ખરીદવા શુભ રહેશે. સાથી માટે પીળા પુષ્પરાજની વીંટી ખરીદો.

કર્ક- સોના કે ચાંદીની ચીજો ખરીદો. તાંબાથી બનેલી ચીજો દાન કરવાથી લાભ થશે. તાંબાના વાસણ ખરીદવા ઈચ્છતા હોવ તો ધ્યાનમાં રાખો કે તે ખાલી ન હોય. તેમાં પાણી, દૂધ અથવા જે પણ તેમને પંસદ હોય તે ભરી દાન કરો.

સિંહ- ઘર માટે લક્ષ્મી- વિષ્ણુની મૂર્તિ સોના કે પીળા ધાતુના સ્વરૂપે ખરીદો. સાથીને સાના કે પીળા પુષ્પરાજનું લૉકેટ ખરીદો.કન્યા- ચાંદીની બનેલી કોઈ ચીજ ખરીદી રોજ પૂજા કરતી વખતે ઉપયોગ કરો. તાંબાની કોી ચીજ દાન કરી શકાય.

તુલા- ઘરના મંદિરમાં ચાંદીનું શ્રીયંત્ર અને દક્ષઇણવર્તી શંખલો. જીનવસાથી માટે મૂંગાની માળા કે બંગડી ખરીદો.

વૃશ્ચિક- ચાંદીની કોઈ ચીજ ખરીદો. તાંબા કે પીતળથી બનેલી કોી ચીજનું દાન કરો, મીઠાઈનું દાન કરવાથી પણ લાભ થશે.

ધનુ- તાંબાની કોઈ ચીજ ખરીદો કે દાન કરો. ચાંદીની જ્વેલરી પણ ખરીદા શકો છો.

મકર- તાંબાની કોઈ ચીજ ખરીદો. ચાંદીથી બનેલી કોઈ ચીજનું દાન કરો અથવા સફેદ કપડા કે દૂધમાંથી બનેલી ચીજનું દાન કરવાથી પણ લાભ થશે.

કુંભ- ઘરના મંદિર માચે સફેદ ધાતુ કે ચાંદીની દીવી ખરીદો. જીવનસાથી માટે સોનું, માણેક કે પુખરાજની વીંટી ખરીદી શકો છો.

મીન- તાંબામાંથી બનેલી કોઈ ચીજ ખરીદો જેનો તમે રોજ ઉપયોગ કરી શકો. જો સંભવ હોય તો સોનાની કોઈ ચીજ દાન કરો અથવા તો પીતળમાંથી બનેલી કોઈ પમ ચીજનું દાન કરી શકો છો.

ધનતેરસે 1 નહીં આટલા ઝાડુ ખરીદવાથી ધનપ્રાપ્તિ, ન કરશો આ ભૂલ

Facebook ના ફાઉન્ડર Mark Zuckerberg પાસે છે આ ખૂશ થઈ જવાય તેવી ચીજ
First published: October 23, 2019, 11:21 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading