Home /News /lifestyle /

શું છે દીકરીઓનાં મૂળભૂત હક જાણો એક ડૉક્ટરની જુબાની

શું છે દીકરીઓનાં મૂળભૂત હક જાણો એક ડૉક્ટરની જુબાની

પ્રતિકાત્મક તસવીર

National Girl Child day 2022- આ દિવસની ઉજવણીની શરૂઆતમાં 2008માં સૌ પ્રથમ મિનિસ્ટ્રી ઓફ વૂમન એન્ડ ચાઇલ્ડ ડિપાર્ટમેન્ટ દ્વારા કરવામાં આવી હતી. અને તેનો મુખ્ય હેતુ દરેક માતા પિતાને દીકરીનાં મુળભુત અધિકાર વિશે માહિતી આપવાનો છે.

    ડૉ સુનિલ પટેલ, પ્રમુખ- એકેડમી ઓફ પિડિયાટ્રિક્સ અમદાવાદ : ભારતમાં દર વર્ષે 24 જાન્યુઆીનાં દિવસે નેશનલ ગર્લ ચાઇલ્ડ ડે (National Girl Child Day 2022) તરીકે ઉજવાય છે. આ દિવસની ઉજવણીની શરૂઆતમાં 2008માં સૌ પ્રથમ મિનિસ્ટ્રી ઓફ વૂમન એન્ડ ચાઇલ્ડ ડિપાર્ટમેન્ટ દ્વારા કરવામાં આવી હતી. અને તેનો મુખ્ય હેતુ દરેક માતા પિતાને દીકરીનાં મુળભુત અધિકાર વિશે માહિતી આપવાનો છે.

    જાણો છો કેમ 24 જાન્યુઆરીએ ઉજવાય છે નેશનલ ગર્લ ચાઇન્ડ ડે-
    આ દિવસની ઉજવણી 24 જાન્યુઆરીએ એટલે કરવામાં આવે છે કેમ કે 1996માં શ્રીમતી ઇન્દીરા ગાંધી સૌ પ્રથમ મહિલા વડાપ્રધાન તરીકે નિયુક્ત થયા હતાં.

    અત્યારે દેશમાં ઘણી બધી કોમ્યુનિટી દ્વારા દીકરા અને દીકરીની કેળવણીમાં ભેદભાવ રાખવામાં આવે છે. ત્યારે દીકરીનાં ઉછેરમાં માતા-પિતાએ શું ધ્યાન રાખવું જરૂરી છે. તે વીશે વાત કરીએ..

    આ પણ વાંચો-Health News: ખાવામાં 10-12 કલાકનું અંતર રાખવું શરીર માટે ફાયદાકારક, ગંભીર રોગો રહેશે દૂર- અભ્યાસ

    1. પાંચ વર્ષની નીચેની ઉંમરમાં કુપોષિત બાળકોમાં દીકરીઓનું પ્રમાણ વધારે જોવા મળે છે.
    2. અત્યારે વિકાસશીલ દેશોમાં દર ત્રણમાંથી એક દીકરીમાં પ્રાથમિક શિક્ષણનો અભાવ જોવા મળે છે.
    3. દુનિયામાં રોજ 25,000 દીકરીઓ 'ફ્રોડ મેરેજ'નો શીકાર બને છે.
    4. 15થી 19 વર્ષની ઉંમરમાં પ્રેગ્નેન્સીએ મૃત્યુનું મુખ્ય કારણ બને છે.
    5. 50% જાતીયશોષણ દુનિયામાં 16 વર્ષથી નાની ઉંમરની દીકરીઓ સાથે થાય છે.

    ભારતમાં કન્યા કેળવણી માટેનાં કાયદાકીય અધીકારો-

    Right to Education Act 2009
    પ્રમાણે દરેક 6થી ન14 વર્ષનાં બાળકને વિનામુલ્યે શિક્ષણ આપવામાં આવશે. જે દરેક છોકરીઓને ભણવા માટે પ્રોત્સાહિત કરે છે અને દેશમાં છોકરીઓનાં ભણતરની ટકાવારીમાં સુધારો લાવશે.

    Right to be Raised in a Safe Environment
    દરેક દીકરીઓનો સલામત વાતાવરણાં ઉછેર થવો જોઇએ.

    Right against child marriage
    દીકરીઓનાં લગ્ન માટેની કાયદાકીય ઉંમર 18 વર્ષ છે જેથી બાળ વિવાહએ ગુનાહિત કાર્ય છે.

    આ પણ વાંચો-ઝડપથી વધશે શરીરની રોગપ્રતિકારક શક્તિ, ડાયટમાં ઉમેરો કરો આ વસ્તુઓ

    Right Against Child Abuse/Sexual Harassment
    ભારતીય કાયદા મુજબ કન્યાનું જાતીય શોષણ એ કાયદાકીય ગુનો બને છે.

    Right to Abortion
    MTP એક્ટ 1971 પ્રમાણે, બાળકની જાતિ એટલે કે બાળક દીકરો છે કે દીકરી તે જાણી તેનું અબોર્શન કરાવવી દેવું તે ગુનો બને છે.

    Right of Complete Vaccination
    દરેક કન્યાને તેનાં પુરતાં રસીકરણનો મુળભૂત અધિકાર છે.

    2022નો સરકારનો મુખ્ય પ્રયાસ
    'બેટી બચાવો, બેટી પઢાવો', 'Save Girl Child' છે.

    દરેક માતા-પિતાને અનુરોધ છે કે, તેઓ તેમની દીકરીનાં શિક્ષણ, રસીકરણ, પોષણમાં પુરતુ ધ્યાન આપે અને દીકરીઓનો ઉછેર પણ દીકરાની જેમ જ કરે.
    Published by:Margi Pandya
    First published:

    Tags: Girl child, National Girl Child day 2022, Pediatric

    આગામી સમાચાર