Home /News /lifestyle /Sensitive Teeth: દાંતમાં ઝણઝણાટી કેમ થાય છે? જાણો આ તકલોફ પાછળના 4 મુખ્ય કારણો
Sensitive Teeth: દાંતમાં ઝણઝણાટી કેમ થાય છે? જાણો આ તકલોફ પાછળના 4 મુખ્ય કારણો
ફાઇલ ફોટો
દાંતના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે, નહીંતર દાંતની સંવેદનશીલતા જેવી સમસ્યા થઈ શકે છે. ચાલો જાણીએ જો આવી સમસ્યા ઉભી થાય તો આપણે શું કરવું જોઈએ તેમજ આ સમસ્યા કેમ થાય છે તેની પાછળનું કારણ શું છે.
દાંતમાં સંવેદનશીલતાના કારણે અનેક લોકો પરેશાન છે. દરેક ઉંમરના લોકો તેનાથી હેરાન છે. તેના કારણે અનેક મનપસંદ ખોરાકનું સેવન કરવું મુશ્કેલ બની જાય છે. જો તમને આઈસ્ક્રીમ પસંદ હોય, કે પછી ગરમા ગરમ ચા પીવી હોય તો ઘણી તકલીફ પડે છે. ત્યારે આજે અહીં ઝણઝણાટી પાછળના મુખ્ય કારણો અંગે જાણકારી આપવામાં આવી છે.
દાંતમાં સંવેદનશીલતાનાં કારણો
એનામેલ પૂર્ણ થઈ જવું
આપણા દાંત પર શાઈની પ્રોટેક્ટિવ લેયર હોય છે, જેને એનામેલ કહેવામાં આવે છે. જો કોઈ કારણસર લેયર ઘસાઈ જાય કે ખરાબ થઈ જાય તો ઠંડી અને ગરમ વસ્તુઓના સંપર્કમાં આવતા જ ઝણઝણાટી થાય છે.
આપણા દાંતના સારા સ્વાસ્થ્ય માટે તંદુરસ્ત પેઢા હોવા ખૂબ જ મહત્વપૂર્ણ છે, વધતી ઉંમર અને ખરાબ આહારને કારણે, પેઢાની પકડ અને ચુસ્તતા ઢીલી થવા લાગે છે. જેના કારણે ડેંટાઈનનો વધારો થાય છે અને તેના કારણે ઝણઝણાટી થાય છે.
ખોટી રીતે બ્રશ કરવું
ઘણી વખત આપણે દાંતને વધુ ચમકાવવાના પ્રયાસમાં વધુ જોર દઈ બ્રશ કરવાનું શરૂ કરી દઈએ છીએ, પરંતુ તેનાથી ફાયદો થવાને બદલે નુકસાન થાય છે. નિષ્ણાતો માને છે કે દાંત સાફ કરવા માટે નરમ બરછટવાળા બ્રશનો ઉપયોગ કરવો જોઈએ અને તેને હળવા હાથે દાંત પર ઘસવું જોઈએ.
દાંતનું સ્વાસ્થ્ય એ વાત પર પણ નિર્ભર કરે છે કે તમે હેલ્ધી ડાયટ લઈ રહ્યા છો કે નહીં. આ માટે શરીરને કેલ્શિયમ અને વિટામિન ડીવાળા ખોરાકની જરૂર પડશે. આ સિવાય તમારે સોડા ડ્રિંક્સ, કોલ્ડ ડ્રિંક્સ અને સોફ્ટ ડ્રિંક્સથી દૂર રહેવું પડશે. આવી વસ્તુઓ દાંતને નબળા પાડે છે.
અહીં નોંધનીય છે કે, દાંતના અંદરના ભાગને ડેન્ટિન કહેવામાં આવે છે. જે આ તકલીફ પાછળ જવાબદાર છે. મોઢાની અંદરનું વાતાવરણ વધુ ઉત્તેજિત થાય છે. ખોરાક અથવા પીણા ખૂબ ગરમ, ઠંડા, મીઠા અથવા એસિડિક થઈ જાય અથવા ચાવવા દરમિયાન વધુ દબાણ આવે ત્યારે તકલીફ ઊભી થાય છે.
(ડિસ્ક્લેમરઃ અહીં આપવામાં આવેલી માહિતી ઘરગથ્થુ ઉપચાર અને સામાન્ય માહિતી પર આધારિત છે. News18 આ વાતની પુષ્ટિ કરતું નથી.)
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર